Ravindra Jadeja: ટીમ ઇન્ડીયા માટે હવે નવુ પારંપારિક અંદાજનુ સ્વેટર, જાડેજાએ તસ્વીર શેર કરી
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉમ્પટન ખાતે 18 જૂને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) મેચ રમાશે. ત્યાર બાદ ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે. આ દરમ્યાન ટીમ ઇન્ડીયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ટીમ ઇન્ડીયાની નવી ગરમ જર્સી (sweater) સાથેની તસ્વીર શેર કરી છે.
ભારતીય ટીમ (Indian Team) આગામી સપ્તાહે ઇંગ્લેંડ પ્રવાસ માટે રવાના થશે. ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સાઉમ્પટન ખાતે 18 જૂને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ (WTC Final) મેચ રમાશે. ત્યાર બાદ ટીમ ઇન્ડીયા ઇંગ્લેંડ સામે પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે.
આ દરમ્યાન ટીમ ઇન્ડીયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ ટીમ ઇન્ડીયાની નવી ગરમ જર્સી (sweater) સાથેની તસ્વીર શેર કરી છે. ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા એ ટ્વીટર પર ટીમ ઇન્ડીયાનું નવુ સ્વેટર પહેરીને તસ્વીર શેર કરી છે. તસ્વીર સાથે તેણે લખ્યુ છે કે, 90 નાં તબક્કામાં વાપસી.
⏪Rewind to 90’s 👕 #lovingit #india pic.twitter.com/bxqB6ptfhD
— Ravindrasinh jadeja (@imjadeja) May 29, 2021
ટીમ ઇન્ડીયા માટે નુ નવુ સ્વેટર પારંપારિક અંદાજ ધરાવે છે. જેમાં જમણી બાજુ આઇસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ 2021 લખ્યુ છે. જ્યારે વચ્ચે ઇન્ડીયા લખેલુ છે. અત્યાર સુધી ભારતીય ટીમ જે સ્વેટર પહેરતા હતા, તે પારંપારિક ડિઝાઇન કરતા અલગ હતુ. જેમાં વચ્ચે ઝીપ લાગેલી હતી. પરંતુ હવે તે બદલીને 90ના દશકમાં પહેરવામાં આવતુ સ્વેટર ટીમમાં ફરી એકવાર સામેલ થયુ છે.
નવા સ્પોન્સર દ્રારા તૈયાર કરાઇ જર્સી
આ સ્વેટરને ટીમ ઇન્ડીયાના નવા જર્સી સ્પોન્સર એમપીએલ સ્પોર્ટસ એ ડિઝાઇન કરી છે. ગત વર્ષ નવેમ્બરથી એમપીએલ સ્પોર્ટસ ટીમ ઇન્ડીયાને સ્પોન્સર કરી રહ્યુ છે. આ પહેલા પણ ભારતના ઓસ્ટ્રેલીયા પ્રવાસ દરમ્યાન પણ ટીમ ઇન્ડીયાના માટે રિટ્રો ડિઝાઇન વાળી જર્સી પસંદ કરાઇ હતી.
રીટ્રો ડિઝાઇન જર્સી (Retro Design Jersey) 1992 ના વિશ્વકપ વાળી જર્સી ની થીમ પર બની હતી. ત્યાર બાદ વન ડે અને ટી20 ક્રિકેટમાં ભારતીય ખેલાડી આ જ જર્સી પહેરી રહ્યા હતા. તો ટેસ્ટ ક્રિકેટમાં અત્યારે ભારતીય ખેલાડીઓની જર્સી પર બ્લ્યૂ રંગમાં સ્પોન્સરનુ નામ રહેતુ હતુ. જ્યારે કાળા અક્ષરોમાં ખેલાડીનુ નામ લખવામાં આવતુ હતુ.