IND vs ENG: રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામેની બર્મિંગહામ ટેસ્ટથી બહાર નથી થયો, રાહુલ દ્રવિડે આપ્યુ મોટુ અપડેટ

ભારતીય ટીમે (Indian Cricket Team) 1 જુલાઈથી ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ રમવાની છે. જોકે મેચના 36 કલાક પહેલા પણ આ મેચમાં ટીમનો કેપ્ટન કોણ હશે તે નક્કી નથી.

IND vs ENG: રોહિત શર્મા ઇંગ્લેન્ડ સામેની બર્મિંગહામ ટેસ્ટથી બહાર નથી થયો, રાહુલ દ્રવિડે આપ્યુ મોટુ અપડેટ
Rohit Sharma કોરોના સંક્રમણને આઇસોલેશનમાં છે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2022 | 10:46 PM

ભારતીય ટીમ (Indian Cricket Team) ના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) બર્મિંગહામ ટેસ્ટમાં રમવાનો નથી, જોકે ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે બુધવારે રાત્રે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટ કર્યું હતું કે તે હજુ આ મેચમાંથી બહાર નથી. તેણે કહ્યું કે રોહિત શર્માની હજુ બે ટેસ્ટ બાકી છે. રોહિત ટેસ્ટ મેચમાં રમશે કે નહીં તે આ ટેસ્ટના પરિણામો બાદ જ નક્કી થશે. જોકે, રાહુલ દ્રવિડ (Rahul Dravid) અહીં કેપ્ટનશિપના પ્રશ્નને ટાળી રહ્યા હોય એમ જોવા મળી રહ્યા હતા. જોકે અનેક સવાલોના જવાબ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપ્યા હતા. રોહિત શર્મા અંગે ક્યાં સુધીમાં સ્પષ્ટતા થઈ જશે એ પણ કહ્યુ હતુ.

રોહિતનો ટેસ્ટ થવાનો બાકી છે

દ્રવિડે કહ્યું, ‘રોહિત પર નજર રાખવામાં આવી રહી છે. તે હજુ સુધી આ મેચમાંથી બહાર નથી થયો, તેથી આવા સમાચાર પર વિશ્વાસ ન કરો અને સત્તાવાર માહિતી આવવાની રાહ જુઓ. અત્યારે મેચમાં 36 કલાક બાકી છે જેમાં રોહિતના બે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. એક ટેસ્ટ આજે રાત્રે થશે જ્યારે બીજી કાલે કરવામાં આવશે. તેમના પરિણામો આવ્યા બાદ મેડિકલ ટીમ સાથે વાતચીત કરવામાં આવશે અને ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે. હાલમાં, અમે પરીક્ષણના પરિણામોની રાહ જોઈ રહ્યા છીએ, ત્યારબાદ જ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

ટીમના કેપ્ટનને લઈને રાહુલ દ્રવિડને સવાલ કરવામાં આવ્યો હતો પરંતુ તેણે સ્પષ્ટ કંઈ કહ્યું ન હતું. રોહિતની ગેરહાજરીમાં બુમરાહને કેપ્ટન બનાવવા અંગે તેણે કહ્યું, ‘અમે રોહિતના ટેસ્ટ પરિણામની રાહ જોઈશું, તે પછી શું થશે તે સત્તાવાર રીતે નક્કી કરશે.’

સલમાન ખાનના બોડીગાર્ડ શેરાનું વાર્ષિક પેકેજ છે કરોડો રુપિયા, જુઓ ફોટો
ઉનાળામાં ગાય - ભેંસના દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળે છે ? તો આ ટીપ્સ અપનાવો
Jaya Kishori પહેરે છે આ ખાસ વોચ, કિંમત અને ફિચર્સ જાણો
આજનું રાશિફળ તારીખ : 16-04-2024
UPSCની તૈયારી કરતાં લોકો ગાંઠ બાંધી લો વિકાસ દિવ્યકીર્તિ સરની આ 6 વાત
સાવધાન રહેજો! ગુજરાતમાં હીટવેવના ખતરા વચ્ચે સરકારનો એક્શન પ્લાન તૈયાર

કોણ કેપ્ટન હશે, ચેતેન શર્મા નક્કિ કરશે

આ સિવાય તેણે ટીમના બેટિંગ ઓર્ડર પર ના સવાલને ટાળવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે આ પ્રશ્નના જવાબમાં કહ્યું, ‘તમારા આગામી પ્રશ્નનો જવાબ આપવા માટે (શું બુમરાહ કેપ્ટન બનશે)’ મને લાગે છે કે સત્તાવાર પુષ્ટિ થાય તો સારું રહેશે. હુ નથી જાણતો. ચેતન (શર્મા) નક્કી કરશે. એકવાર અમને રોહિતના કોરોના રિપોર્ટ વિશે સચોટ માહિતી મળી જાય, મને લાગે છે કે તમે સત્તાવાર સ્ત્રોત પાસેથી સાંભળશો. આ નિવેદન આપવાનું મારું કામ નથી.

આગામી 1 જુલાઈ થી બંને વચ્ચેની ટેસ્ટ મેચ બર્મિંગહામના એજબેસ્ટનમાં રમાનારી છે. આ માટે ભારતીય ટીમ આ પહેલા વોર્મ અપ મેચ પણ રમી ચુક્યુ છે. રાહુલ દ્રવિડે વોર્મઅપ મેચ બાદ કહ્યુ હતુ કે, તેમાંથી જરુરી ઘણી ચિજો મળી છે.

Latest News Updates

ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
ચૈત્રી નવરાત્રીની આઠમે પાવાગઢમાં ઉમટ્યા માઈભક્તો, કરાયા વિશેષ હોમ હવન
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
નિમુબેનની સભામાં ક્ષત્રિય સમાજના યુવકોએ બતાવ્યા કાળા વાવટા- Video
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
આ આંદોલન સ્વયંભુ, એક બે લોકોના કહેવાથી બંધ નહીં થાય- શક્તિસિંહ ગોહિલ
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ભાજપના ઉમેદવારોએ સભા, રેલી યોજ્યા બાદ ભર્યા ફોર્મ- જુઓ Video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
ગુજરાતમાં કોંગ્રેસ નહીં ખોલાવી શકે ખાતું, tv9નો ઓપિનિયન પોલ, જુઓ video
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
અંબાજીમાં ભક્ત સાથે ઠગાઈ કરનાર વેપારીની અટકાયત
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કરનારા આરોપીઓ 25 એપ્રિલ સુધી રિમાન્ડ પર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
જાણો શા માટે અંબાજી મંદિરમાં સફાઈ કામદારો માટે રખાયા બાઉન્સર
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
રૂપેણ બંદર પાસે ઝડપાયું લાખો રુપિયાનું બિનવારસી ચરસ
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
દંડા અમારે ખાવાના, જેલમાં અમારે જવાનું... : પદ્મિનીબા
g clip-path="url(#clip0_868_265)">