બ્રેકિંગ ન્યૂઝ : સ્મૃતિ-શેફાલીની શાનદાર ફિફટી, ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી20માં ભારતનો વિજય

મહારાષ્ટ્રના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં આજે 5 જાન્યુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા અને ભારતની મહિલા ટીમ વચ્ચે ટી20 સિરીઝ શરુ થઈ. પ્રથમ ટી20માં ટોસ જીતીને ટીમ ઈન્ડિયાએ પહેલા બોલિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગ કરીને 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ શાનદાર ફિફટી ફટકારીને 1 વિકેટના નુકશાન સાથે ભારતને જીત અપાવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ : સ્મૃતિ-શેફાલીની શાનદાર ફિફટી, ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટી20માં ભારતનો વિજય
| Updated on: Jan 05, 2024 | 10:20 PM

મહારાષ્ટ્રના ડી વાય પાટીલ સ્ટેડિયમમાં આજે 5 જાન્યુઆરીના રોજ ઓસ્ટ્રેલિયા અને ભારતની મહિલા ટીમ વચ્ચે ટી20 સિરીઝ શરુ થઈ. પ્રથમ ટી20માં ટોસ જીતીને ટીમ ઈન્ડિયાએ પહેલા બોલિંગ પસંદ કરી હતી. ઓસ્ટ્રેલિયાએ પહેલી બેટિંગ કરીને 142 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ શાનદાર ફિફટી ફટકારીને 1 વિકેટના નુકશાન સાથે ભારતને જીત અપાવી હતી.

ભારતે ઓસ્ટ્રેલિયાને નવ વિકેટે હરાવ્યું છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની ટી-20 શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 19.2 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 141 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતે 17.4 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 145 રન બનાવ્યા હતા અને મેચ નવ વિકેટે જીતી લીધી હતી.

ઓસ્ટ્રેલિયા તરફથી ફોબી લિચફિલ્ડે 49 અને એલિસ પેરીએ 37 રન બનાવ્યા હતા. આ બે સિવાય બેથ મૂની (17 રન) અને સધરલેન્ડ (12 રન) જ બે આંકડાને સ્પર્શી શક્યા. ભારત તરફથી તિતાસ સાધુએ ચાર વિકેટ લીધી હતી. શ્રેયંકા પાટિલ અને દીપ્તિ શર્માને બે-બે વિકેટ મળી હતી. રેણુકા સિંહ અને અમનજોત કૌરને એક-એક વિકેટ મળી હતી.

142 રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતે શાનદાર શરૂઆત કરી હતી. સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માની જોડીએ પ્રથમ વિકેટ માટે 137 રનની ભાગીદારી કરી અને ભારતને જીતના ઉંબરે પહોંચાડ્યું. સ્મૃતિ મંધાના 54 રનના અંગત સ્કોર પર આઉટ થઈ ગઈ હતી. શેફાલી 64 રન બનાવીને અણનમ રહી અને જેમિમા છ રન બનાવીને અણનમ રહી. ઓસ્ટ્રેલિયા તરફથી એકમાત્ર વિકેટ જ્યોર્જિયા વેરહેમે લીધી હતી.

દેશના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 9:56 pm, Fri, 5 January 24