IPL 2023: RCB એ રાજસ્થાન સામે જીત મેળવી નોંધાવ્યો કમાલનો રેકોર્ડ, આમ કરનારી એકમાત્ર ટીમ બની

RR vs RCB, IPL 2023: રાજસ્થાન રોયલ્સને તેના જ ઘરમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 112 રનથી હાર આપી હતી. આ સાથે જ બેંગ્લોરે ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

IPL 2023: RCB એ રાજસ્થાન સામે જીત મેળવી નોંધાવ્યો કમાલનો રેકોર્ડ, આમ કરનારી એકમાત્ર ટીમ બની
RCB રચ્યો વિક્રમ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 14, 2023 | 9:28 PM

IPL 2023 હવે તેના અંતની નજીક પહોંચી ચૂકી છે. આ દરમિયાન હવે પ્લેઓફની રેસ પણ જબરદસ્ત બની છે અને હવે નજર અંતિમ 4 કઈ ટીમ હશે તેની પર છે. રવિવારે ડબલ હેડર દિવસની પ્રથમ મેચ જબરદસ્ત હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જયપુરમાં ટક્કર થઈ હતી. આ મેચમાં રાજસ્થાન સામે બેંગ્લોરે 112 રનથી વિશાળ અંતરે જીત મેળવી હતી. રાજસ્થાને શરમજનક હાર પોતાના જ હોમ ગ્રાઉન્ડ પર મેળવી હતી.

બેંગ્લોરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. આમ પ્રથમ બેટિંગ કરતા આરસીબીએ ગ્લેન મેક્સવેલ અને સુકાની ફાફ ડુપ્લેસીની અડધી સદી વડે 171 રનનો સ્કોર 5 વિકેટના નુક્શાન પર નોંધાવ્યો હતો. રાજસ્થાનની ટીમ આ લક્ષ્ય સામે માત્ર 59 રનમાં જ સમેટાઈ ગઈ હતી.

RCB એ નોંધાવ્યો રેકોર્ડ

બેંગ્લોરે 112 રનથી જીત રાજસ્થાન સામે મેળવી હતી. 10.3 ઓવરમાં જ રાજસ્થાનની ટીમ સમેટાઈ ગઈ હતી. આમ બેંગ્લોરને મોટી જીત મળી હતી. આ સાથે જ પોતાના રનરેટમાં સુધારો થયો હતો અને 2 પોઈન્ટ્સ મળ્યા હતા. બેંગ્લોરે આ જીત સાથે એક રેકોર્ડ નોંધાવ્યો હતો. બેંગ્લોર આઈપીએલમાં એકમાત્ર ટીમ બની છે કે, જે અત્યાર સુધીમાં 100 કે તેથી વધુ રનથી જીત ટૂર્નામેન્ટમાં મેળવી શકી હોય . બેંગ્લોરની ટીમે ચાર વાર મોટી જીત પોતાને નામે કરી છે.

Vastu Tips : શું કોઈને કાચની વસ્તુ કોઈને ગિફ્ટ આપવી જોઈએ ?
આજનું રાશિફળ તારીખ : 29-11-2024
Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો

આ પ્રકારે 4 વાર 100 કે તેથી વધુ વાર જીત મેળવનારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ એક માત્ર છે. જ્યારે સિઝનમાં આ પ્રથમ જીત છે. આ પહેલા બેંગ્લોરે પુણે વોરિયર્સ, પંજાબ કિંગ્સ અને ગુજરાત લાયન્સ ટીમને 100 કે તેથી વધુ રનથી હાર આપી હતી. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાં 100 કે તેથી વઘારે રનથી જીત મેળવવાની યાદીમાં બીજા ક્રમે છે. મુંબઈ આ કમાલ અત્યાર સુધીમાં 2 વાર કરી ચુકી છે. જ્યારે આઈપીએલમાં 100 કે તેથી વધારે અંતરથી જીત મેળવવામાં આવી હોય એવુ 10 વાર બન્યુ છે.

100 કે થી વધુ રને મેળવેલ જીત

  • વર્ષ 2013 પૂણે વોરિયર્સ સામે 130 રનથી જીત
  • વર્ષ 2015 પંજાબ કિંગ્સ સામે 138 રનથી જીત
  • વર્ષ 2016 ગુજરાત લાયન્સ સામે 144 રનથી જીત
  • વર્ષ 2023 રાજસ્થાન રોયલ્સ સામે 112 રનથી જીત

હોમ ગ્રાઉન્ડ બહાર સૌથી મોટી જીત

અત્યાર સુધીમાં સૌથી મોટી જીત હોમ ગ્રાઉન્ડની બહાર બેંગ્લોરે આ મોટી જીત મેળવી છે. આ પહેલા 82 રનથી શારજાહમાં કોલકાતા સામે જીત મેળવી હતી. જ્યારે ઓવર ઓલ સૌથી મોટી જીત 144 રને ગુજરાત લાયન્સ સામે મેળવી છે.

આ પણ વાંચોઃ Gujarat Titans, IPL 2023: ગુજરાત ટાઈટન્સ અલગ ‘અંદાજ’માં જોવા મળશે, મોદી સ્ટેડિયમમાં કરશે ખાસ કામ

રમત ગમત ના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
VNSGU યુનિવર્સિટીમાં નવા ભવનના નિર્માણ પહેલા ગીર ગાયોની કરશે સેવા-vide
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
ખ્યાતિકાંડમાં ક્રાઈમ બ્રાંચ PMJAY હેઠળ આવતા અધિકારીઓનું લેશે નિવેદન
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
રાજકોટના મવડી વિસ્તારમાં અજાણ્યા 2 શખ્સોએ એક મકાનમાં લગાવી આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
અમદાવાદના સનાથલ ચોકડી પાસે ભંગારના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ખેડા જિલ્લામાં આરોગ્ય વિભાગે હાથ ધરી ,PMJY હેઠળ આવતી હોસ્પિટલોમાં તપાસ
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
સુરત સિટી બસ ફરી એક વખત વિવાદમાં, રૂપિયા લઈ ટિકિટ ન આપતા હોવાનો આરોપ
સુરત સિટી બસ ફરી એક વખત વિવાદમાં, રૂપિયા લઈ ટિકિટ ન આપતા હોવાનો આરોપ
ગિફ્ટ પર ક્યારે લાગે ટેક્સ, ક્યારે મળે છે છૂટ ? જાણો તમામ સવાલોના જવાબ
ગિફ્ટ પર ક્યારે લાગે ટેક્સ, ક્યારે મળે છે છૂટ ? જાણો તમામ સવાલોના જવાબ
વાહનોના દંડ ભરવા અમદાવાદ RTO કચેરીએ લાંબી કતાર
વાહનોના દંડ ભરવા અમદાવાદ RTO કચેરીએ લાંબી કતાર
g clip-path="url(#clip0_868_265)">