Sourav Ganguly’s birthday સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ વડે ભારતીય ક્રિકેટમાં આ મોટા પરીવર્તન સર્જાયા હતા

Happy Birthday Ganguly: સૌરવ ગાંગુલી એ સહેવાગ થી લઇને ધોની (Dhoni) ની કારકિર્દીમાં મહત્વનો રોલ દાદા એ નિભાવ્યો હતો. ગાંગુલીનો આજે 49 મો જન્મદીવસ છે.

Sourav Ganguly's birthday  સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ વડે ભારતીય ક્રિકેટમાં આ મોટા પરીવર્તન સર્જાયા હતા
Sourav Ganguly
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2021 | 8:00 AM

Sourav Ganguly: BCCI ના અધ્યક્ષ અને ભારતીય ટીમ (Team India) ના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly) નો આજે જન્મદિવસ છે. ( Sourav Ganguly’s birthday) દાદા, મહારાજ અને પ્રિન્સ ઓફ કલકત્તા ના નામ થી ફેન્સમાં જાણીતા ગાંગુલીનો જન્મ 8 જૂલાઇ 1972માં થયો હતો. ગાંગુલીનો આજે 49મો જન્મ દિવસ છે. ગાંગુલીની ગણના ભારતના સફળ કેપ્ટનો પૈકી કરવામાં આવે છે. આ દરમ્યાન તેમણે એવા કેટલાંક નિર્ણય લીધા હતા, ભારતીય ક્રિકેટમાં હંમેશા માટે પરિવર્તન આણી દીધુ હતુ. આવા જ કેટલાક નિર્ણયો પર નજર કરીએ

ગાંગુલીએ 2001 ના દરમ્યાન રમાયેલી કલક્તા ટેસ્ટ દરમ્યાન ભારતે યાદગાર જીત મેળવી હતી. જે મેચમાં ભારત ઓસ્ટ્રેલીયા સામે ફોલોઅન થવા છતાં જીત મેળવવામાં સફળ રહ્યુ હતુ. જે યાદગાર ટેસ્ટમાં વીવીએસ લક્ષ્મણના બેટીંગ ક્રમાંકમાં ફેરફાર કરવાનો નિર્ણય કર્યો હતો. જે મહત્વનો સાબિત થયો હતો. લક્ષ્મણે ત્રીજા ક્રમાંકે રમવા માટે બીજી ઇનીંગમાં મેદાને ઉતાર્યો હતો. લક્ષ્મણે તે નિર્ણય યોગ્ય ઠેરવતા 281 રનની ઇનીંગ રમી હતી. જે નિર્ણય ભારતને મેચ જીતાડનારો સાબિત થયો હતો.

પૂર્વ કેપ્ટન ગાંગુલીની ટીમમાં રાહુલ દ્રાવિડ વિકેટ કિપીંગ કરી રહ્યા હતા. કારણ કે નિયમીત વિકેટકિપર બેટ્સમેન નહી મળવાને લઇને ગાંગુલીએ દ્રાવિડને મનાવી રાખ્યા હતા. જેથી ટીમમાં યોગ્ય સંતુલન જળવાઇ રહે. 2004માં ગાંગુલી એ ધોની પર દાવ લગાવ્યો હતો. ટીમ ઇન્ડીયામાં ધોનીને પ્રવેશ આપ્યા બાદ તેની પ્રદર્શન સૌની નજર સામે આજે પણ છે. 2005માં વાઇઝેગ વન ડે ઇન્ટરનેશનલમાં ધોની એ નંબર ત્રણ પર રમતા 148 રન નોંધાવ્યા હતા. ધોનીને નંબર ત્રણ પર મોકલવાનો નિર્ણય ગાંગુલીનો હતો. ધોની ગાંગુલી બાદ ટીમના કેપ્ટન પદને મેળવી શક્યો હતો.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

વિરેન્દ્ર સહેવાગ ને મધ્યક્રમને બદલે ઓપનર બનાવવાનો નિર્ણય પણ સૌરવ ગાંગુલીનો હતો. જેમાં તે સફળ નિવડ્યો હતો. સહેવાગ મધ્ય ક્રમમાં નંબર 6 પર બેટીંગ કરતો હતો. તેણે મિડલ ઓર્ડરમાં રહીને જ શતક લગાવ્યુ હતુ. ગાંગુલીએ તેને ઓપનર તરીકે શરુઆત કરાવી હતી. જે ત્યાર બાદ સફળ નિર્ણય સાબીત થયો હતો. સહેવાગે ઓપનરના રુપમાં ટેસ્ટ ક્રિકેટમાં 2 બેવડા શતક નોંધાવી ચુક્યો હતો.

વિદેશમાં ડંકો વગાડ્યો

ભારતીય ટીમે સૌરવ ગાંગુલીને કેપ્ટનશીપ દરમ્યાન 28 ઓવરસીઝ ટેસ્ટ મેચ રમી હતી. જેમાં થી 11 ટેસ્ટ મેચ ભારતીય ટીમ જીતવામાં સફળ રહી હતી. ગાંગુલી એ યુવા ખેલાડીઓમાં વિશ્વાસ જગાવ્યો હતો કે, તેઓ વિદેશમાં પણ ધૂમ મચાવી શકે છે. વિદેશી ધરતી પર પણ જીત મેળવી શકવા કાબેલ છે. જે યુવા ખેલાડીઓએ ટીમ ગાંગુલીને તેની પરિણામ પણ આપ્યુ હતુ.

કેપ્ટન તરીકે મહત્વની જીત

સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપ દરમ્યાન કેટલીક મહત્વી જીત મેળવી હતી. જેમાં ઓસ્ટ્રેલીયાને ટેસ્ટ શ્રેણીમાં વર્ષ 2001 દરમ્યાન હરાવ્યુ હતુ. ઇંગ્લેંન્ડને વર્ષ 2002 માં નેટવેસ્ટ ટ્રોફીની ફાઇનલમાં લોર્ડઝના મેદાન પર ઇંગ્લેન્ડને હરાવ્યુ હતુ. ગાંગુલીની કેપ્ટનશીપ હેઠળ ભારત વિશ્વકપ 2003 ની ફાઇનલમાં પહોંચ્યુ હતુ. જોકે વિશ્વકપની ફાઇનલ જીતી શકાયુ નહોતુ. પાકિસ્તાનને તેના જ ઘરમાં 2005માં ભારતે ટેસ્ટ શ્રેણીમાં પરાસ્ત કર્યુ હતુ.

ગાંગુલીની ક્રિકેટ કરિયર

દાદાના ક્રિકેટ કરિયરની વાત કરવામાં આવે તો, 1992 થી 2008 સુધી તેમની ક્રિકેટ સફર રહી હતી. આ દરમ્યાન તેમણે 311 વન ડે મેચ રમી હતી, જેમાં 11,363 રન નોંધાવ્યા હતા. જેમાં 22 વન ડે શતક લગાવ્યા હતા. ઉપરાંત 113 ટેસ્ટ મેચ ભારત વતી રમી હતી. જેમાં 7212 રન નોંધાવ્યા હતા. ટેસ્ટ ક્રિકેટમાં ગાંગુલીએ 16 શતક લગાવ્યા હતા.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">