IND vs AFG T20I Series: ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, વિરાટ-રોહિત સહિત આ ખેલાડી ફર્યો પરત

IND vs AFG T20I Series: ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ ટી-20 મેચોની સિરીઝ રમાશે. આ સિરીઝની પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં છે. આ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ શકે છે.

IND vs AFG T20I Series: ટીમ ઈન્ડિયાની થઈ જાહેરાત, વિરાટ-રોહિત સહિત આ ખેલાડી ફર્યો પરત
Virat Kohli - Rohit Sharma
| Updated on: Jan 08, 2024 | 2:11 PM

ટીમ ઈન્ડિયા હવે આ વર્ષે યોજાનાર ટી20 વર્લ્ડ કપ 2024ની તૈયારીઓ શરૂ કરવા જઈ રહી છે. ટૂંક સમયમાં અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમ ભારતની મુલાકાત લેશે અને ત્રણ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોની સિરીઝ રમાશે. સીરીઝની શરૂઆત 11 જાન્યુઆરી મોહાલીમાં પ્રથમ મેચ રમાશે. આ સિરીઝમાં રોહિત શર્મા ફરી એકવાર ભારતીય ટીમની કમાન સંભાળતો જોવા મળશે. પરંતુ ઘણા સિનિયર ખેલાડીઓને આરામ આપવામાં આવ્યો છે.

અફઘાનિસ્તાન સામેની ટી20 સિરીઝ માટે શુક્રવારે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી હતી. હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં ભારતીય ટીમની કમાન રોહિત શર્માને સોંપવામાં આવી છે. રોહિત અને વિરાટ કોહલી 14 મહિના બાદ ટી20 ક્રિકેટમાં પરત ફર્યા છે. બંનેએ છેલ્લી ટી20 ઈન્ટરનેશનલ મેચ ઈંગ્લેન્ડ સામે વર્લ્ડ કપ સેમિફાઈનલમાં રમી હતી.

વિરાટ કોહલી અને રોહિત શર્મા વર્ષ 2023માં ટી20 ફોર્મેટમાં રમતા જોવા મળ્યા ન હતા. આવામાં ટી-20 વર્લ્ડ કપ 2024ના શેડ્યૂલની જાહેરાત બાદ બંનેની ટીમમાં વાપસી થઈ છે. ટી-20 વર્લ્ડ કપ 2024 પહેલા ભારતીય ટીમના ખેલાડીઓ માટે તેમની તૈયારીઓ પરખ કરવાની આ છેલ્લી તક છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા સિવાય સંજુ સેમસન અને શિવમ દુબે લાંબા સમય બાદ ટી20 ઈન્ટરનેશનલ મેચ રમતાં જોવા મળશે.

મોહાલીમાં રમાશે અફઘાનિસ્તાન સામેની પ્રથમ મેચ

  1. પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે
  2. બંને ટીમો વચ્ચે બીજી T20 મેચ 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે
  3. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ટી20 સિરીઝની છેલ્લી મેચ

ભારત અફઘાનિસ્તાન સીરિઝનું શેડ્યૂલ

પહેલી T20: 11 જાન્યુઆરી, મોહાલી, સાંજે 7 વાગ્યાથી
બીજી T20: 14 જાન્યુઆરી, ઈન્દોર, સાંજે 7 વાગ્યાથી
ત્રીજી T20: 17 જાન્યુઆરી, બેંગલુરુ, સાંજે 7 વાગ્યાથી

અફઘાનિસ્તાન સામેની ટી20 સિરીઝ માટે ટીમ ઈન્ડિયાઃ રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગટન સુંદર, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, મુકેશ કુમાર

આ પણ વાંચો: અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝને લઈ મોટી અપડેટ, હાર્દિક-સૂર્યા બાદ આ ખેલાડીઓ પણ સીરિઝમાંથી બહાર

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:21 pm, Sun, 7 January 24