RR vs RCB Highlights, IPL 2021: મેક્સવેલના અર્ધશતકે બેંગ્લોરને જીત અપાવી, 7 વિકેટે RCB ની જીત

| Updated on: Sep 29, 2021 | 11:07 PM

RR vs RCB Highlights in Gujarati: IPL 2021 પોઈન્ટ ટેલીમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર હાલમાં ત્રીજા નંબરે છે. જ્યારે રાજસ્થાન રોયલ્સ 7 મા ક્રમે છે.

RR vs RCB Highlights, IPL 2021: મેક્સવેલના અર્ધશતકે બેંગ્લોરને જીત અપાવી, 7 વિકેટે RCB ની જીત
RR vs RCB Live Score

IPL 2021 માં બુધવારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ની ટીમો સામસામે થઇ હતી. આ મેચ દુબઈમાં રમાઈ હતી. આજની મેચમાં જીત બંને ટીમો માટે મહત્વની હતી. કારણ કે હજુ સુધી કોઈની પ્લેઓફ બર્થ કન્ફર્મ નથી. હાર અને જીત સમીકરણોને વધુ ખરાબ અને ખરાબ બનાવી શકે છે.

રાજસ્થાનને તેમની છેલ્લી મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ચેલેન્જર્સ અગાઉની મેચ જીત્યા બાદ બુધવારે મેદાનમાં ઉતર્યા હતા. જેમાં પણ ફરી એકવાર રાજસ્થાન રોયલ્સે હાર સહન કરવી પડી હતી. મેક્સવેલે શાનદાર અર્ધશતક લગાવ્યુ હતુ. શેખર ભરત અને મેક્સવેલે આરસીબીની જીત લખતી રમત રમી હતી. ભરત જોકે 44 રન નો સ્કોર કરીને આઉટ થયો હતો. પરંતુ મેક્સવેલે તેની ધમાલ જારી રાખી જીત સુધી અણનમ રહ્યો હતો.

LIVE Cricket Score & Updates

The liveblog has ended.
  • 29 Sep 2021 10:57 PM (IST)

    ભરત આઉટ, બેંગ્લોરની ત્રીજી વિકેટ

    રાજસ્થાને એસ ભરતને આઉટ કરીને ત્રીજી સફળતા હાંસલ કરી છે. ભરત 44 રનના વ્યક્તિગત સ્કોર પર મુસ્તફિઝુરનો શિકાર બન્યો હતો. આ સાથે 16 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 3 વિકેટે 127 થયો છે.

  • 29 Sep 2021 10:51 PM (IST)

    જીત તરફ RCB

    બેંગ્લોર ની ટીમ રાજસ્થાન સામે જીત તરફ આગળ વધી રહી છે. 15 ઓવર બાદ તેનો સ્કોર 2 વિકેટે 123 થયો છે. સાકરીયાની ઓવરમાં પ્રથમ બોલ પર જ મેક્સવેલે ચોગ્ગો લગાવ્યો હતો.

  • 29 Sep 2021 10:44 PM (IST)

    14 મી ઓવરમાં 9 રન

    એક ચોગ્ગા સાથે નવમી ઓવરમાં 9 રન મળ્યા હતા. આ સાથે જ આરસીબીનો સ્કોર 115 રન થયો હતો.

  • 29 Sep 2021 10:38 PM (IST)

    12મી ઓવરમાં 9 રન મળ્યા

    બેંગ્લોરે 12 મી ઓવરમાં 9 રન બનાવ્યા હતા. લોમરોરે આ ઓવર કરી હતી. આ 9 રન સાથે 12 ઓવર બાદ બેંગ્લોરનો સ્કોર 2 વિકેટે 95 થઈ ગયો છે. બેંગ્લોરની ટીમ હવે વિજયથી 55 રન દૂર છે.

