Six Sixes નો કમાલ યુવરાજ સિંહ ઉપરાંત રવિન્દ્ર જાડેજા પણ કરી ચૂક્યો છે, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ

યુવરાજ સિંહે (Yuvraj Singh) 2007 ના ટી20 વિશ્વકપ (T20 World Cup) દરમિયાન એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારીને કમાલ કર્યો હતો. આ કમાલને આજે 19 સપ્ટેમ્બરે 15 વર્ષ પૂરા થયા છે.

Six Sixes નો કમાલ યુવરાજ સિંહ ઉપરાંત રવિન્દ્ર જાડેજા પણ કરી ચૂક્યો છે, જાણો કોણ કોણ છે આ લિસ્ટમાં સામેલ
Ravindra Jadeja પણ આ પરાક્રમ કરી ચૂક્યો છે
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Sep 19, 2022 | 10:59 AM

ક્રિકેટમાં છગ્ગાનો રોમાંચ ગજબનો છે. છગ્ગાને જોવો અને માણવો એક અલગ જ રોમાંચ આપે છે. તેને ફટકારનારા બેટ્સમેનને પણ ગજબનો આનંદનો અહેસાસ થતો હોય છે, તો બોલર માટે પણ છગ્ગો ગુમાવવો એ નિરાશા પેદા કરાવતો હોય છે. પરંતુ એક જ ઓવરમાં છ છગ્ગા (Six Sixes Hits) ફટકારવાની ઘટના ભાગ્યેજ જોવા મળતી હોય છે, આ ઘટનાના સાક્ષી રહેલા દર્શક આજીવન એ છ બોલની છ પળને ભૂલી શકતા હોતા નથી. યુવરાજ સિંહે (Yuvraj Singh) ઈંગ્લેન્ડ સામે T20 વિશ્વકપ 2007 માં કરેલા આ કમાલને આજે 15 વર્ષ પૂરા થયા છે. આવો કમાલ યુવરાજ સિંહ ઉપરાંત રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) પણ કરી ચૂક્યો છે.

જોકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ ઓવરમાં છ બોલમાં છ છગ્ગા ફટકારવાનો કમાલ માત્ર 4 જ વાર નોંધાયો છે. જેમાંથી એક યુવરાજ સિંહના નામે છે. યુવરાજના આ કમાલના થોડાક મહિના પહેલા જ દક્ષિણ આફ્રિકાના હર્ષલ ગિબ્સે વન ડે ક્રિકેટમાં કર્યો હતો. વર્ષ 2021 માં બે વાર જુદી જુદી મેચોમાં બે બેટ્સમેનોએ છ છગ્ગા એક જ ઓવરમાં ફટકાર્યા હતા. જેમાં કિયરોન પોલાર્ડે ટી20 માં અને જસકરન મલ્હોત્રાએ પપૂઆ ન્યૂ ગિની સામે વન ડે ક્રિકેટમાં છ છગ્ગા ફટકાર્યા હતા.

વન ડે ક્રિકેટમાં એક ઓવરમાં 6 છગ્ગા

હર્ષલ ગિબ્સઃ દક્ષિણ આફ્રિકાનો ધૂંઆધાર બેટ્સમેન તેની રમતને લઈ ખૂબ જાણિતો રહ્યો છે. તે વન ડે ક્રિકેટમાં પ્રથમ બેટ્સમેન હતો કે એક જ ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હોય. ગિબ્સે 16 માર્ચ 2007 માં આ કમાલ પોતાના નામે નોંધાવ્યો હતો. તેણે સેન્ટ કિટ્સમાં નેધરલેન્ડના ડેવ વેન બંજની ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા

જસકરન મલ્હોત્રાઃ સપ્ટેમ્બર 2021 માં પપૂઆ ન્યૂ ગિની સામે વન ડે મેચમં અમેરિકાના આ બેટ્સમેનેન એક જ ઓવરમાં છ છગ્ગા ફટકાર્યા હતા. મેચમાં અમેરિકાની ઈનીંગની અંતિમ ઓવરમાં તેણે મીડયમ પેસર ગૌડી ટોકા પર છ બોલમાં છ છગ્ગા ફટકાર્યા હતા. મલ્હોત્રા ભારતીય મૂળનો અમેરિકન ક્રિકેટર છે.

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક ઓવરમાં છ છગ્ગા

યુવરાજ સિંહઃ ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર યુવરાજ સિંહે ઇંગ્લેન્ડના સ્ટુઅર્ટ બ્રોડ સામે છ બોલમાં છ છગ્ગા નોંધાવ્યા હતા. આ કમાલ તેણે 2007માં રમાયેલ પ્રથમ ટી20 વિશ્વકપમાં કર્યો હતો. 19 સપ્ટેમ્બરે તેણે આ છગ્ગા ફટકાર્યા હતા. જેને બરાબર 15 વર્ષ આજે પૂર્ણ થયા હતા.

કિયરોન પોલાર્ડઃ તોફાની બેટ્સમેન પોલાર્ડે પણ આ કમાલ ગત વર્ષે કર્યો હતો. શ્રીલંકાની ટીમ માર્ચ 2021 દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે હતી. એ દરમિયાન પોલાર્ડે ટી20 શ્રેણીની મેચમાં એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારી દઈ યુવરાજ સાથે પોતાનુ નામ જોડી દીધુ હતુ.

આ ભારતીયો પણ કરી ચૂક્યા છે કમાલ

રવિ શાસ્ત્રીઃ ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ રવિ શાસ્ત્રી પણ એક જ ઓવરમાં છ છગ્ગા ફટકારી ચૂક્યા છે. તેઓએ કમાલ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં કર્યો હતો. વર્ષ 1985 માં 10 ઓગષ્ટે શાસ્ત્રીએ બરોડા ક્રિકેટ ટીમ સામે આ પરાક્રમ કર્યુ હતુ. રણજી મેચમાં બરોડાના તિલક રાજની ઓવરના તમામ છ બોલ પર છ છગ્ગા ફટકાર્યા હતા.

રવિન્દ્ર જાડેજાઃ ઈન્ટર ડીસ્ટ્રિક્ટ ટી20 ટૂર્નામેન્ટમાં રવિન્દ્ર જાડેજા ઓવરના તમામ છ બોલ પર છગ્ગા નોંધાવી ચૂક્યો છે. વર્ષ 2017માં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના આંતર જિલ્લા ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં હિસ્સો લેવા દરમિયાન જાડેજાએ આ પરાક્રમ કર્યુ હતુ. તેણે ઓફ સ્પિનર નિલમ વાજમાની ઓવરમાં તમામ બોલ પર છગ્ગા ફટકાર્યા હતા.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati