ઝડપની મજા, ‘રોકડા’ ની સજા! હાઈવે પર ઓવર સ્પિડ કાર હોઈ શાહિદ આફ્રિદીના હાથમાં પોલીસે મેમો પકડાવી દીધો

હાઈવે પર નિર્ધારિત કરેલી ઝડપ કરતા વધારે ગતિથી કાર હંકારીને શાહિદ આફ્રિદી (Shahid Afridi) લાહોર થી કરાંચી જઈ રહ્યો હતો, આ દરમિયાન પોલીસે તેની કારને રોકી લીધી હતી. પોલીસે જોકે તેને છોડવાને બદલે ચલણનો દંડ રોકડામાંજ વસૂલ કરી લીધો હતો.

ઝડપની મજા, 'રોકડા' ની સજા!  હાઈવે પર ઓવર સ્પિડ કાર હોઈ શાહિદ આફ્રિદીના હાથમાં પોલીસે મેમો પકડાવી દીધો
Shahid Afridi ઝડપાયા બાદ હવે અલગ સૂર ગાઈ રહ્યો છે
TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Jun 29, 2022 | 9:48 AM

આમ તો પાકિસ્તાન (Pakistan) નો વિકાસ અને પાકિસ્તાનની સ્થિતી બંને ખાડે ગયેલા છે, આવી સ્થિતીમાં સહેજ થોડોક સારો રોડ જોઈ લેતા જ જાણે કે કારની ઝડપ વધારી દેવાનુ મન થઈ આવતુ હશે. પાકિસ્તાન નેશનલ હાઈવે મોટર પોલીસે આવી જ રીતે કાર હંકારી રહેલા પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી (Shahid Afridi) ને ઝડપ્યો હતો. આફ્રિદી લાહોર થી કરાંચી તરફ જઈ રહ્યો હતો એ દરમિયાન તેણે કારને પૂરપાટ હંકારે રાખી હતી. નેશનલ હાઈવે (National Highway) પર રહેલી પોલીસ ટીમે તેની ઝડપી કારને રોકાવી દીધી હતી. તો કારમાં આફ્રિદી હોવાનુ જણાયુ હતુ, પરંતુ પોલીસે તેના હાથમાં ચલણ પકડાવી દીધુ હતુ અને હાઈવે પર નિર્ધારિત ઝડપથી જ વાહન હંકારવાની શીખ પણ આપી દીધી હતી. તો જવાબમાં હવે પોતાની ઓવર સ્પિડની ગતિ મુજબ હાઈવેની ગતિ મર્યાદા વધારવા માટે અપિલ કરી દીધી છે.

વાત જાણે એમ છે કે, પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદી પોતાના કામે લાહોર થી કરાંચી તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન તેની કારને હાઈવે પોલીસે રોકી લીધી હતી. પૂરપાટ જતી કારને રોકીને પોલીસે કારના ચાલક અને કારના માલિકની ઓળખ ચકાસવાની શરુઆત કરી હતી. તો વળી કારમાં શાહિદ આફ્રિદી હોવાનુ પોલીસને જણાયુ હતુ. જોકે શાહિદ આફ્રિદીને કોઈ જ વિશેષ સુવિધાના બદલે કારની ઝડપને લઈ દંડ ફટકારી દેવામાં આવ્યો હતો.

આફ્રિદીની કાર હાઈવે પર ઓવર સ્પિડ હતી. જેના માટે જ હાઈવે મોટર પોલીસ ટીમ દ્વારા તેને રોકવામાં આવી હતી. હાઈવે પર લાગેલા સ્પિડોમીટર્સમાં તેની કારની ગતિ અંકાઈ હતી જેથી પોલીસે તેને અટકાવી હતી. પાકિસ્તાની રુપિયા મુજબ 1500 ની રકમનો મેમો આપવામાં આવ્યો હતો. સાથે સાથે આફ્રિદીને એ વાત પણ સમજાવી દેવામાં આવી હતી કે, હાઈવે પર કેટલી ગતિમાં કાર હંકારી શકાય અને કાયદાનુ પાલન કરવુ.

ઝડપી ગતિએ પકડાયો તો હવે સ્પિડ લીમીટ વધારવા માંગ કરી

આમ તો પાકિસ્તાનના મોટા ભાગના રસ્તાઓના હાલ કેવા હશે એ તો અંદાજ લગાવી શકાય એમ જ છે. હાલમાં લાહોર થી કરાંચી વચ્ચેનો હાઈવે પ્રમાણમાં સારો હોવાનુ શાહિદ આફ્રિદીના દાવા પરથી મનાઈ રહ્યુ છે. કારણ કે આફ્રિદીએ દંડ ભર્યા બાદ હવે હાઈવેની ઝડપને વધારવાની માંગ કરી છે. એક તો ઓવર સ્પિડમાં ઝડપાયો અને હવે હાઈવેની ગતિ જ તેની ગતિને અનુરુપ કરી દેવા માટે સરકારને કહી રહ્યો છે. આ માટે કારણ દર્શાવ્યુ છે કે હાઈવે પ્રમાણમાં સારો છે. તેણે એક ટ્વીટ કરીને આ અપિલ કરી છે, કે નેશનલ હાઈવે પરની ઝડપ 120 કીમી પ્રતિ કલાકની રાખવી જોઈએ.

પોલીસની કાર્યવાહીને લઈ અંતે આફ્રિદીએ પોલીસને વ્યવાહરને પ્રોફેશનલ અને યોગ્ય હોવાનુ કહી વખાણી હતી. કારણ કે તેને તેની બેદરકારીનો દંડ મળી ગયો હતો અને તે ભૂલ સત્તાવાર રીતે લખાઈ ચૂકી હતી. જેથી સ્થિતી પામી જઈને તેણે કાર્યવાહીને યોગ્ય લેખાવવા પ્રયાસ કર્યો હતો.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati