નવા વર્ષમાં રોહિત શર્મા લેશે આકરા નિર્ણયો, ટીમમાંથી પોતાના જ મિત્રને ડ્રોપ કરશે!

ટીમ ઈન્ડિયા નવા વર્ષની પ્રથમ ટેસ્ટ મેચ રમવા જઈ રહી છે. શ્રેણીમાં પહેલાથી જ 0-1થી પાછળ ચાલી રહેલી ટીમ ઈન્ડિયા માટે પડકાર એ છે કે શ્રેણીમાં કેવી રીતે વાપસી કરવી. એવી અપેક્ષા છે કે ભારતીય ટીમ બીજી મેચમાં કેટલાક ફેરફાર કરી શકે છે.

નવા વર્ષમાં રોહિત શર્મા લેશે આકરા નિર્ણયો, ટીમમાંથી પોતાના જ મિત્રને ડ્રોપ કરશે!
Rohit Sharma
| Updated on: Jan 02, 2024 | 8:19 AM

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે શ્રેણીની બીજી મેચ 3 જાન્યુઆરીથી ન્યૂલેન્ડ્સમાં રમાશે. ટીમ ઈન્ડિયા જ્યારે આફ્રિકા પહોંચી તેમનું સપનું હતું કે અહીં સિરીઝ જીતશે, પરંતુ આ સપનું પણ અધૂરું રહી ગયું. કારણ કે ટીમ ઈન્ડિયાને પ્રથમ ટેસ્ટમાં જ કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે સિરીઝની બીજી ટેસ્ટ અને આ વર્ષની પહેલી ટેસ્ટનો વારો છે.

શું રોહિત શર્મા કરશે ફેરફાર?

ટીમ ઈન્ડિયા બીજી મેચ ન્યૂલેન્ડ્સ, કેપટાઉનમાં રમશે. જો કેપ્ટન રોહિત શર્મા સિરીઝ ડ્રો કરવા માંગે છે તો તેણે આકરા નિર્ણયો લેવા પડશે અને એવી આશા રાખવામાં આવે છે કે ભારતીય ટીમ આ મેચમાં બે મોટા ફેરફાર કરી શકે છે.

ટીમ ઈન્ડિયા કરશે આ બે ફેરફાર!

પહેલો ફેરફાર એ છે કે પ્રસિદ્ધ કૃષ્ણાને બહારનો રસ્તો બતાવવામાં આવી શકે છે અને તેમની જગ્યાએ મુકેશ કુમારને તક મળી શકે છે. રોહિત શર્માએ મુકેશ કુમાર સાથે બીજી મેચ પહેલા પ્રેક્ટિસમાં નેટ્સમાં લાંબો સમય વિતાવ્યો છે, તેથી એવી અપેક્ષા રાખવામાં આવે છે કે તેને તક મળી શકે છે.

અશ્વિનના સ્થાને જાડેજા!

આ સિવાય ટીમમાં બીજો ફેરફાર જોવા મળી શકે છે જે રવીન્દ્ર જાડેજાની વાપસી હશે. કારણ કે જાડેજાને પ્રથમ મેચ પહેલા ફિટનેસની સમસ્યા હતી, તેથી તે રમી શક્યો ન હતો. પરંતુ હવે જાડેજા ફિટ છે, તેથી જો તે પ્લેઈંગ 11માં આવે છે તો રવિચંદ્રન અશ્વિનને બહાર બેસવું પડી શકે છે.

સિરીઝ ડ્રો કરવા જીત જરૂરી

મતલબ કે ટીમ ઈન્ડિયા આ બે મોટા ફેરફાર કરતી જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયા આ મેદાન પર અત્યાર સુધીમાં કુલ 6 મેચ રમી છે જેમાંથી 2 મેચ ડ્રો રહી છે જ્યારે 4 મેચમાં ભારતીય ટીમનો પરાજય થયો છે. તમને જણાવી દઈએ કે ભારતીય ટીમ પ્રથમ મેચમાં એક ઈનિંગ અને 32 રને હારી ગઈ હતી.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11

રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, રવીન્દ્ર જાડેજા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, શાર્દુલ ઠાકુર.

આ પણ વાંચો : ભારત સાથેની મેચ પહેલા દક્ષિણ આફ્રિકા પર ગુસ્સે થયો આ મહાન કેપ્ટન, જાણો કેમ?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો