SRH vs RR, IPL 2021: હૈદરાબાદ સામે રાજસ્થાને 5 વિકેટ ગુમાવી 165 રનનુ લક્ષ્ય રાખ્યુ, સંજૂ સેમસનની શાનદાર ફીફટી

રાજસ્થાન રોયલ્સે (Rajasthan Royals) ટોસ જીતીને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) સામે પ્રથમ બેટીંગ ઇનીંગ પસંદ કરી હતી. સેમસને સતત બીજુ અર્ધશતક લગાવ્યુ હતુ

SRH vs RR, IPL 2021: હૈદરાબાદ સામે રાજસ્થાને 5 વિકેટ ગુમાવી 165 રનનુ લક્ષ્ય રાખ્યુ, સંજૂ સેમસનની શાનદાર ફીફટી
Sanju Samson-Mahipal Lomror
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 27, 2021 | 9:11 PM

IPL 2021 ની 40મી મેચ દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) વચ્ચે થઇ રહેલી ટક્કરમાં સંજૂ સેમસને (Sanju Samson) ટોસ જીત્યો હતો. સેમસને પ્રથમ બેટીંગ ઇનીંગ પસંદ કરીને લક્ષ્ય ખડકી તેને બચાવવાની યોજના અમલમાં મુકી હતી. કેપ્ટન સેમસને લાગલગાટ બીજી અર્ધશતક લગાવ્યુ હતુ. 20 ઓવરના અંતે રાજસ્થાને 5 વિકેટ ગુમાવીને 164 રન કર્યા હતા.

રાજસ્થાન રોયલ્સ બેટીંગ ઇનીંગ

મોટો સ્કોર ખડકવાની યોજના સાથે મેદાને ઉતરેલ રાજસ્થાનની ટીમને પ્રથમ ઝટકો ખૂબ ઝડપથી લાગ્યો હતો. ઓપનર એવિન લેવીસ 6 રન કરીને વિકેટ ગુમાવી હતી. જે વખતે રાજસ્થાનનો સ્કોર 1.1 ઓવરમાં 11 રન હતો. જોકે ત્યાર બાદ ઓપનર યશસ્વી જસ્વાલ અને સંજૂ સેમસને રમતને આગળ વધારી હતી. બંનેએ 56 રનની પાર્ટનરશિપ કરી હતી. સેમસને સેટ થવા બાદ આક્રમક રમત અપનાવી હતી. તેણે 57 બોલનો સામનો કરીને 82 રનની ઇનીંગ રમી હતી. આ દરમ્યાન તેણે 3 છગ્ગા અને 7 ચોગ્ગા લગાવ્યા હતા.

જયસ્વાલ બાદ લિયામ લિવિગસ્ટોન મેદાને આવતા તે 4 રન કરીને જ પેવેલિયન પરત ફર્યો હતો. મહિપાલ લોમરોરે (Mahipal Lomror) કેપ્ટનને સાથ આપતી રમત રમી હતી. તેણે વિકેટ પર ટકી રહેવા માટે પ્રયત્ન કર્યો હતો. તેણે 28 બોલમાં 29 રન બનાવ્યા હતા. આઉટ ફોર્મમાં રહેલો રિયાન પરાગ ગોલ્ડન આઉટ થયો હતો.

ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?

સનરાઇઝર્સ હૈદરાબાદ બોલીંગ

હૈદરાબાદની ટીમના બોલરો વિકેટ માજે તરસી ગયા હતા. સિદ્ધાર્થ કૌલે 4 ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી. ભૂવનેશ્વર કુમારે ઓપનીંગ જોડીને મેચમાં તેના પ્રથમ બોલે જ તોડી હતી. પરંતુ ત્યાર બાદ હૈદરાબાદ શરુઆતી દબાણનો મોકો ઝડપી શક્યુ નહોતુ. ભૂવીએ 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. રાશિદખાને 4 ઓવરમાં 31 રન આપીને 1 વિકેટ મેળવી હતી. સંદિપ શર્માએ 3 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. જેસન હોલ્ડરે 4 ઓવરમાં 27 રન આપ્યા હતા. તે વિકેટ મેળવવાથી નિરાશ રહ્યો હતો. એક મોકો આવ્યો હતો, જે સંદિપે કેચ ડ્રોપ કરી દેતા નિરાશ થયો હતો.

આ પણ વાંચોઃ IPL 2021: વિરાટ કોહલી અને ઇશાન કિશનની વાયરલ થવા લાગેલી આ તસ્વીર પણ ઘણું બધુ કહી રહી છે, જાણો ક્યાં નિશાન તાકી રહ્યો છે કોહલી

આ પણ વાંચોઃ T20 World Cup: ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ હોટલને તેમનો બેઝ કેમ્પ બનાવશે! રવિ શાસ્ત્રી એન્ડ કંપની 2 જી ઓક્ટોબરે દુબઈ પહોંચશે

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">