વનડે કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ રોહિત શર્માએ પહેલું મોટું નિવેદન આપ્યું, ગૌતમ ગંભીર વિશે વરુણ ચક્રવર્તીએ આ વાત કહી

વનડે કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ રોહિત શર્માએ પહેલું મોટું નિવેદન આપ્યું છે. આ સિવાય રોહિત શર્માએ વરુણ ચ્રકવર્તીએ ગૌતમ ગંભીરના વિચારો વિશે પણ રસપ્રદ વાત કહી છે.

વનડે કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ રોહિત શર્માએ પહેલું મોટું નિવેદન આપ્યું, ગૌતમ ગંભીર વિશે વરુણ ચક્રવર્તીએ આ વાત કહી
| Updated on: Oct 08, 2025 | 10:19 AM

ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. આ સાથે એ પણ પુષ્ટિ થઈ ગઈ કે ,રોહિત શર્મા હવે ટીમ ઈન્ડિયાનો ODI કેપ્ટન રહેશે નહીં. સિલેક્ટરોએ રોહિતને બદલીને ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે શુભમન ગિલને ODI કેપ્ટન તરીકે નિયુક્ત કર્યો છે. ગિલ ભારતનો 28મો ODI કેપ્ટન હશે. પરંતુ તેમણે આ ઉપલબ્ધી વિશે હવે રોહિત શર્માએ સ્ટેટમેન્ટ આપ્યું છે. રોહિત શર્માનું આ નિવેદન ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેની ટીમને લઈને છે.

ઓસ્ટ્રેલિયા પ્રવાસની વનડે ટીમમાં રોહિત શર્મા

ભારતીય સિલેક્ટર્સે રોહિત શર્માને ભલે વનડે ટીમની કેપ્ટનશીપમાંથી દુર કર્યો હોય પરંતુ વિરાટ કોહલીની સાથે તેને ટીમમાં સ્થાન આપ્યું છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, રોહિત અને વિરાટ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ફેરવેલ સીરિઝ રમી શકે, આ પહેલા જે રોહિત શર્માએ કહ્યું તેના વિશે જાણીએ.

 

 

કેપ્ટનશીપ ગુમાવ્યા બાદ રોહિત શર્માનું પહેલું નિવેદન

રોહિત શર્માએ મુંબઈમાં થયેલા CEAT એવોર્ડ સમારોહ દરમિયાન પોતાનું નિવેદન આપ્યું હતુ. તેમણે કહ્યું કે, મને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમવું ખુબ પસંદ છે. તેમજ મને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કરવામાં ખુબ મજા આવે છે. હિટમેને આગળ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાના લોકો ક્રિકેટ જોવાનું ખુબ પસંદ કરે છે, આ કારણે મને ત્યાં રમવું ખુબ ગમે છે.

રોહિત શર્માનું આ બોલ્ડ સ્ટેટમેન્ટથી સ્પષ્ટ છે કે, હાલના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની મુશ્કેલી વધશે. ભલે તે કેપ્ટનશીપ ન કરી રહ્યો હોય પરંતુ, તે બેટ્સમેન તરીકે પોતાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે. સોશિયલ મીડિયા પર ફરતી તેની તૈયારીઓના અસંખ્ય ફોટા અને વીડિયો પણ દર્શાવે છે કે રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે કેટલો વ્યસ્ત છે.

ગંભીર વિશે વરુણ ચક્રવર્તીએ શું કહ્યું?

 

 

CEAT એવોર્ડમાં રોહિત શર્માને ચેમ્પિયન્સ ટ્રોપી જીત્યા બાદ સ્પેશિયલ એવોર્ડ મળ્યો હતો. આ સમારોહમાં ટી20 ઈન્ટરનેશનલ બોલર ઓફ ધ યર તરીકે વરુણ ચક્રવર્તીને ટીમ ઈન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીરને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું ગંભીરે ટીમની અંદર હાર ન માનનારા વિચારો વિકસિત કર્યા છે. તમારે તમારું બેસ્ટ પ્રદર્શન જ આપવાનું છે. ટીમને જીતાડવા માટે મેદાન પર પુરી તાકાત લગાડવાની છે. વરુણ ચક્રવર્તીએ કહ્યું ગંભીર આજુબાજુ છે તો તમે સાધારણ પ્રદર્શન વિશે વિચારી પણ ન શકો.

ક્રિકેટ એ વિશ્વની સૌથી લોકપ્રિય રમતોમાંની એક છે. આ રમત ત્રણ ફોર્મેટમાં રમાય છે, જેમાંથી સૌથી લાંબુ ફોર્મેટ ટેસ્ટ ક્રિકેટ છે.  અહી ક્લિક કરો