રોબિન ઉથપ્પા બીજીવાર બન્યા પિતા, પૂર્વ ટેનિસ ખેલાડી પત્નિ શિતલે પુત્રીને જન્મ આપ્યો, દિકરીનુ નામકરણ કર્યુ

રોબિન ઉથપ્પા (Robin Uthappa) ની પત્ની શીતલે (Sheethal) પુત્રીને જન્મ આપ્યો છે. ઉથપ્પાએ ક્યૂટ મેસેજ લખીને દીકરીનું નામ પણ જાહેર કર્યું.

રોબિન ઉથપ્પા બીજીવાર બન્યા પિતા, પૂર્વ ટેનિસ ખેલાડી પત્નિ શિતલે પુત્રીને જન્મ આપ્યો, દિકરીનુ નામકરણ કર્યુ
Robin Uthappa એ સોશિયલ મીડિયા પર આપી જાણકારી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 15, 2022 | 9:42 AM

રોબિન ઉથપ્પા (Robin Uthappa) બીજી વખત પિતા બન્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના બેટ્સમેન ઉથપ્પાની પત્ની શીતલે પુત્રીને જન્મ આપ્યો છે. ભારતીય ક્રિકેટ ના આ જાણીતા બેટ્સમેને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ફોટો શેર કરીને ચાહકોને ખુશખબર આપી. તેણે દીકરીની પહેલી ઝલક પણ બતાવી. ક્યૂટ મેસેજ લખતી વખતે ઉથપ્પાએ દીકરીનું નામ પણ જાહેર કર્યું. CSK ના આ બેટ્સમેનની દીકરીનું નામ ખૂબ જ ચર્ચામાં છે. લોકો આ નામનો અર્થ શોધી રહ્યા છે. ઉથપ્પાએ સંદેશમાં લખ્યું છે કે પ્રેમભર્યા હૃદય સાથે, અમે અમારા જીવનની નવી પરીનો પરિચય કરાવવા માંગીએ છીએ. મળો ટ્રિનિટી થિયા ઉથપ્પાને.

નામે સૌનું ધ્યાન ખેંચ્યું

ઉથપ્પાએ આગળ લખ્યું કે આ દુનિયામાં આવવા માટે અમને માતા-પિતા અને ભાઈ તરીકે પસંદ કરવા બદલ આભાર. ઉથપ્પાની પુત્રીના નામની ખૂબ શોધ કરવામાં આવી રહી છે. વાસ્તવમાં ટ્રિનિટી એટલે ટ્રિનિટી. IPL ની આ સિઝન દરમિયાન શીતલે પોતાની પ્રેગ્નન્સી વિશે ફેન્સને જાણકારી આપી હતી. શીતલ પોતે ટેનિસ ખેલાડી રહી ચુકી છે. તેણે 9 વર્ષની ઉંમરે ટેનિસ રમવાનું શરૂ કર્યું અને 33 વર્ષની ઉંમરે નિવૃત્તિ લીધી.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

રોબીન ઉથપ્પાએ એ ગત મહિને એક ટ્વીટ કર્યુ હતુ અને જેમાં તેણે શિતલ અને પોતાના પુત્ર સાથેની તસ્વીર શેર કરી હતી. જે દ્વારા પોતાનો પરીવાર 3 સભ્યોથી વધી રહ્યો હોવાની ખુશીની જાણકારી પોતાના ચાહકોને સત્તાવાર રીતે આપી હતી. જેની પર પણ તેને ખૂબ શુભેચ્છાઓ આ ખુશીના સમાચારને લઈ મળી હતી.

પત્નિ શીતલ રોબિન ઉથપ્પાની સિનિયર હતી

તેણી કોલેજમાં ભારતીય ક્રિકેટર રોબિન ઉથપ્પાને મળી, જ્યાં તે તેની સિનિયર હતી. બંને ખેલાડી હતા. આવી સ્થિતિમાં બંને વચ્ચે મિત્રતા ગાઢ બની હતી. બંનેએ 2016માં એકબીજાનો હાથ પકડ્યો હતો. ઉથપ્પા અને શીતલે પહેલા લગ્ન ક્રિશ્ચિયન ધર્મ અનુસાર કર્યા હતા, ત્યાર બાદ હિંદુ રીતિ-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા. બંને 2017માં પહેલીવાર માતા-પિતા બન્યા હતા. તેમના પુત્રનું નામ નીલ નોલાન છે. રોબિન અને શીતલ બંનેને અભિનંદનની વર્ષા થઈ રહી છે. કેએલ રાહુલ, પ્રજ્ઞાન ઓઝા, ઈરફાન પઠાણ, અથિયા શેટ્ટી સહિત અનેક સેલિબ્રિટીએ ટ્રિનિટીને પોતાનો પ્રેમ મોકલ્યો હતો.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">