સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ (Sunrisers Hyderabad vs Punjab Kings) વચ્ચે લીગ રાઉન્ડની છેલ્લી મેચ રમાઈ રહી છે. પ્લેઓફની ચાર ટીમો પહેલેથી જ નક્કી થઈ ગઈ છે, તેથી આ મેચથી આગામી રાઉન્ડમાં કોઈ ફરક પડવાનો નથી. હૈદરાબાદનો કેપ્ટન કેન વિલિયમસન તેના બીજા બાળકના જન્મ માટે ન્યુઝીલેન્ડ પરત ફર્યો છે. આવી સ્થિતિમાં આજે હૈદરાબાદની ટીમ નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે.
સનરાઇઝર્સ હૈદરાબાદ: ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), અભિષેક શર્મા, પ્રિયમ ગર્ગ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જગદીશા સુચિત, ફઝલહક ફારૂકી, રોમારિયો શેફર્ડ, ઉમરાન મલિક
પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, પ્રેરક માંકડ, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ
શેફર્ડની ઓવરે પંજાબને જીતની નજીક લાવી દીધુ. તેની એક જ ઓવરમાં 23 રન પંજાબને મળ્યા હતા. ઓવરમાં લિવિંગસ્ટોને 2 છગ્ગા અને 2 ચોગ્ગા જમાવી દીધા હતા. આ 15મી ઓવર હતી.
પ્રિયમ ગર્ગના હાથમાં જિતેશ શર્મા 14મી ઓવરના અંતિમ બોલ પર કેચ આઉટ થયો હતો. જે ઓવર જગદીસન સુચીત કરી રહ્યો હતો.
14 મી ઓવરના બીજા બોલ પર જિતેશે ચોગ્ગો ફટકાર્યો હતો અને બાદમાં ત્રીજા બોલ પર છગ્ગો લગાવ્યો હતો. લોંગ ઓફ પર તેણે ખૂબ લાંબો છગ્ગો જમાવ્યો હતો.
જિતેશ શર્માએ ફઝલહક ફારુકી લઈને આવેલ 13મી ઓવરના ચોથા અને અંતિમ બંને બોલ પર ચોગ્ગા લગાવ્યા હતા.
ધવનને ફઝલહક ફારુકીએ ક્લિન બોલ્ડ કરી દીધો હતો, 13મી ઓવરમાં ગબ્બર 32 બોલમાં 39 કરીને પરત ફર્યો હતો
ઉમરાન મલિકની ઝડપી ગતિ પર લિવિંગ સ્ટોન ભારે પડ્યો છે. તેણે 9મી ઓવરના અંતિમ બંને બોલ પર બેક ટુ બેક સિક્સર ફટકારી દીધી હતી. ઓવરમાં 15 રન આવ્યા હતા.
મયંક અગ્રવાલ આઉટ થયા બાદ ક્રિઝ પર આવતા જ લિવિંગસ્ટોને છગ્ગો લગાવી દીધો હતો. આમ તેણે પોતાની ઈનીંગની શરુઆત છગ્ગા વડે કરી હતી. જે બોલ 8મી ઓવરનો અંતિમ બોલ હતો અને વોશિંગ્ટન સુંદરની ઓવરનો તે બોલ હતો.
મયંક અગ્રવાલ સસ્તામાં પરત ફર્યો છે. માત્ર 1 જ રન નોંધાવીને તે આઉટ થયો હતો. વોશિંગ્ટન સુંદરના બોલ પર તેણે પુલ શોટ લગાવ્યો હતો તે સિધો જ બોલ જગદીસનના હાથમાં પહોંચ્યો હતો.
શાહરુખ ખાન 7મી ઓવરના ત્રીજા બોલ પર આઉટ થયો હતો. ઉમરાન મલિકે તેને વોશિંગ્ટન સુંદરના હાથમાં કેચ ઝડપાવ્યો હતો. તે 19 રન કરીને પરત ફર્યો હતો.
જગદીસન સુચિથ છઠ્ઠી ઓવર લઈને આવ્યો હતો, ઓવરના ચોથા અને પાંચમા એમ બે સળંગ બોલ પર બેક ટુ બેક છગ્ગા શિખર ધવને જમાવી દીધા હતા. પહેલો છગ્ગો લોઅર મીડ વિકેટ પર ખૂબ જ સુંદર શોટ વડે લગાવ્યો હતો. જ્યારે બીજો છગ્ગો લોંગ ઓન પર લગાવ્યો હતો.
પાંચમી ઓવર લઈને ફઝલહર ફારુકી આવ્યો હતો. તેણે ઓવરના પ્રથમ બોલે જ ચોગ્ગાનો માર સહન કર્યો હતો. શાહરુખ ખાને આ બાઉન્ડરી ફટકારી હતી. ત્યાર બાદ ઓવરના અંતિમ બોલ પર શિખર ધવને બાઉન્ડરી લગાવી હતી. ઓવરમાં 9 રન ગુમાવ્યા હતા.
ચોથી ઓવર લઈને ભૂવનેશ્વર કુમાર આવ્યો હતો. તેની ઓવરના પાંચમાં બોલ પર શાહરુખખાને છગ્ગો લગાવ્યો હતો. તેણે મીડ વિકેટ પર પુલ કરી દીધો હતો. ઓવરમાં 10 રન આવ્યા હતા.
ત્રીજી ઓવરના અંતિમ બોલ પર ફઝલહક ફારુકીએ જોની બેયરિસ્ટોને ક્લિન બોલ્ડ કરી દીધો હતો. 15 બોલમાં 23 રન નોંધાવીને બેયરિસ્ટો પરત ફર્યો હતો.
બીજી ઓવર લઈને વોશિંગ્ટન સુંદર આવ્યો હતો. તેની ઓવરના બીજા અને ચોથા બોલ પર બે બાઉન્ડરી લગાવીને ગઈ હતી. ત્યારબાદ પાંચમાં બોલ પર તેને ઉમરાન મલિકે જીવતદાન આપ્યુ હતુ. જેને લઈ કેપ્ટન ભૂવી પણ નારાજ દેખાયો હતો.
પ્રથમ ઓવરમાં જ જોની બેયરિસ્ટોએ એક બાદ એક ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. ભૂવનેશ્વર કુમાર પ્રથમ ઓવર લઈને આવ્યા હતા અને જેની ઓવરમાં 12 રન મેળવીને સારી શરુઆતના સંકેત આપ્યા હતા.
જોની બેયરીસ્ટો અને શિખર ધવન બંને ઓપનીંગ જોડીના રુપમાં ક્રિઝ પર આવ્ચા છે. ભૂવનેશ્વર કુમાર પ્રથમ ઓવર લઈને આવ્યો છે.
પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સ સામે આઠ વિકેટે 157 રન બનાવ્યા હતા. સનરાઈઝર્સ માટે અભિષેક શર્મા (32 બોલમાં 43 રન) સિવાય કોઈ બેટ્સમેન ટકી શક્યો નહોતો. બીજી તરફ પંજાબ તરફથી એલિસ અને હરપ્રીત બ્રારે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.
ભૂવનેશ્વર કુમાર ઓવરના અંતિમ બોલ પર જિતેશ શર્માના ડાયરેક્ટ થ્રો પર રન આઉટ થયો હતો. જોકે તે બોલ નો બોલ જાહેર થયો હતો. અને ફ્રિ હીટ મળી હતી.
જગદીશન સુચિથ શૂન્ય પર જ વિકેટ ગુમાવી બેઠો હતો. તે પ્રથમ બોલનો સામનો કરવા જતા જ પ્રેરક માંકડના હાથમાં કેચ આપી બેઠો હતો.
વોશિંગ્ટન સુંદરે 25 રન કર્યા હતા. તે નાથન એલિસના બોલ પર શિખર ધવનના હાથમાં કેચ ઝડપાયો હતો
અંતિમ ઓવર એલિસ લઈને આવ્યો હતો અને તેના પ્રથમ બોલ પર જ છગ્ગો લગાવ્યો હતો.
અર્શદીપ સિંહ 19મી ઓવર લઈને આવ્યો હતો તેની ઓવરમાં શેફર્ડ અને વોશિંગ્ટને એક એક ચોગ્ગો લગાવ્યો હતો. ઓવરમાં 12 રન આવ્યા હતા.
એલિસ બાદ રબાડાએ પણ રન લૂટી લીધા હતા. તેણે 18મી ઓવરમાં 19 રન આપ્યા. ઓવરના પહેલા બોલ પર સુંદરે લોંગ ઓફ પર સિક્સર ફટકારી હતી. ઓવરના ચોથા બોલ પર સુંદરે ચોગ્ગો ફટકાર્યો. ઓવરનો પાંચમો બોલ વાઈડ હતો અને બોલ કીપરની બાજુથી બાઉન્ડ્રી ક્રોસ કરી ગયો હતો.
નાથન એલિસની ઓવરની જાણે કે ધુલાઈ થઈ ગઈ હતી. આવી ઓવરની લાંબા સમય થી રાહ જોવાઈ રહી હતી. વોશિંગ્ટન સુંદરે પહેલા બાઉન્ડરી ફટકારી હતી, બાદમાં રોમારિયો શેફર્ડે 17મી ઓવરના ચોથા બોલ પર ચોગ્ગો અને પાંચમાં બોલ પર છગ્ગો લગાવ્યો હતો.
એક્સ્ટ્રા કવર પર વોશિંગ્ટન સુંદરે એક્સ્ટ્રા કવર પર બાઉન્ડરી ફટકારી હતી. નાથન એલિસ 17મી ઓવર લઈને આવ્યો હતો જેના બીજા બોલ પર બાઉન્ડરી લગાવી હતી.
હરપ્રીત બ્રારે વધુ એક સફળતા પંજાબને અપાવી છે. હૈદરાબાદ એક સમયે સારી સ્થિતીમાં જોવા મળી રહ્યુ હતુ, પરંતુ હવે સંઘર્ષની સ્થિતીમાં છે. એઈડન માર્કરમ પણ આઉટ થઈ ચુક્યો છે. બ્રારે ધીમો બોલ નાંખ્યો હતો અને તે બોલ પર મોટા શોટની લાલચમાં તે આગળ નિકળી ચુક્યો હતો અને કીપરે સ્ટંપીંગ કરી દેતા વિકેટ ગુમાવી દીધી હતી.
15મી ઓવર લઈને હરપ્રીત બ્રાર આવ્યો હતો. ઓવરના બીજા બોલ પર માર્રકરમે બાઉન્ડરી લગાવી હતી. જે 4 ઓવર બાદ આવી હતી. જેના આગળના બોલ પર તેણે 2 રન મેળવ્યા હતા.
14 મી ઓવરમાં હૈદરાબાદને માત્ર 3 જ રન મળ્યા હતા. આ ઓવર લઈને કાગિસો રબાડા આવ્યો હતો. તેણે માત્ર ત્રણ સિંગલ રન આપ્યા હતા.
નાથન એલિસે 13મી ઓવરના છેલ્લા બોલ પર પૂરનને આઉટ કર્યો હતો. પૂરને ડ્રાઇવ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ બોલ બેટની કિનારી સાથે અથડાયો અને જીતેશ શર્માના હાથમાં ગયો. પૂરન માત્ર પાંચ રન બનાવી શક્યો હતો
રાહુલ ત્રિપાઠી અને બાદમાં અભિષેક શર્માની મહત્વની વિકેટ હૈદરાબાદે ગુમાવી દીધી છે. લિયામ 12મી ઓવર લઈને આવ્યો હતો. આ ઓવરમાં તેણે માત્ર 4 સિંગલ રન આપ્યા હતા.
હરપ્રીત બ્રારે મહત્વની વિકેટ ઝડપી છે. 11 મી ઓવરના ત્રીજા બોલને છગ્ગા માટે અભિષેકે ફટકાર્યો હતો. જોકે લિયામ લિવિંગસ્ટોને આ મુશ્કેલ કેટને બાઉન્ડરી પર ઝડપ્યો હતો. આમ પંજાબને એક મહત્વની સફળતા મળી હતી. અભિષેકે 43 રન નોંધાવ્યા હતા.
10મી ઓવર લઈને લિયામ લિવિંગસ્ટોન આવ્યો હતો. ઓવરના બીજા બોલને અભિષેક શર્માએ છગ્ગા માટે ફટકાર્યો હતો. ખૂબ જ ઉંચો અને લાંબો છગ્ગો હતો. ઓવરમાં 9 રન આવ્યા હતા.
રાહુલ ત્રિપાઠીને 9મી ઓવર લઈને આવેલા હરપ્રીત બ્રારે પોતાનો શિકાર બનાવ્યો હતો. 18 બોલનો સામનો કરીને 20 રન બનાવીને રાહુલ પરત ફર્યો હતો. શિખર ધવને તેનો કેચ ઝડપ્યો હતો.
હરપ્રીત બ્રાર 7મી ઓવર લઈને આવ્યો હતો. ઓવરના બીજા બોલને અભિષેક શર્માએ મીડ વિકેટ પરથી સ્ટેન્ડમાં મોકલી દીધો હતો. લાંબા છગ્ગા સાથે ઓવરમાં 9 રન મળ્યા હતા.
છઠ્ઠી ઓવર લઈને નાથન એલિસ આવ્યો હતો. તેની ઓવરના ચોથા બોલ પર રાહુલ ત્રિપાઠીએ શાનદાર શોટ લગાવ્યો હતો. ખૂબ જ સુંદર આ શોટ વડે છ રન મેળવ્યા હતા. ખૂબ જ ઉંચો લગાવેલ આ છગ્ગો ઓન સાઈડમાં મેળવ્યો હતો. ઓવરના અંતિમ બોલ પર અભિષેક શર્માએ બાઉન્ડરી ફટકારી હતી. ઓવરમાં 11 રન મળ્યા હતા.
પાંચમી ઓવર લઈને કાગીસો રબાડા આવ્યો હતો. તેની ઓવરના ચોથા બોલ પર અભિષેક શર્માએ બાઉ્ડરી લગાવી હતી. તેણે ઓન સાઈડરમાં આ ચાર રન મેળવ્યા હતા. ઓવરમાં 8 રન આવ્યા હતા.
ચોથી ઓવર લઈને અર્શદીપ સિંહ આવ્યો હતો. ઓવરના ચોથા બોલ પર ઓન સાઈડમાં બાઉન્ડરી માટે શોટ લગાવ્યો હતો. ઓવરમાં આ પહેલા તેણે 2 રન મેળવ્યા હતા. ઓવરમાં 6 રન મળ્યા હતા.
રાહુલ ત્રિપાઠીએ ત્રીજી ઓવરના અંતિમ બોલ પર બાઉન્ડરી લગાવી હતી. તેણે ક્રિઝ પર આવતા જ પોતાનો પ્રથમ બોલ ખાલી રમ્યો હતો અને બીજા જ બોલને બાઉન્ડરીની બહાર માટે ફટકારી દીધો હતો.
ત્રીજી ઓવરમાં કાગિસો રબાડાએ તેનો શિકાર કર્યો હતો. ગર્ગે લગાવેલો આ શોટ હવામાં રમ્યો હતો અને જેને મયંક અગ્રવાલે મીડ ઓફ પર કેચ ઝડપ્યો હતો. ગર્ગ 4 રન નોંધાવીને પરત ફર્યો હતો.
કાગિસો રબાડા ત્રીજી ઓવર લઈને આવ્યો છે. તેનુ સ્વાગત અભિષેક શર્માએ બાઉન્ડરી વડે કર્યુ હતુ. તેણે સુંદર પ્લેયડ કરીને બોલને બાઉન્ડરી લાઈનની પાર મોકલ્યો હતો.
પ્રથમ ઓવર લઈને લિયામ લિવિંગસ્ટોન આવ્યો હતો. તેણે પ્રથમ બોલ પ્રિયમ ગર્ગ સામે નાંખ્યો હતો. જેના પર એક રન લોંગ ઓનમાં મેળવ્યો હતો. આમ સ્ટ્રાઈક અભિષેક પાસે આવી હતી. તેણે પાંચમાં બોલ પર ગેપ શોધીને શોટ લગાવતા ચાર રન મળ્યા હતા. ઓવરમાં 5 રન આવ્યા હતા.
અભિષેક શર્મા અને પ્રિયમ ગર્ગ ઓપનીંગ જોડીના રુપમાં હૈદરાબાદની ટીમ તરફ થી ક્રિઝ પર આવ્યા હતા. લિયામ લિવિંગસ્ટોન પંજાબ તરફથી પ્રથમ ઓવર લઈને આવ્યો હતો
સનરાઇઝર્સ હૈદરાબાદ: ભુવનેશ્વર કુમાર (કેપ્ટન), અભિષેક શર્મા, પ્રિયમ ગર્ગ, રાહુલ ત્રિપાઠી, એડન માર્કરામ, નિકોલસ પૂરન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, જગદીશા સુચિત, ફઝલહક ફારૂકી, રોમારિયો શેફર્ડ, ઉમરાન મલિક
પંજાબ કિંગ્સની ટીમમાં ત્રણ ફેરફાર કરવામાં આવ્યા છે. નાથન એલિસ, શાહરૂખ ખાન અને પ્રેરક માંકડને તક આપવામાં આવી છે.
પંજાબ કિંગ્સ: મયંક અગ્રવાલ (કેપ્ટન), શિખર ધવન, જોની બેરસ્ટો, લિયામ લિવિંગસ્ટન, જીતેશ શર્મા (વિકેટકીપર), શાહરૂખ ખાન, પ્રેરક માંકડ, નાથન એલિસ, હરપ્રીત બ્રાર, કાગીસો રબાડા, અર્શદીપ સિંહ
સનરાઈઝર્સ હૈદરાબાદના કેપ્ટન તરીકેની ભૂમિકામાં ભવનેશ્વર કુમાર છે. તેણે ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનુ પસંદ કર્યુ છે. પંજાબ કિંગ્સ પહેલા ફિલ્ડીંગ કરશે. ભૂવીએ ટોસ જીતીને કહ્યું, 'અમે પહેલા બેટિંગ કરીશું. આ વિકેટ અગાઉની મેચ જેવી જ છે.
સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સ સામે ત્રણ રનની નજીકની જીતમાં તેમની પાંચ મેચની હારનો સિલસિલો તોડી નાખ્યો હતો. જ્યારે પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે 17 રને હારનો સામનો કરવો પડ્યો હતો.
સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ બંનેની પ્લેઓફની આશાઓ પૂરી થઈ ગઈ છે. આજે બંને ટીમો સન્માન જાળવવા માટેની લડાઈને લઈ આમને-સામને છે.
Published On - May 22,2022 6:57 PM