  • 29 Sep 2021 10:35 PM (IST)

    ચોગ્ગા સાથે 11 મી ઓવર સમાપ્ત

    બેંગ્લોરના બેટ્સમેનોએ 11 મી ઓવરનો અંત એક ચોગ્ગા સાથે કર્યો હતો. આ ઓવર તેવટિયાએ ફેંકી હતી, જેનો છેલ્લો બોલ ચોગ્ગો ફટકાર્યો હતો. આ સાથે આ ઓવરમાં 7 રન આવ્યા. આ 7 રનની સાથે બેંગ્લોરનો સ્કોર 2 વિકેટે 86 થયો છે.

  • 29 Sep 2021 10:30 PM (IST)

    10 ઓવરના અંતે બેંગ્લોર 79/2

    બેંગ્લોરે 10 ઓવર બાદ 2 વિકેટે 79 રન બનાવ્યા હતા. હાલમાં મેક્સવેલ અને ભરત ક્રિઝ પર ઉભા છે. આ પહેલા વિરાટ અને પડિક્કલે ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. બંનેએ પ્રથમ 5 ઓવરમાં 48 રન બનાવ્યા હતા.

  • 29 Sep 2021 10:29 PM (IST)

    મેક્સવેલને બે વાર જીવતદાન

    બેંગલોરે 9 ઓવર બાદ 2 વિકેટે 75 રન બનાવ્યા હતા. આ ઓવર કાર્તિક ત્યાગીએ ફેંકી હતી. આ ઓવરમાં મેક્સવેલ 2 વખત આઉટ થતા બચી ગયો. તેને કાર્તિક ત્યાગીની આ ઓવરના ચોથા અને પાંચમા બોલ પર આ બંને જીવન દાન મળ્યું.

  • 29 Sep 2021 10:17 PM (IST)

    ઝડપી શરુઆત બાદ ધીમુ પડ્યુ બેંગ્લોર

    બેંગ્લોરની ટીમ રાજસ્થાન સામે ઝડપી શરૂઆત બાદ બેકફૂટ પર હોય તેવું લાગે છે. બેંગ્લોરના બંને ઓપનર હવે ડગઆઉટમાં પરત ફર્યા છે. પડિક્કલ પછી રાજસ્થાનએ પણ વિરાટ કોહલીની મોટી વિકેટ ગુમાવી છે, જે 25 રન કર્યા બાદ આઉટ થયો હતો.

  • 29 Sep 2021 10:11 PM (IST)

    પાવર પ્લેમાં બેંગ્લોરના 54 રન

    બેંગ્લોરની ઇનિંગ્સનો પાવરપ્લે પૂરો થયો. પાવરપ્લેમાં બેંગ્લોરે 1 વિકેટ માટે 54 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી 23 રને અણનમ છે. જ્યારે પડિક્કલ 22 રન બનાવી આઉટ થયો હતો. હવે એસ ભરત કોહલીને સપોર્ટ કરવા માટે ક્રિઝ પર આવ્યો છે.

  • 29 Sep 2021 10:04 PM (IST)

    રાજસ્થાનને પ્રથમ સફળતા

    ડાબા હાથના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાને રાજસ્થાનને પ્રથમ સફળતા અપાવી હતી. તેણે આ સફળતા દેવદત્ત પડિક્કલને આઉટ કરીને મેળવી હતી.

  • 29 Sep 2021 09:57 PM (IST)

    RCB એ 10 રન રેટ સાથે 4 ઓવર ખતમ કરી

    બેંગ્લોરની ટીમ 10 ના રન રેટ સાથે રન બનાવી રહી છે. વિરાટ અને પદિકલે રાજસ્થાનના બોલરો સામે ઝડપી શરૂઆત કરી છે. મુસ્તફિઝુરે ચોથી ઓવર ફેંકી હતી, જેમાં 2 ચોગ્ગા સાથે કુલ 10 રન આવ્યા હતા.

  • 29 Sep 2021 09:52 PM (IST)

    પ્રથમ 3 ઓવરમાં RCB નો સ્કોર 30 રન, કેચ ડ્રોપ

    ચેતન સાકરિયાએ ત્રીજી ઓવર કરી હતી. જેને ક્રિસ મોરિસના બદલે લાવવામાં આવ્યો હતો. તેણે ઓવર કસીને કરી હતી. આ ઓવરમાં તેણે માત્ર 3 રન આપ્યા હતા. આ દરમ્યાન પડિક્કલની વિકેટ ઝડપવાનો મોકો બનાવ્યો હતો. જોકે તેનો કેચ કિપર સેમસને છોડ્યો હતો.

  • 29 Sep 2021 09:47 PM (IST)

    બીજી ઓવરમાં 2 ચોગ્ગા સાથે 14 રન

    રાજસ્થાન રોયલ્સ તરફ થી કાર્તિક ત્યાગી ઇનીંગની બીજી ઓવર લઇને આવ્યો હતો. તેની ઓવરમાં 2 ચોગ્ગા મળ્યા હતાં. તેની ઓવરના પ્રથમ બોલ વાઇડ જતા તેની પર 3 રન મળ્યા હતા. આમ 14 રન ઓવરમા આરસીબીએ મેળવ્યા હતા.

  • 29 Sep 2021 09:41 PM (IST)

    કોહલીની 3 ચોગ્ગા સાથે શરૂઆત

    રાજસ્થાન રોયલ્સ તરફ થી બોલીંગની આગેવાની ક્રિસ મોરિસે કરી હતી. તેની ઓવરમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી એ 3 ચોગ્ગા લગાવ્યા હતા. આમ પ્રથમ ઓવરમાં બેંગ્લોરના ખાતામાં 12 રન જમા થયા હતા.

  • 29 Sep 2021 09:24 PM (IST)

    હર્ષલ હેટ્રિક ચૂકયો, રાજસ્થાનનો સ્કોર - 149/9 (20 ઓવર)

    હર્ષલ પટેલે રાજસ્થાનની ઇનિંગની છેલ્લી ઓવરમાં 2 બોલમાં 2 વિકેટ લીધી હતી. જોકે, તે અહીં હેટ્રિક ચૂકી ગયો હતો. પરંતુ છેલ્લા બોલ પર ત્રીજી વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. રાજસ્થાને 20 ઓવર બાદ મેચમાં 8 વિકેટે 149 રન બનાવ્યા હતા અને બેંગ્લોર સામે જીત માટે 150 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

  • 29 Sep 2021 09:17 PM (IST)

    હર્ષલ પટેલની સળંગ 2 વિકેટ, પરાગ અને મોરિસ આઉટ

  • 29 Sep 2021 09:13 PM (IST)

    19 મી ઓવર સમાપ્ત, RR નો સ્કોર 146/6

    રાજસ્થાને 19 ઓવર બાદ 6 વિકેટ પર 146 રન બનાવ્યા છે. સિરાજે 19 મી ઓવર ફેંકી હતી, જેમાં 9 ચોગ્ગા સાથે 9 રન આવ્યા હતા. મોરિસ 14 રન અને પરાગ 9 રન કર્યા બાદ ક્રિઝ પર ઉભો છે. હવે વધુ એક ઓવરની રમત બાકી છે.

  • 29 Sep 2021 09:09 PM (IST)

    18મી ઓવર ના અંતે રાજસ્થાન

    રાજસ્થાનની ઇનિંગ્સની 18 ઓવર પૂરી થઈ ગઈ છે. તેણે 6 વિકેટ માટે 137 રન બનાવ્યા છે. હર્ષલ પટેલે આ ઓવર કરી હતી, જેમાં રાજસ્થાને 1 ફોર સાથે 8 રન બનાવ્યા હતા. અત્યારે ક્રિસ મોરિસ અને રિયાન પરાગની જોડી ક્રિઝ પર છે.

  • 29 Sep 2021 09:01 PM (IST)

    છઠ્ઠી વિકેટ, સારી શરુઆત બાદ મધ્યમક્રમે મુશ્કેલી સર્જી

    બેંગલોર સામે રાજસ્થાનની શરૂઆત સારી રહી હતી. પરંતુ મધ્યમ ક્રમના બેટ્સમેનો તેને જાળવી શક્યા ન હતા. પ્રથમ 10 ઓવરમાં 100 રન બનાવનાર રાજસ્થાને 17 મી ઓવર સુધીમાં 6 વિકેટ ગુમાવી દીધી હતી. અને તેના સ્કોર બોર્ડ પર આ ઓવર પછી માત્ર 129 રન જ બન્યા હતા. રાજસ્થાનની છઠ્ઠી વિકેટ લિવિંગ્સ્ટોન તરીકે ગુમાવી, જેને ચહલે આઉટ કર્યો.

  • 29 Sep 2021 08:52 PM (IST)

    તેવટીયા આઉટ, ઓવર વિકેટથી શરૂ થઇ, વિકેટ પર સમાપ્ત થઇ

    બેંગલુરુના બોલર શાહબાઝ અહમદે રાજસ્થાનની ઇનિંગની 14 મી ઓવરની શરૂઆત વિકેટથી કરી હતી અને વિકેટ પર સમાપ્ત થઈ હતી. તેણે પહેલા જ બોલ પર સેમસનને આઉટ કર્યો. અને છેલ્લા બોલ પર રાહુલ તેવાટિયા ચાલ્યો ગયો હતો. 14 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 5 વિકેટે 117 છે.

  • 29 Sep 2021 08:49 PM (IST)

    સેમસન ડગઆઉટ પરત ફર્યો

    14 મી ઓવરમાં, વિરાટ કોહલીએ શાહબાઝને બોલિંગ પર લગાવ્યો હતો, જેણે તેના પ્રથમ બોલ પર સંજુ સેમસનને ચાલતો કર્યો હતો. 19 રન બનાવ્યા બાદ સેમસનને આઉટ કર્યો હતો.

  • 29 Sep 2021 08:43 PM (IST)

    ચહલે બેંગ્લોરને ત્રીજી સફળતા અપાવી

    યુઝવેન્દ્ર ચહલે લોમરોરને આઉટ કરીને રાજસ્થાનને ત્રીજો ઝટકો આપ્યો છે. આમ 13 ઓવર પછી, રાજસ્થાને 3 વિકેટે 113 રન બનાવ્યા છે. લોમરોર માત્ર 3 રન કર્યા બાદ ક્લિન બોલ્ડ થયો હતો. તે પોતાની ઓવરના 5 માં બોલ પર લોમરોર દ્વારા આઉટ થયો હતો.

  • 29 Sep 2021 08:33 PM (IST)

    લેવિસ આઉટ, પ્રથમ બોલ પર વિકેટ, છેલ્લા બોલ પર સિક્સ

    રાજસ્થાને 12 ઓવર બાદ 2 વિકેટે 109 રન બનાવ્યા હતા. જ્યોર્જ ગાર્ટેને આ ઓવર નાંખી હતી. તેની ઓવરના પહેલા બોલ પર એવિન લુઈસની મોટી વિકેટ પડી અને છેલ્લા બોલ પર કેપ્ટન સંજુ સેમસને મોટી છગ્ગો ફટકાર્યો.

  • 29 Sep 2021 08:32 PM (IST)

    રાજસ્થાનના 100 પૂરા

    રાજસ્થાન રોયલ્સે 11 ઓવર રમ્યા બાદ પોતાના 100 રન પૂરા કર્યા છે. આ દરમિયાન તેણે માત્ર 1 વિકેટ ગુમાવી છે. યુઝવેન્દ્ર ચહલે 11 મી ઓવર ફેંકી, કુલ 9 રન લાવ્યા.

  • 29 Sep 2021 08:28 PM (IST)

    લેવિસની અડધી સદી, રમતની 10મી ઓવર સમાપ્ત

    આઇપીએલમાં ઇવિન લુઇસે પોતાની ત્રીજી અર્ધસદી પૂરી કરી છે. તેણે આ અડધી સદી 31 બોલમાં પૂરી કરી હતી. લુઇસે ચોગ્ગા સાથે પોતાની ત્રીજી અડધી સદી માટે સ્ક્રિપ્ટ લખી હતી. આ ઓવરમાં કુલ 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આ રીતે 10 ઓવર બાદ રાજસ્થાનનો સ્કોર 1 વિકેટે 91 થઈ ગયો છે.

