હજારો ફેન્સ વચ્ચે ફસાયો રોહિત શર્મા, જુઓ Video

રોહિત શર્મા (Rohit Sharma) ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયાની સાથે ગયો નથી અને હાલ આરામ કરી રહ્યો છે. રોહિત સીધો એશિયા કપ માટે જશે.

હજારો ફેન્સ વચ્ચે ફસાયો રોહિત શર્મા, જુઓ Video
Rohit Sharma
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2022 | 10:30 PM

ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) આ મહિનાની 27 ઓગસ્ટથી એશિયા કપ 2022માં ભાગ લેવાનો છે. આ ટૂર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે હાઈ વોલ્ટેજ મેચ રમવાની છે. આ મેચ 28 ઓગસ્ટે રમાશે. આ મહત્વપૂર્ણ ટૂર્નામેન્ટ પહેલા ભારતીય ટીમનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) આરામ કરી રહ્યો છે. આ દરમિયાન તે મુંબઈમાં પોતાના ઘરે છે. રોહિત મંગળવારે મુંબઈમાં ફરવા ગયો હતો અને આ દરમિયાન તેના ફેન્સ તેને જોઈને દિવાના થઈ ગયા હતા.

એશિયા કપ પહેલા ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે છે. પરંતુ ટીમના ઘણા દિગ્ગજ ખેલાડીઓ આ પ્રવાસમાં નથી રમી રહ્યા. તેમને આરામ આપવામાં આવ્યો છે. આ પ્રવાસમાં કેએલ રાહુલ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. શિખર ધવનને વાઈસ કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે.

ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?

વીડિયોમાં જોવા મળી દિવાનગી

રોહિત શર્માનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં રોહિત શર્માના ફેન્સને ક્રેઝી જોઈ શકાય છે. આ વીડિયોમાં રોહિત એક હોટલમાંથી બહાર આવે છે પણ હોટલની બહાર ઉભેલી ભીડ જોઈને રોહિત હેરાન થઈ ગયો હતો. આ તેના ફેન્સ હતા. ત્યારે એક વ્યક્તિએ રોહિતને અંદર જવા કહ્યું અને રોહિત આ રીતે અંદર ગયો. વીડિયોમાં રોહિતના ફેન્સ તેના માટે બૂમો પાડતા જોઈ શકાય છે. હોટલની બહાર રોહિતના ફેન્સનો ધસારો હતો, જેને જોઈને હોટલ સ્ટાફ પણ હેરાન થઈ ગયો હતો અને રોહિત પોતે પણ.

વિન્ડીઝથી જીતીને પરત ફર્યા

રોહિત શર્મા હાલમાં જ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પરથી પરત ફર્યો છે. વેસ્ટ ઈન્ડિઝમાં ભારતે ત્રણ મેચની વનડે સિરીઝ અને પાંચ મેચની ટી-20 સિરીઝ રમી હતી. શિખર ધવને વનડે સિરીઝમાં ટીમની કમાન સંભાળી હતી. ટી 20માં રોહિત શર્મા ટીમની જવાબદારી સંભાળતો હતો. રોહિતે પહેલી ચાર મેચ રમી હતી, પરંતુ પાંચમી મેચમાં તેને આરામ આપ્યો હતો. આ મેચમાં હાર્દિક પંડ્યાએ ટીમની કમાન સંભાળી હતી. આ પ્રવાસમાં રમાયેલી ચાર મેચમાં રોહિતના બેટમાંથી માત્ર એક અડધી સદી આવી હતી. તેને પહેલી મેચમાં 64 રનની ઈનિંગ રમી હતી. બીજી મેચમાં તે ખાતું પણ ખોલી શક્યો નહોતો. ત્રીજી મેચમાં 11 રન બનાવ્યા હતા. ચોથી મેચમાં તેના બેટમાંથી 33 રન આવ્યા હતા. રોહિત પાસેથી અપેક્ષા રાખવામાં આવશે કે એશિયા કપમાં તે સારું પ્રદર્શન કરશે અને ટીમને જીત અપાવશે.

Latest News Updates

કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
g clip-path="url(#clip0_868_265)">