આવતીકાલ ગુરુવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ટેસ્ટ સિરીઝની શરુઆત થનારી છે. હાલમા સૂર્યકુમાર અને શુભમન ગિલ બંને શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. બંને અંતિમ ઈલેવન માટે દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
વિશ્વભરના ક્રિકેટ ચાહકો લાંબા સમયથી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની તારીખોની રાહ જોઈ રહ્યા છે. આ મોટી મેચ ઈંગ્લેન્ડના ઓવલ મેદાન પર રમાશે. ICCએ બુધવારે તારીખોની જાહેરાત કરી છે. તમને જણાવી દઈએ કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ જૂનના પહેલા સપ્તાહમાં રમાશે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની શરૂઆત 1996માં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે થઈ હતી અને ત્યારથી અત્યાર સુધીમાં 11 ખેલાડીઓએ 15 કોઈના કોઈ સિરીઝમાં સૌથી વધુ રન બનાવ્યા છે.
આવતીકાલે ગુરુવારથી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની શરુઆત થઈ રહી છે. સિરીઝમાં ચેતેશ્વર પુજારા ઓસ્ટ્રેલિયન ટીમ માટે મોટી સમસ્યા બની શકે છે, કાંગારુઓ સામે જબરદસ્ત સરેરાશ ધરાવે છે સૌરાષ્ટ્રનો આ ખેલાડી.
Happy Birthday Mohammad Azharuddin: ઓસ્ટ્રેલિયા સામેની દિલ્લીમાં રમાયેલી વિશ્વકપની એ મેચમાં તેણે ઝડપેલો કેચ અઝહર જીવનભર નહીં ભુલી શકે, એ કેચ તેના માટે શિકાર નહીં પણ શિકારી બનીને આવ્યો હતો.
જૂનાગઢથી આવતા અને વડોદરાની સિનીયર ટીમમાં રમતો મહેશ પિઠીયા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ટીમના ખેલાડીઓને સ્પિન બોલિંગ વડે તેયારીમાં મદદ કરી રહ્યો છે. મહેશ નાગપુરમાં અશ્વિનને મળ્યો હતો અને આશિર્વાદ મેળવ્યા હતા.