IPL 2021 RRvsDC: આજે સંજૂ સેમસન અને ઋષભ પંતનો આમનો સામનો, કોણ કોના પર રહેશે ભારે?

આઈપીએલ 2021માં આજે સંજૂ સેમસન (Sanju Samson) અને ઋષભ પંત (Rishabh Pant) વચ્ચે ટક્કર છે. બંને યુવા વિકેટકિપર કેપ્ટન વચ્ચે ટક્કર જામશે. બંનેએ પોતાની કેપ્ટનશીપનું ડેબ્યૂ IPL 2021ની સિઝનથી કર્યુ છે. બંને આજે વર્તમાન સિઝનમાં પ્રથમવાર ટકરાવાના છે.

IPL 2021 RRvsDC: આજે સંજૂ સેમસન અને ઋષભ પંતનો આમનો સામનો, કોણ કોના પર રહેશે ભારે?
Sanju Samson-Rishabh Pant
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Apr 15, 2021 | 6:08 PM

આઈપીએલ 2021માં આજે સંજૂ સેમસન (Sanju Samson) અને ઋષભ પંત (Rishabh Pant) વચ્ચે ટક્કર છે. બંને યુવા વિકેટકિપર કેપ્ટન વચ્ચે ટક્કર જામશે. બંનેએ પોતાની કેપ્ટનશીપનું ડેબ્યૂ IPL 2021ની સિઝનથી કર્યુ છે. બંને આજે વર્તમાન સિઝનમાં પ્રથમવાર ટકરાવાના છે. બંને ખેલાડીઓ વિકેટની આગળ અને વિકેટની પાછળ પ્રદર્શન કરવામાં કમાલના છે. બંને મેચ વિનર ક્રિકેટરો તરીકે ગણવામાં આવ્યા છે. બંને મુશ્કેલ પરિસ્થિતીઓના મહારથી છે. કેવી રીતે મેદાન મારવુ અને ક્યારે બેટીંગમાં ગીયર બદલવોએ બંનેને સારી રીતે જાણકારી છે. હવે જો બંને વચ્ચે આટ આટલી ખૂબીઓ હોય અને બંને પોતાની ટીમનું નેતૃત્વ કરતા મેદાને ઉતરતા જંગને જોવો પણ રોમાંચક રહેવાની આશા છે.

ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?

IPL 2021ની આજની મેચ સંજૂ સેમસનની ટીમ રાજસ્થાન રોયલ્સ અને ઋષભ પંતની ટીમ દિલ્હી કેપિટલ્સ (Rajasthan Royals vs Delhi Capitals) વચ્ચે રમાનારી છે. આ સિઝનમાં દિલ્હી અને રાજસ્થાન બંને ટીમોની બીજી મેચ છે. સિઝનમાં પ્રથમ મેચમાં રાજસ્થાન એક તરફ પંજાબ કિંગ્સના હાથે હાઈસ્કોરીંગ મેચમાં હારી ગયુ હતુ. ત્યાં દિલ્હી ચેન્નાઈ સુપર કિંગ્સ સામે દમદાર જીત મેળવી ચુક્યુ છે. આવામાં હવે આજે દિલ્હી કેપિટલ્સ પોતાની જીતનો સીલસીલો જાળવી રાખવા માટે મેદાને ઉતરશે તો રાજસ્થાનની કોશીશ અને નજર જીતનું ખાતુ ખોલવા પર રહેશે.

સંજૂ vs ઋષભની ટક્કર

આઈપીએલની પીચ પર દિલ્હી અને રાજસ્થાન વચ્ચે મુકાબલો બરાબરીનો થઈ રહ્યો છે. બંને ટીમો અત્યાર સુધીમાં એક બીજા સામે 22 વખત આમનો સામનો કરી ચુકી છે. જેમાં 11-11 વખત બંને ટીમો જીત મેળવી ચુકી છે. એટલે કે સંજૂ સેમસન અને ઋષભ પંતની ટીમે જ્યારે મેદાને સામનો કરશે, ત્યારે પોતાની ટીમને જીતના મામલામાં લીડ મેળવવાનો પડકાર હશે.

જેનુ ચાલશે બેટ, તેની થશે જીત

હવે સવાલ એ વાતનો છે કે જીત કોની થશે? કોના માટે તક છે? જેના આંકલન માટે એ પણ જાણવું જરુરી છે કે, મેચ કયાં છે. દિલ્હી અને રાજસ્થાન વચ્ચે આજની મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમના મેદાન પર રમાનારી છે. આ એ જ મેદાન છે, જ્યાં સિઝનમાં રમાયેલી પાછળની ચાર મેચોમાં 188,190, 221 અને 217 રનનો સ્કોર ખડકી શકાયો છે. મતલ આજનો મુકાબલો પણ હાઈસ્કોરીંગ રહી શકે છે. આમ મેચનો નિર્ણય બેટ્સમેનોની રમતથી જ આવી શકવાનું લાગી રહ્યુ છે.

સંજૂ અને પંત ઉપરાંત ખેલાડી બીજા પણ છે

સંજૂ સેમસન અને ઋષભ પંત બંનેએ IPL 2021ની પ્રથમ મેચ મુંબઈના વાનખેડે મેદાન પર જ રમી છે. સંજૂ સેમસને પંજાબ સામે શાનદાર શતક પણ લગાવ્યુ હતુ તો પંતએ ચેન્નાઈ સુપર કિંગ્સ સામે મેચ વિનીંગ રન ફટકાર્યા હતા. હવે બીજી મેચ પણ તે જ મેદાન પર છે. બંને કેપ્ટન ઉપરાંત પણ ટીમમાં અનેક નામ છે, જે બેટ અને બોલથી મેચના પાસા પલટવા માટે સક્ષમ છે. રાજસ્થાન રોયલ્સને બેન સ્ટોક્સ તો દિલ્હી કેપિટલ્સને પોતાના બંને સાઉથ આફ્રિકન બોલરો એનરીક નોર્ત્ઝે અને કાગિસો રબાડાની કમી વર્તાઈ શકે છે.

આ પણ વાંચો: IPL 2021: મનિષ પાંડેએ વિકેટ ગુમાવતા મિસ્ટ્રી ગર્લનુ રિએકશન જોઇ ફેંસના દિલ તૂટી ગયા

Latest News Updates

પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
g clip-path="url(#clip0_868_265)">