  • 29 Sep 2021 08:17 PM (IST)

    જયસ્વાલ આઉટ, રાજસ્થાનને પ્રથમ ઝટકો

    રાજસ્થાનને પહેલો ઝટકો 9 મી ઓવરમાં મળ્યો હતો. ડેનિયલ ક્રિશ્ચિયને યશસ્વી જયસ્વાલને સિરાજે કેચ કરાવીને આ સફળતા અપાવી હતી. યશસ્વી 31 રન બનાવી આઉટ થયો હતો. યશસ્વી અને લેવિસે શરૂઆતની વિકેટ માટે 77 રનની ભાગીદારી કરી હતી. રાજસ્થાને 9 મી ઓવરમાં 10 રન બનાવ્યા હતા. આ રીતે રાજસ્થાનનો સ્કોર 1 વિકેટ માટે 81 રન થયો.

  • 29 Sep 2021 08:16 PM (IST)

    IPL 2021 પાવરપ્લેમાં બેંગ્લોરના બોલરોનું પ્રદર્શન

    આઈપીએલ 2021 પાવરપ્લેમાં બેંગ્લોરના બોલરોનું પ્રદર્શન પ્રથમ ચાર મેચ બાદ નબળું રહ્યું છે. પ્રથમ 4 મેચમાં RCB બોલરે પાવરપ્લેમાં 7 વિકેટ લીધી હતી. સાથે જ આગામી 6 મેચમાં તે માત્ર 3 વિકેટ જ મેળવી શક્યો છે.

  • 29 Sep 2021 08:15 PM (IST)

    વિરાટે બોલર બદલ્યો પણ રાજસ્થાનનો મિજાજ એ જ રહ્યો

    પાવરપ્લે બાદ વિરાટ કોહલીએ 7 મી ઓવરમાં ડેનિયલ ક્રિશ્ચિયનને આક્રમણ પર મુક્યો હતો. પરંતુ રાજસ્થાનના બેટ્સમેનોના તોફાની મૂડ પર તેની કોઈ અસર થઈ નથી. રાજસ્થાનના ઓપનરોએ આ ઓવરમાં કુલ બે ચોગ્ગા ફટકાર્યા હતા. અને આ રીતે 7 ઓવર બાદ રાજસ્થાન 67 રન બનાવ્યા.

  • 29 Sep 2021 08:03 PM (IST)

    પાવરપ્લેમાં રાજસ્થાનનો સ્કોર - 56/0

    રાજસ્થાનની ઈનિંગ્સનો પાવરપ્લે પૂરો થઈ ગયો છે અને પાવરપ્લેમાં રાજસ્થાને વિકેટ ગુમાવ્યા વિના 56 રન બનાવ્યા છે. સિરાજે પાવરપ્લેની છેલ્લી ઓવર ફેંકી હતી, માત્ર 4 રન બાકી હતા.

  • 29 Sep 2021 08:00 PM (IST)

    રાજસ્થાનનો સ્કોર 50 ને પાર થયો

    જ્યારે ગાર્ટન, મેક્સવેલ બધા નિષ્ફળ ગયા, ત્યારે વિરાટ કોહલીએ તેના વિકેટ લેનાર બોલર હર્ષલ પટેલને આક્રમણ પર ઉતાર્યો. તેણે પોતાની પ્રથમ ઓવરમાં એક ચોગ્ગા અને એક છગ્ગા સાથે 13 રન આપ્યા હતા. આ રીતે રાજસ્થાનનો સ્કોર 5 ઓવર બાદ 52 રનનો થઈ ગયો.

