Sourav Ganguly : ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી (Sourav Ganguly)ના હાથમાંથી બીસીસીઆઈ અધ્યક્ષનું પદ જઈ રહ્યું છે માત્ર બીસીસીઆઈ જ નહિ પરંતુ તેના આઈસીસી ચેરમેન બનવાની આશા પણ પુરી થઈ ગઈ છે. મીડિયા રિપોર્ટસ મુજબ પૂર્વ ખેલાડી રોજર બિન્ની નવા બીસીસીઆઈ ( BCCI) અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે અને સૌરવ ગાંગુલીનું પત્તું કપાવવું હવે નક્કી છે. ગાંગુલીને હવે બીસીસીઆઈનો સાથ મળશે નહિ જેનાથી તેનું આઈસીસી ચેરમેન બનવું પણ હવે સંભવ નથી.
અહેવાલોની વાત માનીએ તો ગાંગુલીને આઈપીએલ ચેરમેનનું પદ આપવામાં આવ્યું હતુ જો કે, ગાંગુલીએ ઇનકાર કરતા કહ્યું કે તે કાં તો ICC અધ્યક્ષ બનવા માંગે છે અથવા તો BCCIના પ્રમુખ તરીકે ચાલુ રહેવા માંગે છે પરંતુ ગાંગુલીની બંન્ને ઈચ્છા પુરી થઈ નહિ બીસીસીઆઈએ સ્પષ્ટ કર્યું કે, જો ગાંગુલી આઈસીસી ચેરમેન બનવાની રેસમાં સામેલ થાય છે તો તેનો સાથ આપશે નહિ, હવે ગાંગુલીના હાથમાંથી આઈપીએલ ચેરમેન પદ્દ પર જતું રહ્યું છે.
સૌરવ ગાંગુલીના સ્થાને રોજર બન્ની આ જવાબદારી સંભાળશે. તો સચિવ પદ જય શાહ પાસે જ રહેશે, આશિષ સેહકર ખજાનચી અને દેવજીત સાઈકિયા સહ-સચિવ પદ સંભાળશે. આ તમામ પદો માટે હવે માત્ર ઔપચારિકતા જ બાકી છે. વર્તમાન ખજાનચી અરુણ ધૂમલ IPLના અધ્યક્ષની જવાબદારી સંભાળતા જોવા મળશે.
બીસીસીઆઈ અધ્યક્ષ હાલ માટે રોજર બન્નીનું નામ લેવામાં આવી રહ્યું છે. આ નામ ત્યારે મળ્યું જ્યારે કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશન (કેએસસીએ) એ બીસીસીઆઈની એજીએમ માટે સેક્રેટરી સંતોષ મેનનના સ્થાને તેમના પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂક કરી ત્યારે સંકેત મળ્યો હતો. રોજર બન્નીએ 1983ના વર્લ્ડકપમાં ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભુમિકા નિભાવી હતી. તેમણે તે વર્લડકપ દરમિયાન 8 મેચમાં 18 વિકેટ ઝડપી હતી જે તે ટૂર્નામેન્ટનો એક રેકોર્ડ હતો.