SRH vs PBKS Playing XI IPL 2022: હૈદરાબાદ પહેલા બેટીંગ કરશે, બંને ટીમોમાં પરીવર્તન, સૌરાષ્ટ્રના પ્રેરક માંકડને મળી તક, જુઓ પ્લેયીંગ 11

SRH vs PBKS Toss and Playing XI News: ભુવનેશ્વર કુમાર આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદની કેપ્ટનશીપ કરી રહ્યો છે, કારણ કે ટીમનો નિયમિત કેપ્ટન કેન વિલિયમસન સ્વદેશ પરત ફર્યો છે.

SRH vs PBKS Playing XI IPL 2022: હૈદરાબાદ પહેલા બેટીંગ કરશે, બંને ટીમોમાં પરીવર્તન, સૌરાષ્ટ્રના પ્રેરક માંકડને મળી તક, જુઓ પ્લેયીંગ 11
SRH vs PBKS: વાનખેડે સ્ટેડિયમમાં થઈ રહી છે ટક્કર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2022 | 7:49 PM

IPL 2022 નો લીગ સ્ટેજ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે અને આ સીઝનની છેલ્લી એટલે કે 70મી લીગ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં યોજાવા જઈ રહી છે. ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલા સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ (SRH vs PBKS) આ મેચમાં સામસામે છે અને હૈદરાબાદે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. બંને ટીમો માટે આ મેચનો એક જ અર્થ એ છે કે તેઓ જીત સાથે તેમની સફરનો અંત લાવવા ઈચ્છે છે અને પોઈન્ટ ટેબલમાં એકબીજાથી આગળ નીકળી જવાનો પ્રયાસ કરે છે. બંને ટીમમાં ફેરફારો થયા છે અને સૌથી મોટો ફેરફાર હૈદરાબાદની કેપ્ટનશીપમાં થયો છે, કારણ કે કેન વિલિયમસન તેના બાળકના જન્મને કારણે દેશ પરત ફર્યો છે. તેના સ્થાને ભુવનેશ્વર કુમારે (Bhuvneshwar Kumar) ટીમની કમાન સંભાળી છે. પંજાબ કિંગ્સની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. નાથન એલિસ, શાહરૂખ ખાન અને પ્રેરક માંકડને તક આપવામાં આવી છે.

બંને ટીમો આ મેચ સાથે તેમની સીઝનનો અંત કરશે, જ્યાં તેઓ પ્રદર્શનમાં સાતત્યના અભાવને કારણે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગયા હતા. બંને ટીમોએ 13-13 મેચોમાંથી 12-12 પોઈન્ટ મેળવ્યા હતા અને તેમની છેલ્લી મેચથી પ્લેઓફ માટે તેમની રેસ નક્કી કરવાની અપેક્ષા હતી, પરંતુ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામેની જીત સાથે તેમની આશાઓ પર પાણી ફરી વળ્યું હતું. આવી સ્થિતિમાં, હવે બંને ટીમોનું એકમાત્ર લક્ષ્ય પોઈન્ટ ટેબલમાં ઉચ્ચ સ્થાન મેળવવાનું છે. સારા નેટ રન રેટને કારણે પંજાબ એક સ્થાન ઉપર સાતમા ક્રમે છે જ્યારે હૈદરાબાદ આઠમા ક્રમે છે. વિજેતા ટીમ કોલકાતાથી ઉપર છઠ્ઠા સ્થાને પહોંચી જશે.

બંને ટીમોમાં આ ફેરફારો થયા

જો પ્લેઈંગ ઈલેવનની વાત કરીએ તો હૈદરાબાદે આ મેચ માટે બે ફેરફાર કર્યા છે. કેપ્ટન વિલિયમસનની જગ્યા ભરવા માટે વેસ્ટ ઈન્ડિઝના ઓલરાઉન્ડર રોમારિયો શેફર્ડનો સમાવેશ કરવામાં આવ્યો છે. શેફર્ડે શરૂઆતની મેચો રમી હતી, પરંતુ ખરાબ પ્રદર્શનને કારણે તેને પડતો મૂકવામાં આવ્યો હતો. ટી નટરાજનને આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને ઓલરાઉન્ડર જગદીશા સુચિતની વાપસી થઈ છે. બીજી તરફ પંજાબે ત્રણ ફેરફાર કર્યા છે. આમાં ભાનુકા રાજપક્ષે, ઋષિ ધવન અને રાહુલ ચાહરને પડતો મૂકવામાં આવ્યો છે, જ્યારે શાહરૂખ ખાન લાંબા સમય બાદ પરત ફર્યો છે. તેમના સિવાય પ્રેરક માંકડ અને નાથન એલિસ પણ ટીમમાં આવ્યા છે.

Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત
1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
માત્ર 5000 રૂપિયાનો SIP પ્લાન તમને ઘરે બેઠા બનાવશે 5.22 કરોડ રૂપિયાના માલિક

SRH vs PBKS: આજની પ્લેયીંગ ઈલેવન

સનરાઇઝર્સ હૈદરાબાદ: ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), અભિષેક શર્મા, પ્રિયમ ગર્ગ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જગદીશા સુચિત, ફઝલહક ફારૂકી, રોમારિયો શેફર્ડ, ઉમરાન મલિક

પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, પ્રેરક માંકડ, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ

Latest News Updates

ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મહેનત રંગ લાવી, તારલાઓ ઝળક્યા, 100માંથી 100 ગુણ મેળવ્યા
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
મરી મસાલા વેચતા વિક્રેતાઓ પર પાલિકાની લાલ આંખ
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રાજકીય નેતાઓના નિવેદન બાદ નિલેશ કુંભાણીના ઘરે ગોઠવાયો ચુસ્ત બંદોબસ્ત
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
રક્ષક બન્યા ભક્ષક ! પોલીસના મારથી યુવાનનું થયું મૃત્યુ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
જાણો આજે તમારા જિલ્લામાં કેટલુ રહેશે ગરમીનું પ્રમાણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને વિદેશ પ્રવાસની મળશે તક
g clip-path="url(#clip0_868_265)">