ગુજરાતી કપલ ફોટોશૂટ કરી રહ્યું હતુ, રોહિત શર્માએ ગીત પર ડાન્સ કરીને શૂટિંગને યાદગાર બનાવ્યું, જુઓ વીડિયો

Rohit Sharma Dance : રોહિત શર્મા મસ્તીના મૂડમાં હોય ત્યારે કાંઈ પણ થઈ શકે છે. આવું જ એક કપલ સાથે હમણા થયું છે. લગ્ન બાદ ગુજરાતી કપલ વેડિંગ શૂટ કરી રહ્યું હતુ. જેને રોહિત શર્માએ યાદગાર બનાવ્યું છે.

ગુજરાતી કપલ ફોટોશૂટ કરી રહ્યું હતુ, રોહિત શર્માએ ગીત પર ડાન્સ કરીને શૂટિંગને યાદગાર બનાવ્યું, જુઓ વીડિયો
| Updated on: Nov 11, 2025 | 12:47 PM

લગ્નની સીઝન શરુ થઈ ચૂકી છે. તેમજ લગ્નની સીઝનમાં વેડિંગ શૂટિંગ ખુબ મોટી અને મહત્વની વાત હોય છે. એક ગુજરાતી કપલ લગ્ન બાદ ફોટોશૂટ કરી રહ્યું હતુ. આ ફોટોશૂટનો ભાગ રોહિત શર્મા બન્યા હતા. તેમણે બારીમાંથી આજ મેરે યાર કી શાદી હૈ, ગીત પર ડાન્સ કર્યો હતો. તેમજ આ ગુજરાતી કપલનું શૂટિંગ યાદગાર બનાવ્યું હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રોહિત શર્મએ કર્યો ડાન્સ

રોહિત શર્મા હાલમાં સાઉથ આફ્રિકા વિરુદ્ધ વનડે સીરિઝની તૈયારીમાં છે. તેમણે મુંબઈમાં પ્રેક્ટિસ શરુ કરી છે. 10 નવેમ્બરના રોજ તેમણે એક કપલનું વેડિંગ ફોટોશૂટ કરતા જોયું હતુ. આ દરમિયાન તેમણે બોલિવુડના ફેમસ ગીત આજ મેરે યાર કી શાદી હૈ પર ડાન્સ કરતા જોવા મળ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ ગુજરાતી કપલ છે. એવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે, ફોટોશૂટમાં દુલ્હન રોહિત શર્માનો ડાન્સ જોઈ કહી રહી છે કે,ઓ આ તો મોમેન્ટ થઈ ગઈ છે.

 

 

યાદગાર બન્યું વેડિંગ શૂટ

રોહિત શર્માના આ વર્તનથી તેમના લગ્નના શૂટને યાદગાર બનાવી દીધો. તેમણે બધાના દિલ પણ જીતી લીધા.

વનડે સીરિઝમાં લાગેલો છે રોહિત શર્મા

સાઉથ આફ્રિકા સામે 2 ટેસ્ટ મેચની સીરિઝ પૂર્ણ થયા બાદ 30 નવેમ્બરથી વનડે સીરિઝ શરુ થશે. જેમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી રમતા જોઈ શકાય છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પહેલી વનડે મેચ રાંચીમાં રમાશે. બીજી વનડે 3 ડિસેમ્બરના રોજ રાયપુરમાં જ્યારે ત્રીજી વનડે 6 ડિસેમ્બરના રોજ વાઈઝાંગમાં રમાશે.

2 બાળકોનો પિતા છે રોહિત શર્મા, જાણો પરિવારમાં કોણ કોણ છે અહી ક્લિક કરો