ગુજ્જુ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાનો ખાસ અંદાજ, અનોખી સવારીનો વીડિયો થયો વાયરલ
6 જાન્યુઆરીના રોજ ઈન્સ્ટાગ્રામ પર પોતાની વિન્ટેજ સવારીનો આનંદ ઉઠાવતો વીડિયો શેયર કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે બળદગાડાની સવારીનો આનંદ લઈ રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના આ સ્ટાર ઓલરાઉન્ડરે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે - વિન્ટેજ રાઈડ.

ભારતીય ટીમના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પોતાના અનોખા અંદાજમાં માટે જાણીતા છે. હાલમાં તેઓ સાઉથ આફ્રિકામાં ન્યૂલેન્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડમાં ટીમ ઈન્ડિયાની ઐતિહાસિક જીતના સાક્ષી રહ્યા હતા. વર્ષની શરુઆતમાં જ મળેલી જીત બાદ જાડેજા પોતાના ઘરે સમય વિતાવી રહ્યા છે. જાડેજાએ પોતાની અનોખી સવારીનો વીડિયો સોશિયલ મીડિયા પર શેયર કર્યો છે.
6 જાન્યુઆરીના રોજ ઈન્સ્ટાગ્રામ પર પોતાની વિન્ટેજ સવારીનો આનંદ ઉઠાવતો વીડિયો શેયર કર્યો હતો. આ વીડિયોમાં જોઈ શકાય છે કે તે બળદગાડાની સવારીનો આનંદ લઈ રહ્યા છે. ચેન્નાઈ સુપર કિંગ્સના આ સ્ટાર ઓલરાઉન્ડરે વીડિયોના કેપ્શનમાં લખ્યું છે – વિન્ટેજ રાઈડ.
ગુજ્જુ ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાનો ખાસ અંદાજ
Instagram પર આ પોસ્ટ જુઓ
પીઠના દુખાવાને કારણે તે સાઉથ આફ્રીકા સામે શરુઆતની મેચ રમી શક્યા ન હતા. બીજી ટેસ્ટ મેચમાં આ ગુજ્જુ ઓલરાઉન્ડરને કોઈ ખાસ અવસર મળ્યો ન હતો. તે એક પણ બોલ ફેંકી શક્યા ન હતા અને એક પણ બોલ રમી શક્યા ન હતા. સાઉથ આફ્રીકાના પ્રવાસથી પરત ફર્યા બાદ હાલમાં તેઓ વેકેશનનો આનંદ માણી રહ્યા છે.
લેફટ હેન્ડ સ્પિનર જાડેજાએ વર્ષ 2023માં ભારતના પ્રમુખ ઓલરાઉન્ડર રહ્યા. તેમણે 35 મેચમાં કુલ 613 રન બનાવ્યા અને 66 વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડ સામેની આગામી 5 મેચની ટેસ્ટ સીરીઝમાં મહત્વની ભૂમિકા ભજવશે.
આ પણ વાંચો : આ ક્રિકેટ ટીમ રાજકોટમાં રમવા આવશે ત્યારે પોતાની સાથે રસોઈયા લઈને આવશે