  • 29 Sep 2021 07:56 PM (IST)

    IPL ની પીચ પર ગાર્ટનની પ્રથમ 2 ઓવર

    ઇંગ્લેન્ડના ડાબા હાથના ઝડપી બોલર જ્યોર્જ ગાર્ટનનું આઇપીએલની પીચ પર શાનદાર ડેબ્યૂ થયું ન હતું. તેણે પોતાની પ્રથમ બે ઓવરમાં 21 રન આપ્યા હતા. એટલે કે, તેની ઇકોનોમી 10 થી ઉપર હતી. ગાર્ટેનની આવી ખરાબ હાલત કરનાર યશસ્વી જયસ્વાલ બેટ્સમેન હતો.

  • 29 Sep 2021 07:52 PM (IST)

    ગાર્ટનની બીજી ઓવરનુ સ્વાગત સિક્સર થી..

    જ્યોર્જ ગાર્ટનને તેની બીજી ઓવરમાં યશસ્વી જયસ્વાલે છગ્ગા સાથે આવકાર્યો હતો. તેણે તેના પહેલા જ બોલ પર સિક્સર ફટકારી હતી. આ પછી, ત્રીજા બોલ પર 2 રન થયા અને યશસ્વીએ ચોથા બોલ પર ચોગ્ગો ફટકાર્યો. યશસ્વી અહીં માન્યો નહીં, તેણે ફરી ગાર્ટેનના 5 મા બોલ પર સિક્સર ફટકારી. જ્યારે છેલ્લા બોલ પર કોઈ રન નોંધાયો નહીં. આ રીતે આ ઓવરમાંથી કુલ 18 રન આવ્યા અને રાજસ્થાનનો સ્કોર 4 ઓવર બાદ 39 રનનો થઈ ગયો.

  • 29 Sep 2021 07:46 PM (IST)

    3 ઓવરના અંતે રાજસ્થાનનો સ્કોર 21 રન

    RCB એ બોલિંગ બદલી અને ત્રીજી ઓવરમાં ગાર્ટનને બદલે મેક્સવેલને આક્રમણ પર મૂક્યો હતો. લુઈસે મેક્સવેલના પ્રથમ બોલ પર સિંગલ લઈને યશસ્વીને સ્ટ્રાઈક આપી હતી. બીજા બોલ પર યશસ્વીએ લોંગ ઓન પર સિક્સર ફટકારી હતી. આ પછી, ત્રીજા બોલ પર એક સિંગલ લઈને તેણે લુઈસને સ્ટ્રાઈક આપી. લુઇસે ચોથા બોલમાં ચોગ્ગો ફટકાર્યો હતો. આ રીતે ત્રીજી ઓવરમાંથી 12 રન આવ્યા, જેની સાથે રાજસ્થાનનો સ્કોર 3 ઓવર બાદ 21 રન થયો.

  • 29 Sep 2021 07:42 PM (IST)

    જયસ્વાલની સિક્સર

    ગ્લેન મેક્સવેલના બોલ પર જયસ્વાલે શાનદાર લાંબો છગ્ગો લગાવ્યો હતો.

  • 29 Sep 2021 07:41 PM (IST)

    ચોગ્ગા સાથે બીજી ઓવરનો અંત

    સિરાજે બેંગલોર માટે બીજી ઓવર મૂકી અને આ ઓવરમાં એક ચોગ્ગા સાથે 6 રન આવ્યા. આ ચાર યશસ્વીના બેટમાંથી બહાર આવ્યા હતા. તેણે ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકાર્યો હતો.

  • 29 Sep 2021 07:37 PM (IST)

    રાજસ્થાન ઇનિંગ્સની પ્રથમ ઓવર સમાપ્ત

    રાજસ્થાનની ઇનિંગ્સ શરૂ થઈ ગઈ છે. એવિન લેવિસ અને યશસ્વી જયસ્વાલ ઓપન કરવા માટે ક્રિઝ પર આવ્યા છે. બેંગ્લોર માટે પ્રથમ ઓવર ડેબ્યુ કરી રહેલા જ્યોર્જ ગાર્ટેને બોલિંગ કરી હતી, જેમાં કુલ 3 રન આવ્યા હતા.

  • 29 Sep 2021 07:27 PM (IST)

    IPL 2021 માં પ્રથમ બોલિંગ કરતી વખતે RCB ના આંકડા

    RCB એ આજે ​​ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. IPL 2021 માં આ 5 મી વખત છે જ્યારે RCB પ્રથમ બોલિંગ કરશે. અગાઉની 4 મેચમાં, તેણે પ્રથમ બોલિંગ કરતી વખતે 2 જીતી અને 2 હારી છે. આ દરમ્યાન તેણે 6 મેચમાં પ્રથમ બેટિંગ કરી છે, જેમાં 4 મેચ જીતી છે અને 2 હારી છે. હવે જોવાનું એ રહેશે કે આજનું પરિણામ કઈ બાજુ બેસે છે.

  • 29 Sep 2021 07:23 PM (IST)

    શિવમ દુબેને આજે પણ તક ના મળી

    દુબઇમાં આજની મેચ માટે, બંને ટીમોએ તેમના પ્લેઇંગ ઇલેવનના કાર્ડ ખોલ્યા છે. રાજસ્થાન અને બેંગ્લોર બંનેએ એક એક ફેરફાર કર્યો છે. જોકે રાજસ્થાનની ટીમમાં જે ખેલાડીની વાપસીની અપેક્ષા હતી, તે આજે પણ જોવા મળ્યો ન હતો. આજની મેચમાં પણ શિવમ દુબેને તક મળી ન હતી, જે થોડી આશ્ચર્યજનક હતી.

  • 29 Sep 2021 07:10 PM (IST)

    વિરાટ બન્યો ટોસનો બોસ, આવી છે બંને ટીમોની પ્લેઇંગ ઇલેવન

    રાજસ્થાન સામેની મેચમાં બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. એટલે કે રાજસ્થાન પ્રથમ બેટિંગ કરશે. બંને ટીમોએ તેમની પ્લેઇંગ ઇલેવનમાં એક -એક ફેરફાર કર્યો છે.

    રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર પ્લેઇંગ ઇલેવન

    વિરાટ કોહલી (કેપ્ટન), દેવદત્ત પડીક્કલ, એસ. ભરત, ગ્લેન મેક્સવેલ, એબી ડી વિલિયર્સ, ડેનિયલ ક્રિશ્ચિયન, શાહબાઝ અહેમદ, હર્ષલ પટેલ, મોહમ્મદ સિરાજ, યુઝવેન્દ્ર ચહલ, જ્યોર્જ ગાર્ટન

    રાજસ્થાન રોયલ્સ પ્લેઇંગ ઇલેવન

    એવિન લેવિસ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન (કેપ્ટન), લિયામ લિવિંગસ્ટોન, મહિપાલ લોમર, રિયાન પરાગ, રાહુલ તેવાટિયા, ક્રિસ મોરિસ, કાર્તિક ત્યાગી, ચેતન સાકરિયા, મુસ્તફિઝુર રહેમાન

  • 29 Sep 2021 07:05 PM (IST)

    દુબઈમાં પીચનો મૂડ કેવો છે?

    આજની મેચ પિચ નંબર 4 પર રમાઈ રહી છે. આ પીચનો પ્રથમ વખત ટુર્નામેન્ટમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સુનીલ ગાવસ્કરે કહ્યું કે પીચ પર બેટ્સમેનો માટે મદદ છે. સાથે જ સ્પિનરોને પણ થોડી મદદ મળી શકે છે. છેલ્લી 5 મેચમાં, પ્રથમ બેટિંગ કરનાર અને 2 વખત બેટિંગ કરનારી ટીમે આ પીચ પર જીત મેળવી છે.

  • 29 Sep 2021 07:03 PM (IST)

    આ નવો ખેલાડી RCB તરફથી રમશે

    ઈંગ્લેન્ડનો ખેલાડી જ્યોર્જ ગાર્ટન આજે RCB માટે ડેબ્યુ કરી રહ્યો છે.

Published On - Sep 29,2021 7:01 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">