IND vs NZ: શિખર ધવન-શુભમન ગિલની જોડી ODIમાં સુપરહિટ,ભારતને મજબૂત શરૂઆત અપાવી

શિખર ધવને (Shikhar Dhawan)ઓકલેન્ડમાં ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વનડેમાં 77 બોલમાં 72 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે શાનદાર 13 ચોગ્ગા ફટકાર્યા હતા.

IND vs NZ: શિખર ધવન-શુભમન ગિલની જોડી ODIમાં સુપરહિટ,ભારતને મજબૂત શરૂઆત અપાવી
Shikhar Dhawan
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 25, 2022 | 11:30 AM

ન્યુઝીલેન્ડ સામેની 3 મેચની ODI સિરીઝમાં ભારતીય ટીમની આગેવાની કરી રહેલા શિખર ધવને પહેલી જ ODIમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. શુક્રવારે ઓકલેન્ડમાં રમાઈ રહેલી સિરીઝની પ્રથમ મેચમાં તેણે ચોગ્ગાનો વરસાદ કર્યો હતો. આ સાથે તેણે લિસ્ટ A ક્રિકેટમાં પોતાના 12 હજાર રન પણ પૂરા કર્યા. આ મેચ પહેલા ધવને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 11 હજાર 953 રન બનાવ્યા હતા.

1 શેર પર ટાટા કંપની ઈતિહાસનું સૌથી મોટું ડિવિડન્ડ આપશે
આજનું રાશિફળ તારીખ : 25-04-2024
IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ

ઓકલેન્ડમાં બેટ્સમેન ધવને અડધી સદી ફટકારી હતી. તેણે 63 બોલમાં પોતાના વનડે કરિયરમાં 39મી અડધી સદી ફટકારી છે. તેણે આ સાથે પોતાના 12 હજાર રન લિસ્ટ એ રન પણ પુરા કર્યા છે. ધવને 21મી ઓવરમા એડમ મિલ્ને પ્રથમ બોલ પર ચોગ્ગો ફટકારી પોતાના 50 રન પુરા કર્યા.ઓકલેન્ડમાં તેણે શુભમન ગિલ સાથે સદીની ભાગીદારી કરીને ભારતને મજબૂત શરૂઆત અપાવી હતી.

ધવન અને ગિલ વચ્ચે 124 રનની ભાગેદારી

ધવન અને ગિલે સાથે મળી ઓકલેન્ડ વનડે મેચમાં ભારતને સારી શરુઆત અપાવી હતી. બંન્ને વચ્ચે 124 રનની ભાગેદારી થઈ હતી. 24મી ઓવરના પ્રથમ બોલ પર ગિલ લૉકી ફર્ગ્યુસનનો શિકાર બન્યો હતો. ગિલની સાથે ભાગેદારી તૂટ્યા બાદ ધવનની પણ લય બગડી હતી અને 25મી ઓવરના ત્રીજા બોલ પર ટિમ સાઉદીએ તેને આઉટ કર્યો હતો. ભારતે 25મી ઓવરમાં 124 રનમાં પોતાના બંને ઓપનર ગુમાવ્યા હતા.ધવનના બેટથી છેલ્લી ODI સદી 2019માં ઓસ્ટ્રેલિયા સામે આવી હતી. ત્યારથી તે સદી માટે રાહ જોઈ રહ્યો છે.

13 મેચમાં 4 અડધી સદી ફટકારી

ગિલની વાત કરીએ તો તેમણે 65 બોલમાં 50 રન બનાવ્યા છે. ભારત માટે આ તેની 13મી મેચ હતી અને 13મી મેચમાં તેની ચોથી ફિફ્ટી છે. ટી 20 ક્રિકેટમાં ડેબ્યુની રાહ જોઈ રહેલા ગિલ વનડે ક્રિકેટમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યો છે. છેલ્લી 10 ઇનિંગ્સ તેણે 4 અડધી સદી અને એક સદી ફટકારી ચૂક્યો છે. તેના બેટમાંથી સતત રન આવી રહ્યા છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">