શિખર ધવને આખરે કેમ કેહવું પડ્યું કે મને મારી પાસેથી કંઈ છીનવાઈ જવાનો ડર નથી

શિખર ધવન (Shikhar Dhawan)ન્યુઝીલેન્ડ સામેની વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. શુક્રવારથી ત્રણ મેચોની સિરીઝ શરૂ થઈ રહી છે.

શિખર ધવને આખરે કેમ કેહવું પડ્યું કે મને મારી પાસેથી કંઈ છીનવાઈ જવાનો ડર નથી
ધવન માટે મહ્ત્વની સિરીઝ
Image Credit source: Twitter
TV9 GUJARATI

| Edited By: Nirupa Duva

Nov 24, 2022 | 1:03 PM

ભારતીય ટીમે ન્યુઝીલેન્ડને ટી20 સિરીઝમાં 1-0થી હાર આપી અને હવે વનડે સિરીઝનો વારો છે. વનડે સિરીઝની શરુઆત શુક્રવારથી થઈ રહી છે. તમને જણાવી દઈએ કે, ત્રણ મેચની આ સિરીઝ પહેલા ભારતીય કેપ્ટન શિખર ધવને મોટી વાત કહી છે. શિખર ધવને કહ્યું કે, તે કાંઈ છીનવી લેવાથી ડરતો નથી. ઘવને આ વાત ઝિમ્બાબ્વેમાં તેની વનડે કેપ્ટનશીપ છીનવી લેવાના સવાલ પર કહી છે. ધવનને હાલમાં જ ઝિમ્બાબ્વેના પ્રવાસ પર વનડે ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો પરંતુ અચનાક ટીમમાં કેએલ રાહુલની એન્ટ્રી થઈ અને ત્યારબાદ ધવન પાસેથી કેપ્ટનશિપ લઈ તેને સોંપવામાં આવી.

ધવને ઝિમ્બાબ્વેમાં કેપ્ટનશીપમાંથી દુર થયાના મુદ્દા પર કહ્યું મને કેપ્ટનશીપ છીનવી લેવાનો કોઈ ડર નથી. આપણે આ દુનિયામાં ખાલી હાથ આવ્યા અને ખાલી હાથ જશું બધું જ અહિ રહી જશે. ધવન ભલે મીડિયાની સામે આવી રીતે વાતો કરી રહ્યો હોય પરંતુ જ્યારે તેને કેપ્ટનશીપમાંથી દુર કર્યો તો સવાલો ઉઠી રહ્યા છે.

ધવન માટે મહ્ત્વની સિરીઝ

શિખર ધવન માટે ખેલાડી તરીકે સિરીઝ ખુબ મહત્વની છે. ધવનની આગામી વર્ષે યોજાનારા વર્લ્ડકપમાં પસંદગી થવી નક્કી છે. ધવન પહેલા જ ટેસ્ટ અને ટી20 ફોર્મેટમાં સિલેક્ટ ન થાય અને જો તે વનડે ફોર્મેટમાં ખરાબ પ્રદર્શન કરશે તો તેના માટે મુશ્કિલી વધી શકે છે. તમને જણાવી દઈએ કે, છેલ્લી વનડે સિરીઝમાં ધવન સાઉથ આફ્રિકા વિરુદ્ધ 3 મેચમાં 25 રન જ બનાવી શક્યો હતો. માટે ન્યુઝીલેન્ડ વનડે સિરીઝ તેની માટે મહ્તવની છે.

ધવનનો ન્યુઝીલેન્ડમાં પણ વનડે રેકોર્ડ ખરાબ છે. ખેલાડીએ અહિ 11 મેચમાં માત્ર 37.30ની સરેરાશથી 373 રન બનાવ્યા છે. આ દરમિયાન ધવનનો સ્ટ્રાઈક રેટ માત્ર 81 છે. એવામાં સ્પષ્ટ છે કે, તેના માટે ન્યુઝીલેન્ડ વનડે સિરીઝમાં રન બનાવવા આટાલ સરળ હશે નહિ.

વનડે સિરીઝમાં ન્યુઝીલેન્ડનું પલડું ભારે

શિખર ધવન અને કેન વિલિયમસને ગુરુવારે વનડે સિરીઝનું અનાવરણ કર્યું. BCCIએ બંને ટીમોના કેપ્ટનનો આ વીડિયો પોસ્ટ કર્યો છે. ટીમ ઈન્ડિયા ભલે ટી20 સીરીઝ જીતી ગઈ હોય પરંતુ વનડે સીરીઝમાં કીવી ટીમનો દબદબો છે. છેલ્લા પ્રવાસમાં ન્યુઝીલેન્ડે તેના ઘરઆંગણે ભારતને 3-0થી ક્લીન સ્વીપ કર્યું હતું.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati