RCB vs KKR: આજે IPLમાં RCB અને KKR વચ્ચે ટક્કર, જાણો કઈ ટીમનું પલડું ભારે

IPLમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચે મેચ રમાશે. ચાલો આ ટીમોના ભૂતકાળના રેકોર્ડ પર એક નજર કરીએ.

RCB vs KKR: આજે IPLમાં RCB અને KKR વચ્ચે ટક્કર, જાણો કઈ ટીમનું પલડું ભારે
Shreyas Iyer and Faf du Plassis
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 30, 2022 | 4:56 PM

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bengaluru) ની ટીમ બુધવારે સાંજે કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) સામે ટકરાશે. આ સિઝનમાં બંને ટીમો પોત પોતાની એક-એક મેચ રમી ચુકી છે. જ્યાં બેંગ્લોરને પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો જ્યારે કોલકાતાની ટીમે શાનદાર પ્રદર્શન કરીને પ્રથમ મેચમાં ગત ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ સામે જીત મેળવી હતી.

શ્રેયસ ઐયર (Shreyas Iyer) ની આગેવાની હેઠળની કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ટીમે ટુર્નામેન્ટમાં શાનદાર શરૂઆત કર્યા બાદ તેની જીતનો સિલસિલો જાળવી રાખવા પર ધ્યાન આપશે. જ્યારે ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની બેંગ્લોરની ટીમ ટૂર્નામેન્ટમાં તેની પ્રથમ જીત નોંધાવવા પર ધ્યાન આપશે. બંને ટીમો વચ્ચે જોરદાર ટક્કર થશે.

જાણો કઇ ટીમનું પલડું ભારે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને કોલકાતા નાઇટ રાઇડર્સ ટીમોમાં ઘણા યુવા અને અનુભવી ખેલાડીઓ છે. છેલ્લી મેચમાં, કોલકાતાના બેટ્સમેન અને બોલર બંનેએ સારું પ્રદર્શન કર્યું હતું. જ્યારે બોલરોએ બેંગ્લોરના બેટ્સમેનોની મહેનતને બરબાદ કરી હતી. જો બંને ટીમોના ભૂતકાળના રેકોર્ડની વાત કરીએ તો IPL માં બેંગ્લોર અને કોલકાતા 29 મેચોમાં સામ સામે આવી ચુક્યા છે. આ 29 મેચોમાંથી, કોલકાતાએ 16 મેચ જીતી છે. જ્યારે બેંગ્લોરે 13 મેચ જીતી છે.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

શું ટોસની ભુમીકા મહત્વની રહેશે?

IPL ની પ્રથમ 4 મેચમાં ટોસ જીતનારી ટીમે પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ચારેય મેચમાં ટોસ જીતનારી ટીમે જીત મેળવી છે. પરંતુ મંગળવારે હૈદરાબાદ અને રાજસ્થાન વચ્ચેની મેચમાં આ માન્યતા તૂટી ગઈ હતી. રાજસ્થાનની ટીમે પ્રથમ બેટિંગ કરીને 61 રનથી શાનદાર જીત નોંધાવી હતી. આવી સ્થિતિમાં ટોસ જીતનારી ટીમ બેટિંગ કરશે કે બોલિંગ કરશે તે જોવું રસપ્રદ રહેશે.

રહાણે IPLમાં 4 હજારની ક્લબમાં જોડાવવાથી માત્ર 15 રન દૂર

હવે જાણો અજિંક્ય રહાણેએ બનાવેલા રેકોર્ડ વિશે. રહાણે જો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 15 રન બનાવશે તો તે IPLમાં તેના 4000 રન પૂરા કરશે. અને આ સીમાચિહ્નને સ્પર્શનાર 9મો ભારતીય બનવાની સાથે તે 12મો બેટ્સમેન બનશે. પરંતુ, તે આ સ્થાને સૌથી ઝડપી પહોંચનાર 5મો બેટ્સમેન હશે. અજિંક્ય રહાણેએ અત્યાર સુધી 152 મેચની 142 ઇનિંગ્સમાં 121.45ના સ્ટ્રાઇક રેટથી 3985 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 સદી અને 28 અડધી સદી ફટકારી છે.

આ પણ વાંચો : IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદને Kane Williamson ને આઉટ આપવાના નિર્ણયનો હજુય નથી ભરોસો, ટોમ મૂડીએ આશ્વર્ય વ્યક્ત કર્યુ

આ પણ વાંચો :  IPL 2022: રાજસ્થાન રોયલ્સના Shimron Hetmyer એ 8.5 કરોડ રુપિયાની પૈસા વસૂલ તોફાની રમત દર્શાવી હતી

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">