વિરાટ વિશે શોએબ અખ્તરનું મોટું નિવેદન, કહ્યું: જો કોહલી મારી સામે રમ્યો હોત તો…

Shoaib Akhtar on Virat Kohli : પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે વિરાટ કોહલીને લઈને મોટું નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે વિરાટ કોહલી (Virat Kohli) હાલ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે.

વિરાટ વિશે શોએબ અખ્તરનું મોટું નિવેદન, કહ્યું: જો કોહલી મારી સામે રમ્યો હોત તો...
Shoiab Akhtar and Virat Kohli
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 11:31 PM

ક્રિકેટ જગતમાં રાવલપિંડી એક્સપ્રેસના નામથી જાણીતા પૂર્વ પાકિસ્તાની બોલર શોએબ અખ્તર (Shoaib Akhtar) એ પૂર્વ ભારતીય સુકાની વિરાટ કોહલી (Virat Kohli) વિશે મોટું નિવેદન આપ્યું છે. શોએબ અખ્તરે કહ્યું છે કે જો તે વિરાટ કોહલી સામે રમ્યો હોત તો પૂર્વ ભારતીય સુકાનીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આટલા રન ન બનાવ્યા હોત. મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં શોએબ અખ્તરે કહ્યું કે વિરાટ કોહલી (Virat Kohli) એક શાનદાર ક્રિકેટર છે. વિરાટ કોહલીએ ઘણા રન બનાવ્યા છે. પરંતુ જો હું તેની સામે રમ્યો હોત તો તે આટલા રન ન કરી શક્યો હોત. જો કે અખ્તરે કોહલીની પણ પ્રશંસા કરી હતી.

તમને જણાવી દઈએ કે આ પહેલા વિરાટ કોહલીએ શોએબ અખ્તર પર પ્રતિક્રિયા આપી હતી. વિરાટ કોહલીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો તે શોએબ અખ્તર સામે રમ્યો હોત તો તેને ઘણો આનંદ મળ્યો હોત. કારણ કે તે બેટ્સમેનોને ઘણા પડકારો રજૂ કરતો હતો.

વિરાટ કોહલી છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મથી ઝઝુમી રહ્યો છે

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં વિરાટ કોહલી ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. આ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પણ લાંબા સમયથી વિરાટ કોહલીના બેટમાંથી રન નીકળ્યા નથી. તેના બેટથી છેલ્લી સદી 2019 માં આવી હતી. 33 વર્ષીય વિરાટ કોહલીએ તમામ ફોર્મેટમાં કુલ 100 મેચમાં એક પણ સદી ફટકારી નથી.

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

IPL 2022 માં આવું રહ્યું છે કોહલીનું પ્રદર્શન

IPL 2022 માં વિરાટ કોહલીએ અત્યાર સુધી 7 મેચ રમી છે. જેમાં તેણે 19.83 ની એવરેજથી માત્ર 119 રન જ બનાવ્યા છે. અત્યાર સુધી તેનો સર્વોચ્ચ સ્કોર 48 રન રહ્યો છે અને તેણે અત્યાર સુધી 9 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા છે. ગત સિઝનમાં પણ વિરાટ કોહલીનું બેટ સારું હતું અને તેણે 15 મેચમાં 405 રન બનાવ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે વિરાટ કોહલીએ 2010 થી ગત સિઝન સુધી શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેના ફોર્મમાં પાછા ફરવાની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : IPL 2022 : DC vs PBKS: કોરોના કહેર વચ્ચે દિલ્હી કેપિટલ્સે 9 વિકેટે પંજાબ કિંગ્સને હરાવ્યું, મેચમાં બનાવ્યા આ મોટા રેકોર્ડ

આ પણ વાંચો : IPL 2022 DC VS RR: દિલ્હી અને રાજસ્થાન વચ્ચેની મેચનું સ્થળ બદલાયું, મેચ વાનખેડેમાં યોજાશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">