લગ્નના બીજા જ દિવસે નારાજ થઈ ગયો શાહીન આફ્રિદી, પત્નીની તસવીર બની કારણ

પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન આફ્રિદીએ (Shaheen Afridi) 3 ફેબ્રુઆરીએ શાહિદ આફ્રિદીની પુત્રી અંશા સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્નના બીજા જ દિવસે તે ખૂબ જ ગુસ્સામાં જોવા મળે છે.

લગ્નના બીજા જ દિવસે નારાજ થઈ ગયો શાહીન આફ્રિદી, પત્નીની તસવીર બની કારણ
Shaheen AfridiImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 10:02 PM

પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ 3 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદીની પુત્રી અંશાને શાહિને પોતાની પાર્ટનર બનાવી હતી. આ અવસર અનેક દિગ્ગજ ખેલાડીઓ હાજર રહ્યા હતા. બધાએ શાહીન અને અંશાને અભિનંદન પાઠવ્યા. પરંતુ તેના લગ્નના એક દિવસ પછી જ શાહીન આફ્રિદી ખૂબ જ ગુસ્સે થઈ ગયો છે અને તેને આ વાત સોશિયલ મીડિયા પર પણ વ્યક્ત કરી છે. આફ્રિદીએ કહ્યું કે લોકો તેની પ્રાઈવસીનું સન્માન કરતા નથી અને તેનાથી તેને ઘણું દુ:ખ થયું છે.

શાહીન આફ્રિદીએ ટ્વીટ કરીને લખ્યું, ‘તે ખૂબ જ નિરાશાજનક છે કે ઘણી વધુ વારંવાર વિનંતી કરવા છતાં, અમારી પ્રાઈવસીને ઠેસ પહોંચી અને લોકો તેમના ગુનાને જાણીને આગળ શેયર કરતા રહ્યા. હું ફરીથી દરેકને વિનમ્રતાપૂર્વક વિનંતી કરું છું કે કૃપા કરીને અમને સહયોગ આપો અને અમારા યાદગાર મોટા દિવસને બગાડવાનો પ્રયાસ કરશો નહીં.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

શાહીનની પત્નીની તસવીર થઈ વાયરલ

તમને જણાવી દઈએ કે શાહીન આફ્રિદીની પત્ની અંશાની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. હવે સવાલ એ છે કે આ તસવીરો કોણે લીક કરી? આ તસવીરો લીક કરનાર વ્યક્તિ શાહીનનો મહેમાન જ છે. શાહિને જેને લગ્નમાં બોલાવ્યા હતા તેમાંથી કેટલાક લોકોએ આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો. ફેન્સ પણ શાહીનને આ જ વાત કહી રહ્યા છે.

આ પણ વાંચો: પાકિસ્તાની ખેલાડીને ઉમરાન મલિકની ઈર્ષા થઈ આવી, કહ્યુ-આવા તો અમારા ત્યાં ઢગલો છે

શાહિને શેયર કરી લગ્નની તસવીર

તમને જણાવી દઈએ કે શાહીને પોતે જ પોતાના લગ્નની તસવીર શેયર કરી હતી, પરંતુ તેમાં તેની પત્ની અંશાનો ચહેરો ઢંકાયેલો હતો. શાહિને સોશિયલ મીડિયા પર લગ્નનો ફોટો પોસ્ટ કરતા લખ્યું, ‘ઉપરવાળો દયાળુ છે. શુભકામનાઓ માટે અને અમારા ખાસ દિવસને વધુ સારો બનાવવા બદલ આપ સૌનો ધન્યવાદ.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">