IND vs WI: રોહિત શર્માએ 3 શાનદાર છગ્ગા ફટકારતા જ શાહિદ આફ્રિદી પાછળ છૂટી ગયો, નોંધાવ્યો રેકોર્ડ

ભારતીય કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ વેસ્ટ ઈન્ડિઝ સામે કોઈ મોટી ઈનિંગ રમી ન હતી, પરંતુ તેની ટૂંકી ઈનિંગ્સ પણ એટલી અસરકારક રહી હતી કે તેણે ભારત (Indian Cricket Team) ને સારી શરૂઆત અપાવવા સિવાય એક રેકોર્ડ પણ બનાવ્યો હતો.

IND vs WI: રોહિત શર્માએ 3 શાનદાર છગ્ગા ફટકારતા જ શાહિદ આફ્રિદી પાછળ છૂટી ગયો, નોંધાવ્યો રેકોર્ડ
Rohit Sharma એ શાનદાર છગ્ગા વેસ્ટ ઈન્ડીઝ સામે જમાવ્યા હતા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2022 | 1:20 AM

વિશ્વ ક્રિકેટ માં પાકિસ્તાનના ભૂતપૂર્વ સ્ટાર ઓલરાઉન્ડર શાહિદ આફ્રિદી (Shahid Afridi) ને જબરદસ્ત ઓલરાઉન્ડર તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને બેટ્સમેન તરીકે તેણે બોલરોની ધુલાઈ કરતો હતો. પોતાના સમયમાં તેણે વિશ્વભરના બોલરોને નિશાન બનાવીને ચોક્કસપણે સિક્સર ફટકારી છે. પરંતુ હવે આ મામલે તેણે ભારત (Indian Cricket Team) ના દિગ્ગજ બેટ્સમેન અને કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ પાછળ છોડી દીધો છે. રોહિત શર્માએ પૂર્વ પાકિસ્તાની કેપ્ટન પાસેથી સિક્સર ફટકારવાનો રેકોર્ડ છીનવી લીધો છે.

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની પાંચ મેચોની સીરીઝની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ કોઈ મોટી ઈનિંગ રમી ન હતી, પરંતુ તેની નાની ઈનિંગમાં 3 શાનદાર સિક્સ પણ ફટકારી હતી. પોતાના સર્વશ્રેષ્ઠ સિક્સરના આધારે રોહિતે આ મેચમાં ટીમ ઈન્ડિયાને માત્ર શાનદાર શરૂઆત જ નથી અપાવી, પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર મારનારા અને શાહિદ આફ્રિદીને પાછળ છોડનારા બેટ્સમેનોની યાદીમાં પણ જબરદસ્ત છલાંગ લગાવી છે.

હિટમેન આગળ, આફ્રિદી પાછળ

રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ માત્ર 16 બોલમાં 33 રનની શાનદાર ઈનિંગ રમી હતી અને આ દરમિયાન તેણે 2 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સાથે, તે તમામ ફોર્મેટમાં છગ્ગા ફટકારવાના મામલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજા નંબરનો સૌથી વિસ્ફોટક બેટ્સમેન બની ગયો છે. રોહિતના નામે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 427 ઇનિંગ્સમાં કુલ 477 સિક્સર છે. તેણે શાહિદ આફ્રિદીને પાછળ છોડી દીધો, જેણે કુલ 476 સિક્સર ફટકારી હતી. વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન ક્રિસ ગેલ હજુ પણ આ મામલે સૌથી આગળ છે. ભૂતપૂર્વ દિગ્ગજ ઓપનર ગેઈલે 551 ઈનિંગ્સમાં 553 સિક્સર ફટકારવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક
કેરી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે
Green Tea Bag Reuse : વપરાયેલી ગ્રીન ટી બેગને ફેંકો નહીં, ઘરના કામમાં તેનો કરો ફરીથી ઉપયોગ

મોટો સ્કોર ફીફટી વિના બનાવ્યો

જો ભારત-વેસ્ટ ઈન્ડિઝ મેચની વાત કરીએ તો રોહિત શર્મા સિવાય ઋષભ પંતે 31 બોલમાં 44 રન ફટકાર્યા હતા, જ્યારે છેલ્લી ઓવરમાં અક્ષર પટેલે માત્ર 8 બોલમાં 20 રન ફટકારીને ભારતને 191 રનના મોટા સ્કોર સુધી પહોંચાડ્યું હતું. . ખાસ વાત એ છે કે ભારતની આ ઈનિંગમાં કોઈ પણ બેટ્સમેન 50નો આંકડો પાર કરી શક્યો નથી, પરંતુ તેમ છતાં ટીમે આટલો મોટો સ્કોર બનાવ્યો અને વેસ્ટ ઈન્ડિઝ સામે પડકારજનક ટાર્ગેટ આપ્યો. ભારતે વેસ્ટ ઈન્ડિઝને 132 રનમાં જ ઓલઆઉટ કરી દીધુ હતુ. આમ ભારતનો 59 રન વિજય થવા સાથે શ્રેણીમાં 3-1 થી અજેય સરસાઈ મેળવી લીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">