રોહિત શર્માના હાથમાંથી લોહી નીકળ્યું, હોસ્પિટલ લઈ જવામાં આવ્યો

India vs Bangladesh 2nd ODI:બાંગ્લાદેશની ઈનિંગની બીજી ઓવરમાં રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયો હતો.તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા પ્રથમ વનડેમાં એક વિકેટથી હારી ગઈ હતી.

રોહિત શર્માના હાથમાંથી લોહી નીકળ્યું, હોસ્પિટલ લઈ જવામાં આવ્યો
રોહિત શર્મા ઈજાગ્રસ્ત થયોImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 2:35 PM

રોહિત શર્માનું હાલમાં બેટ પણ ચાલી રહ્યું નથી તેમજ તેની કેપ્ટનશીપ પર પણ સવાલો થઈ રહ્યા છે.રોહિત શર્મા બાંગ્લાદેશ સામેની બીજી વનડેમાં ઈજાગ્રસ્ત થયો હતો.રોહિત શર્મા સાથે આ ઘટના બાંગ્લાદેશની ઈનિંગની બીજી ઓવરમાં બની હતી. ઈનામુલ હકે મોહમ્મદ સિરાજના બોલ પર શોટ રમ્યો અને બોલ પાછળ ઉભેલા રોહિત શર્માના હાથમાં ગયો પરંતુ આ દરમિયાન તેની આંગળીમાં ઈજા થઈ અને લોહી નીકળવા લાગ્યું. અહેવાલો અનુસાર, રોહિત શર્માને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનો એક્સ-રે કરવામાં આવશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રોહિત શર્માની આંગળીમાંથી લોહી નીકળ્યું અને તેણે કેચ પણ છોડ્યો. બોલ કદાચ તેના હાથમાં આવ્યો ન હોય જેના કારણે તે ઈજાગ્રસ્ત પણ થયો હતો.આ ઈજા બાદ રોહિત શર્મા મેદાનની બહાર ગયો હતો. જો રોહિતની ઈજા વધુ ગંભીર હશે તો તેના માટે ત્રીજી વનડેમાં રમવું મુશ્કેલ બની શકે છે. જો કે, રોહિત શર્માના કેચને કારણે ટીમને વધુ નુકસાન થયું ન હતું કારણ કે તેના આગલા જ બોલ પર સિરાજે ઈનામુલ હકને LBW આઉટ કર્યો હતો.

રોહિત શર્મા ટોસ હારી ગયો

ઢાકામાં રમાઈ રહેલી બીજી વનડેમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. રોહિત શર્મા સતત બીજી વનડેમાં ટોસ હારી ગયો હતો. તમને જણાવી દઈએ કે ટીમ ઈન્ડિયા પ્રથમ વનડેમાં એક વિકેટથી હારી ગઈ હતી.તમને જણાવી દઈએ કે, 3 મેચની વનડે સિરીઝમાં ભારત0-1થી પાછળ છે. ત્યારે આજની મેચ બંન્ને ટીમ માટે મહ્તવની છે. બીજી વનડેમાં ભારત માટે જીત જરુરી છે. જો આજે ભારત જીતશે નહિ તો સિરીઝમાં 2-0ની લીડ સાથે બાંગ્લાદેશ કબજો કરશે.

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">