Run Out Controversy: અંગ્રેજ કેપ્ટન નાઈટે ચેતવણી આપવાની દિપ્તી શર્માની વાતને ખોટી ગણાવી, ટ્વીટ કરી કહ્યુ આમ

ભારતીય મહિલા ટીમે (Indian Women Cricket Team) હાલમાં જ ત્રીજી વનડેમાં ઈંગ્લેન્ડને હરાવ્યું હતું પરંતુ આ મેચમાં દીપ્તિ શર્મા (Deepti Sharma) નો રનઆઉટ વિવાદનો વિષય બન્યો હતો.

Run Out Controversy: અંગ્રેજ કેપ્ટન નાઈટે ચેતવણી આપવાની દિપ્તી શર્માની વાતને ખોટી ગણાવી, ટ્વીટ કરી કહ્યુ આમ
Heather Kinght ભારતીય ટીમને ખોટુ બોલી રહ્યાનુ ગણાવી રહી છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 26, 2022 | 8:27 PM

ઈંગ્લેન્ડની મહિલા ક્રિકેટ ટીમ (England Women Cricket Team) ની કેપ્ટન હીથર નાઈટે (Heather Kinght) ભારતીય બોલર દીપ્તિ શર્માના એ નિવેદનને નકારી કાઢ્યું છે કે ચાર્લી ડીન ને રન આઉટ થતા પહેલા ચેતવણી આપવામાં આવી હતી. નાઈટ કહે છે કે આવું થયું નથી અને દીપ્તિ શર્મા (Deepti Sharma) ખોટું બોલી રહી છે. જોકે, તેણે નોન-સ્ટ્રાઈકર છેડા પર રનઆઉટ કરવા માટે દીપ્તિને દોષિત ઠેરવી નહોતી.

દીપ્તિએ શનિવારે રમાયેલી ત્રીજી અને અંતિમ મેચમાં 44મી ઓવરમાં નોન-સ્ટ્રાઈકર છેડે ઊભેલ ઈંગ્લીશ બેટર ડીનને રનઆઉટ કરી દીધી હતી. તેણે જોયું હતું કે બોલ ફેંકતા પહેલા ડીન ક્રિઝમાંથી બહાર નિકળી જાય છે અને આવી સ્થિતિમાં તેણે તેને રન આઉટ કરી દીધી હતી. આ પછી તેના પર ઘણો વિવાદ થયો હતો અને કોઈએ તેને રમતની ભાવના વિરુદ્ધ કહ્યું હતું, તો કોઈએ કહ્યું હતું કે આ નિયમ છે, તેથી કંઈ ખોટું નથી.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

સાબિત કરવાની જરૂર નથી

નાઈટે એમ પણ કહ્યું છે કે ભારતીય ટીમે જે કર્યું તે યોગ્ય હતું અને તેથી તેણે પોતાને સાબિત કરવાની જરૂર નથી. નાઈટે આ મામલે બે ટ્વિટમાં લખ્યું કે, “મેચ પૂરી થઈ ગઈ હતી. ચાર્લી યોગ્ય રીતે આઉટ હતી. ભારતીય ટીમ મેચ અને શ્રેણી જીતવાની હકદાર હતી. પરંતુ કોઈ ચેતવણી આપવામાં આવી ન હતી. તેમને આપવાની જરૂર નહોતી. આનાથી આઉટને ઓછું યોગ્ય નહીં થઈ જાય. પરંતુ રન આઉટના નિર્ણયથી સહજ હતા તો, ભારતે ચેતવણી આપવાનુ જૂઠું બોલીને તેને યોગ્ય ઠેરવવાની જરૂર નથી.”

દીપ્તીએ આ વાત કહી

ભારત પરત ફર્યા બાદ પત્રકારો સાથે વાત કરતા દીપ્તિએ કહ્યું હતું કે તેણે જે કર્યું તે નિયમો અનુસાર કરવામાં આવ્યું હતું અને તે પહેલા તેણે ઈંગ્લેન્ડને ચેતવણી પણ આપી હતી. તેણે કહ્યું, “આ અમારો પ્લાન હતો કારણ કે તે સતત આ કરી રહી હતી. અમે તેમને ચેતવણી પણ આપી હતી. તેથી જ અમે તે નિયમો અનુસાર કર્યું છે.”

ભારતે આ મેચ જીતી હતી અને આ મેચ ભારતની સૌથી સફળ બોલરોમાંથી એક ઝુલન ગોસ્વામીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીની છેલ્લી મેચ હતી. ભારતે મેચની સાથે સાથે શ્રેણી પણ કબજે કરી લીધી હતી. ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર પણ દીપ્તિના બચાવમાં આવી હતી અને તેણે કહ્યું હતું કે દીપ્તિએ જે પણ કર્યું તે નિયમો અનુસાર કર્યું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">