મહિલા IPL માટે BCCI ફુલ એક્શનમાં, 5 ટીમો માટે 200 ખેલાડીઓનો પૂલ તૈયાર

બીસીસીઆઈ (BCCI)ના ભૂતપૂર્વ પ્રમુખ સૌરવ ગાંગુલીએ આ વર્ષે જાહેરાત કરી હતી કે, મહિલા આઈપીએલનું આયોજન આવતા વર્ષથી એટલે કે 2023થી કરવામાં આવશે.

મહિલા IPL માટે BCCI ફુલ એક્શનમાં, 5 ટીમો માટે 200 ખેલાડીઓનો પૂલ તૈયાર
મહિલા IPL માટે BCCI ફુલ એક્શનમાંImage Credit source: Twitter
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 07, 2022 | 3:12 PM

બીસીસીઆઈએ મહિલા ક્રિકેટને આગળ વધવા માટે આ વર્ષે મોટો નિર્ણય લીધો છે. તેમણે મહિલા આઈપીએલની જાહેરાત કરી હતી. જ્યારે મહિલા આઈપીએલ રમવાની જાહેરાત થઈ, તો સાથે -સાથે ચાહકો અને ખેલાડીઓ પણ ખુબ ઉત્સાહિત હતા. હજુ સુધી તારીખની જાહેરાત થઈ નથી. પરંતુ તેની તૈયારીઓ પુરજોશમાં ચાલે છે. સિલેક્ટર ટુંક સમયમાં જ બીસીસીઆઈને 200 ખેલાડીઓના નામનું લિસ્ટ આપશે. જે મહિલા આઈપીએલમાં ભાગ લેશે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

આ વર્ષે બીસીસીઆઈએ એક મિટિંગમાં મહિલા આઈપીએલના મુદ્દા પર ખુબ ચર્ચા કરી હતી. અને આ જ કારણે આ વર્ષે યોજાનારી મહિલા આઈપીએલને લઈ પુરજોશમાં તૈયારી કરી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ ટુર્નામેન્ટ ફ્રેબુઆરીમાં સાઉથ આફ્રિકામાં રમાનારી મહિલા ટી20 વર્લ્ડકપ બાદ ભારતમાં આયોજીત થશે. ફ્રેન્ચાઇઝી અને મીડિયા હરાજી પછી તારીખોની જાહેરાત કરવામાં આવશે.

200 ખેલાડીઓનું પુલ તૈયાર કરવામાં આવ્યુ

હાલમાં જ બીસીસીઆઈની ગર્વનિંગ કાઉન્સિલ મીટિંગ યોજાઇ હતી. જે બાદ મહિલા આઈપીએલ માટે ખેલાડીઓનું પુલ તૈયાર કરવાનું હતું. ક્રિકબઝની રિપોર્ટસ અનુસાર જે પુલ તૈયાર કરવામાં આવ્યું છે. તેમાં 160થી લઈ 170 વચ્ચે ભારતીયના નામ છે. તેમજ 30 થી 40 વિદેશી ખેલાડી છે. વેન્યુની વાત કરીએ તો મીડિયા રિપોર્ટસમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી , બેંગ્લોર અને કોલકતાનું શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. અત્યારસુધી બીસીસીઆઈ તરફથી આને લઈ કોઈ અધિકારિક જાહેરાત કરવામાં આવી નથી.

યુવા ખેલાડીઓ માટે મોટી તક

અત્યારસુધી મહિલા ટી 20 ચેલેન્જના નામથી ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવતું હતુ. જેમાં 3 ટીમ ભાગ લેતી હતી.પરંતુ મહિલા આઈપીએલમાં 5 ટીમો સામેલ થવાના અહેવાલો છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, પંજાબ કિંગ્સ, કોલકતા નાઈટ રાઈડર્સ જેવી ટીમ મહિલા આઈપીએલમાં ખુબ દિલચસ્પી દેખાડી રહી છે. ભારતીય મહિલા ખેલાડી ઓસ્ટ્રેલિયાની બિગ બૈશ લીગ અને ઈંગ્લેન્ડ ભાગ લે છે. પરંતુ હવે મહિલા આઈપીએલ આવવાથી જૂનિયર ખેલાડીઓને પણ એક સારું મંચ મળશે. બીસીસીઆઈ સતત પ્રયત્નમાં છે કે, મહિલા ક્રિકેટને પણ તમામ મળે જે પુરુષ ક્રિકેટને મળે છે. આ વચ્ચે તેમણે મહિલા અને પુરુષ ટીમની મેચ ફી બરાબર કરવાનો નિર્ણય લીધો છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">