Shubhman Gill સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે ? લંડનમાં એકસાથે જોવા મળ્યા જુઓ વીડિયો

હાલમાં જ લંડનમાં શુભમન ગિલનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હવે આ ફોટો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે આ તે સારા અલી ખાન છે, જેને ક્રિકેટર ડેટ કરી રહી છે.

Shubhman Gill સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે ? લંડનમાં એકસાથે જોવા મળ્યા જુઓ વીડિયો
Shubhman Gill સારા અલી ખાનને ડેટ કરી રહ્યો છે ?Image Credit source: TV9 GFX
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 30, 2022 | 5:11 PM

Shubhman Gill : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર બેટ્સમેન શુભમન ગિલ (Shubhman Gill) હાલમાં ચર્ચામાં છે. ઝિમ્બાબ્વે વિરુદ્ધ સીરિઝ જીત્યા બાદ હવે તે ઈંગ્લેન્ડમા છે. શુભમન ગિલ કાઉંટી ક્રિકેટ રમવા ગયો છે. ઝિમ્બાબ્વેમાં તેના પરફોર્મન્સ પર તેણે પ્લેયર ઓફ ધ સિરીઝ જીત્યો છે. આ સાથે ગિલે સચિન તેડુંલકરનો રેકોર્ડ પણ તોડ્યો છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર તેનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે.જેમાં તે મિસ્ટ્રી ગર્લની સાથે જોવા મળી રહ્યો છે.લોકોનું કહેવું છે કે આ મિસ્ટ્રી ગર્લ કોઈ બીજી નહિ પરંતુ સારા અલી ખાન (Sara Ali Khan) છે.ચાલો જાણીએ આ વાત કેટલી સાચી છે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

મીડિયા રીપોર્ટસ અનુસાર શુભમન ગિલ લંડનમાં બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાનની સાથે જોવા મળ્યો હતો. બંન્ને એક રેસ્ટોરન્ટમાં સાથે જોવા મળ્યા હતા. પહેલા તો લોકોને લાગ્યું કે શુભમન ગિલ સારા તેંડુલકરની સાથે છે પરંતુ ત્યારબાદ સમાચારો મળી રહ્યા છે કે, આ છોકરીનું નામ સારા છે, પરંતુ સચિન નહિ પરંતુ સૈફ અલી ખાનની પુત્રી સારા અલી ખાન છે. આ જાણકારી સામે આવતા થોડી જ વારમાં સોશિયલ મીડિયા પર શુભમન ગિલ અને સારાના ડેટિંગના સમાચાર વાયરલ થઈ રહ્યા છે.

અહિ જુઓ વાયરલ ફોટો

ફોટોમાં સારા તેંડુલકર નહિ સારા અલી ખાન છે

આ ફોટો વાયરલ થયા બાદ લોકો શુભમનના ઈનસ્ટાગ્રામ પોસ્ટ પણ ચેક કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા ક્રિકેટરે એક પોસ્ટ કરી હતી તેમાં લખ્યું હતુ કે, તે ભવિષ્ય માટે વફાદાર છે ભૂતકાળ માટે નહીં. આ પોસ્ટને લોકો સારા તેંડુલકર સાથે જોડી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા જ સચિનની લાડલી સારા તેંડુલકર અને શુભમન ગિલના ડેટિંગના સમાચાર સામે આવ્યા હતા પરંતુ બંન્ને હજુ સુધી આ મામલે સ્પષ્ટતા કરી નથી.

શું છે વાયરલ ફોટોની સચ્ચાઈ ?

મીડિયા રીપોર્ટસ અનુસાર શુભમન હાલમાં લંડનમાં છે. જ્યાં બોલિવુડ અભિનેત્રી સારા અલી ખાન સાથે જોવા મળી રહ્યો છે. વાયરલ થયેલા ફોટોમાં બંન્ને એક રેસ્ટોરન્ટ જોવા મળી રહ્યા છે અને એકસાથે ડિનર કરી રહ્યા છે. લોકો માટે સારા અને શુભમનના આ ફોટોને જોઈ આચંકો લાગ્યો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">