ક્રિકેટ ઈતિહાસનો સૌથી પ્રભાવશાળી સ્પિનર શેન વોર્ન (Shane Warne No More) હવે આ દુનિયામાં નથી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ (Australian Cricket) ના આ મહાન બોલરનું 52 વર્ષની વયે નિધન થયું છે. શુક્રવાર, 4 માર્ચે વોર્ને થાઈલેન્ડમાં તેના વિલામાં અંતિમ શ્વાસ લીધા. 1992માં પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની શરૂઆત કરનાર વોર્નને ઘણી ઓળખ બનાવવામાં વધુ સમય લાગ્યો ન હતો અને એકવાર તેમનું નામ જીભ પર આવી ગયું તો તે અંત સુધી રહ્યુ. માત્ર પ્રસિદ્ધિ જ નહીં, પરંતુ મેદાન પર પોતાના શાનદાર પ્રદર્શનથી શેન વોર્ને પણ પોતાનું નસીબ ચમકાવ્યું અને ઘણી કમાણી કરી. ભારતીય ખેલાડીઓની બહાર, તેઓ એવા કેટલાક ક્રિકેટરોમાંના એક હતા જેમની બ્રાન્ડ વેલ્યુ જંગી હતી. ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધા પછી પણ તેમની બ્રાન્ડ વેલ્યુ ચાલુ રહી અને તેમણે ખૂબ સંપત્તિ (Shane Warne’s Net Worth) કમાવી હતી.
લગભગ 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પછી, વોર્ને ઘણા વર્ષો સુધી ફ્રેન્ચાઇઝી ક્રિકેટ પણ રમી અને કોચિંગ અને કોમેન્ટ્રીમાં પણ જોડાવાનું ચાલુ રાખ્યું. નિવૃત્તિ પછી, તેઓ ક્રિકેટ નિષ્ણાત તરીકે ઘણી મોટી સ્પોર્ટ્સ ચેનલો સાથે સંકળાયેલા હતા અને તેમાંથી ઘણી કમાણી કરી હતી. આટલું જ નહીં, શેન વોર્ને ઘણી પ્રોડક્ટ્સની જાહેરાત પણ કરી છે અને અલગ-અલગ બિઝનેસમાં સામેલ થયા હતા. જેમાં ‘જીન’ બ્રાન્ડ ‘સેવન ઝીરો એઈટ’નો સમાવેશ થાય છે, જેનું નામ તેની 708 ટેસ્ટ વિકેટના નામ પરથી રાખવામાં આવ્યું છે.
આ બધા સાથે સંકળાયેલા હોવાને કારણે વોર્ન પાસે કમાણીનાં ઘણા સાધનો હતા અને આ જ કારણ છે કે તેની પાસે ખૂબ સંપત્તિ પણ હતી. જો આપણે શેન વોર્નની નેટવર્થની વાત કરીએ તો સેલિબ્રિટી અર્નિંગ ઈન્ફોર્મેશન આપી રહેલ ‘સેલિબ્રિટી નેટ વર્થ’ અનુસાર, મહાન ઓસ્ટ્રેલિયન સ્પિનરની કુલ સંપત્તિ લગભગ $50 મિલિયન એટલે કે 381.86 કરોડ રૂપિયા હતી. તેણે આ સંપત્તિ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમમાં રમવા, IPLમાં રમવા, કોમેન્ટ્રી પ્રોજેક્ટ્સ અને તેની જિન બ્રાન્ડ સહિત અન્ય ઘણા સ્ત્રોતોમાંથી કમાઇ હતી.
145 ટેસ્ટ મેચમાં 708 વિકેટ સાથે વિશ્વના સૌથી સફળ બોલરોમાંના એક શેન વોર્ને ઓસ્ટ્રેલિયા સાથે 1999નો વર્લ્ડ કપ પણ જીત્યો હતો. તેણે ફાઇનલમાં પાકિસ્તાન સામે 3 વિકેટ ઝડપી અને પ્લેયર ઓફ ધ મેચ બન્યો. આ સિવાય તેણે ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં સૌથી વધુ 195 વિકેટ લઈને ઘણી વખત ઓસ્ટ્રેલિયાને એશિઝ શ્રેણી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.