અફઘાનિસ્તાન સામેની T20 ટીમની જાહેરાત, તૈયાર થઈ રહ્યો છે સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ, ખુદ કોચએ શેર કર્યો વીડિયો

ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન રિંકુ સિંહે પોતાની બેટિંગથી લાખો લોકોના દિલ જીતી લીધા છે. પોતાની વિસ્ફોટક સિક્સર માટે પ્રખ્યાત રિંકુ અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝની તૈયારી કરી રહ્યો છે. આ દરમ્યાનનો એક વીડિયો તેના કોચ દ્વારા શેર કરવામાં આવ્યો છે જેમાં તે સિક્સર મારવાની તૈયારી કરી રહ્યો છે. મહત્વનું છે કે અફઘાનિસ્તાન સામેની T20 ટીમની જાહેરાત થઈ ગઈ છે.

અફઘાનિસ્તાન સામેની T20 ટીમની જાહેરાત, તૈયાર થઈ રહ્યો છે સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહ, ખુદ કોચએ શેર કર્યો વીડિયો
| Edited By: | Updated on: Jan 18, 2024 | 1:35 PM

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન રિંકુ સિંહે T20 ફોર્મેટમાં પોતાનો દબદબો જમાવી લીધો છે. રિંકુની ઓળખ તેણે મારેલી સિક્સરથી થાય છે. મિડલ ઓર્ડરમાં આવતા, રિંકુએ સ્કાય હાઈ સિક્સર સાથે મેચ પૂરી કરી છે. આ બેટ્સમેને પોતાની સ્ટાઈલથી ઘણી નામના મેળવી છે. પરંતુ સવાલ એ છે કે રિંકુ આવતાની સાથે જ લાંબી સિક્સર કેવી રીતે ફટકારે છે. અફઘાનિસ્તાન સામેની T20 સિરીઝ પહેલા રિંકુ સિંહનો એક વીડિયો સામે આવ્યો છે. તે સિક્સર માટે જીમમાં તેની સ્નાયુની તાકાત વધારતો જોવા મળી રહ્યો છે.

જીમમાં રિંકુ હાથ વડે રબરનો પટ્ટો પકડીને પાવરથી ખેંચતો જોવા મળે છે. આવી સતત પ્રેક્ટિસથી બેટ્સમેન બોલને બાઉન્ડ્રી પાર સરળતાથી લઈ જઈ શકે છે. વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે રિંકુ અફઘાનિસ્તાન સામેની ટી-20 સિરીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.

આ વીડિયોમાં જીમ કરતી વખતે પોસ્ટ કર્યો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં, તેણે દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણીમાં શાનદાર બેટિંગ કરી હતી. હવે જોવાનું એ રહેશે કે તે અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં કેવું પ્રદર્શન કરે છે.

રિંકુ સિંહ માટે દક્ષિણ આફ્રિકાનો પ્રવાસ શાનદાર રહ્યો હતો. તેણે આ પ્રવાસમાં ટી20 શ્રેણીમાં સારી બેટિંગ કરી હતી. રિંકુએ છેલ્લી T20માં 68 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ પ્રવાસમાં તેને તેની ODI કારકિર્દી શરૂ કરવાની તક પણ મળી. રિંકુ ડેબ્યૂ મેચમાં બેટ વડે કશું જ અદ્ભુત કરી શક્યો નહોતો. પરંતુ તેણે પોતાની બોલિંગથી ધૂમ મચાવી હતી. રિંકુને તેની ડેબ્યૂ મેચમાં જ બોલિંગ કરવાની તક મળી અને તેનું નસીબ ચમકી ગયું. રિંકુએ પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર વિકેટ લીધી હતી.

IPL 2023માં રિંકુ સિંહે બેટથી ઘણી ધૂમ મચાવી હતી. જેની અસર આખા વર્ષ દરમિયાન જોવા મળી હતી. હવે આ તેજસ્વી ખેલાડીને કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024 માટે જાળવી રાખ્યો છે. યુવા બેટ્સમેનનું સમગ્ર ધ્યાન ટી20 વર્લ્ડ કપ 2024માં ભારતીય ટીમમાં જગ્યા બનાવવા પર રહેશે.

આ છે અફઘાનિસ્તાન સામેની T20 ટીમ

અફઘાનિસ્તાન સામે ટી 20માં ટીમ તરફ નજર કરીએ તો રોહિત શર્મા (કેપ્ટન), એસ ગિલ, વાય જયસ્વાલ, વિરાટ કોહલી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટ કીપર), સંજુ સેમસન (વિકેટ કીપર), શિવમ દુબે, ડબલ્યુ સુંદર, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ , અવેશ ખાન, મુકેશ કુમાર

મોહાલીમાં રમાશે અફઘાનિસ્તાન સામેની પ્રથમ મેચ

  • પ્રથમ મેચ 11 જાન્યુઆરીએ મોહાલીમાં રમાશે.
  • બંને ટીમો વચ્ચે બીજી T20 મેચ 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં રમાશે.
  • બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ T20 શ્રેણીની છેલ્લી મેચની યજમાની કરશે.

ભારત અફઘાનિસ્તાન સીરિઝનું શેડ્યૂલ

  • પહેલી T20: 11 જાન્યુઆરી, મોહાલી, સાંજે 7 વાગ્યાથી
  • બીજી T20: 14 જાન્યુઆરી, ઈન્દોર, સાંજે 7 વાગ્યાથી
  • ત્રીજી T20: 17 જાન્યુઆરી, બેંગલુરુ, સાંજે 7 વાગ્યાથી

Published On - 5:22 pm, Fri, 5 January 24