રવિન્દ્ર જાડેજા IND vs BAN ODI સીરીઝમાંથી બહાર, BCCIએ ટીમમાં કર્યો ફેરફાર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રવીન્દ્ર જાડેજાના બાંગ્લાદેશ સીરીઝમાંથી થવાની જાહેરાત કરી છે. બાંગ્લાદેશના પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત પહેલા જ થઈ ચૂકી હતી. પણ આજે આ પ્રવાસ પહેલા ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા છે

રવિન્દ્ર જાડેજા IND vs BAN ODI સીરીઝમાંથી બહાર, BCCIએ ટીમમાં કર્યો ફેરફાર
Ravindra Jadeja out of IND vs BAN ODI
Image Credit source: File photo
TV9 GUJARATI

| Edited By: Abhigna Maisuria

Nov 23, 2022 | 10:31 PM

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સ્ટાર ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના ફિટ ન હોવાની આંશકાઓ અને અફવાઓ વચ્ચે મોટું એલાન કર્યુ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે રવીન્દ્ર જાડેજાના બાંગ્લાદેશ સીરીઝમાંથી થવાની જાહેરાત કરી છે. બાંગ્લાદેશના પ્રવાસ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત પહેલા જ થઈ ચૂકી હતી. પણ આજે આ પ્રવાસ પહેલા ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા છે

જાડેજા ઈજાગ્રસ્ત હોવાને કારણે એશિયા કપમાંથી બહાર થયા હતા. ટી20 વર્લ્ડકપ સમેય પણ બીસીસીઆઈ સામેની નારાજગી અને ઈજાગ્રસ્ત હોવાને કારણે રવીન્દ્ર જાડેજા વર્લ્ડકપ માટેની ટીમમાંથી બહાર થયા હતા. થોડા સમય અગાઉ જાડેજાની ઘુંટણની સર્જરી થઈ હતી. અને હવે ફરી તે ન્યૂઝીલેન્ડ અને બાંગ્લાદેશ પ્રવાસમાંથી બહાર રહેતા, તેના ફેન્સમાં નિરાશા જોવા મળી રહી છે.

બાંગ્લાદેશ પ્રવાસ પહેલા ટીમમાં ફેરફાર

અનુભવી ઓલરાઉન્ડર જાડેજા હજુ ઘૂંટણની ઈજામાંથી સંપૂર્ણ રીતે બહાર આવ્યો નથી અને તેવી સ્થિતિમાં બંગાળના ઓલરાઉન્ડર શાહબાઝ અહેમદને ટીમમાં જગ્યા આપવામાં આવી છે.યુવા ઝડપી બોલર યશ દયાલ પણ ઈજાગ્રસ્ત છે. ઉત્તરપ્રદેશના ફાસ્ટ બોલર દયાલને પીઠની સમસ્યાને કારણે શ્રેણીમાંથી બહાર બેસવું પડ્યું હતુ. હવે તેના સ્થાને મધ્યપ્રદેશના ઝડપી બોલર કુલદીપ સેનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમનો બાંગ્લાદેશ પ્રવાસ

ભારતીય ક્રિકેટ ટીમ 4 ડિસેમ્બરથી બાંગ્લાદેશ પ્રવાસે જશે. બાંગ્લાદેશ સામે ભારતીય ટીમ વન ડે અને ટેસ્ટ સીરીઝ રમવા જઈ રહી છે. ભારત-બાંગ્લાદેશ પ્રથમ વન ડે 4 ડિસેમ્બર, બીજી વન ડે 7 ડિસેમ્બર અને ત્રીજી વન ડે 10 ડિસેમ્બરે યોજાશે. ભારત-બાંગ્લાદેશ ટેસ્ટ સીરીઝની વાત કરીએ તો પહેલી ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરે અને બીજી ટેસ્ટ 22 ડિસેમ્બરે શરુ થશે.

ભારત-બાંગ્લાદેશ વચ્ચે ત્રીજી વન ડે બાંગ્લાદેશના ઢાકામાં રમાવાની હતી. પણ હવે આ મેચ ચટગામમાં રમાશે. 10 ડિસેમ્બરે ભારત-બાંગ્લાદેશની ત્રીજી વન ડે સમય એ બાંગ્લાદેશની નેશનલિસ્ટ પાર્ટી એ વિરોધ પ્રદર્શનનું એલાન કરીને રેલીનું આયોજન કર્યુ છે. તેથી વિરોધ પ્રદર્શનની ધમકીઓ વચ્ચે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે તમામ ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને ત્રીજી મેચનું સ્થાન બદલી નાખ્યુ છે.

Latest News Updates

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati