
ભારતીય સ્થાનિક ક્રિકેટની સૌથી મોટી ટુર્નામેન્ટ રણજી ટ્રોફીની નવી સીઝન 5 જાન્યુઆરીથી શરૂ થશે, જેમાં આ વખતે કુલ 38 ટીમો રમતી જોવા મળશે, જેમાં બે મહિના લાંબી આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ 10 માર્ચના રોજ રમાશે. તમામ મેચ સવારે 9 : 30 કલાકથી શરુ થશે. રણજી ટ્રોફી વર્ષ 2023-24 સત્રની શરુઆત 5 જાન્યુઆરી એટલે કે, આજથી શરુ થઈ ચૂકી છે. ગ્રુપસી માં ચિંતન ગાજાના નેતૃત્વમાં ગુજરાતનો સામનો વલસાડના સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમમાં તમિલનાડુ સામે થશે.
ટૂર્નામેન્ટની પહેલી મેચ ગુજરાત અને તમિલનાડુની છે. તેમજ બીજી ટક્કર કર્ણાટક અને પંજાબ, હરિયાણા અને રાજસ્થાન વચ્ચે પણ થશે. રણજી ટ્રોફીની છેલ્લી સીઝનમાં સૌરાષ્ટ્રની ટીમે ખિતાબ પોતાને નામ કર્યો હતો. જે બાદ તે આ વખતે પોતાનું ટાઈટલ જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરશે.
રણજી ટ્રોફી 2023-24 મેચ અનેક સ્થળો પર રમાશે. જેમાં ટૂર્નામેન્ટનું આયોજન કુલ 48 મેદાનો પર કરવામાં આવશે. તેમજ પ્લેટ ગ્રુપની લીગ સ્ટેજ મેચનું આયોજન 5 વેન્યુ પર કરવામાં આવશે.
આ વખતે રણજી ટ્રોફીની મેચનું પ્રસારણ સ્પોર્ટસ 18 નેટવર્ક પર કરવામાં આવશે. તેમજ આ મેચનું ઓનલાઈન સ્ટ્રીમિંગ જીયોસિનેમાં એપ પર જોઈ શકો છો.રણજી ટ્રોફીએ એક લાંબી ટૂર્નામેન્ટ છે. મુંબઈની ટીમ આ ડોમેસ્ટિક ટુર્નામેન્ટમાં અત્યાર સુધી સૌથી વધુ વખત વિજેતા બની છે. મુંબઈએ કુલ 41 વખત રણજી ટ્રોફી જીતી છે. આ ટુર્નામેન્ટની બીજી સૌથી સફળ ટીમ કર્ણાટક રહી છે જેણે 8 વખત આ ખિતાબ જીત્યો છે.
તમને જણાવી દઈએ કે, રણજી ટ્રોફીની પહેલી મેચ મદ્રાસ અને મૈસૂર વચ્ચે 4 નવેમ્બરના 1934ના રોજ રમાઈ હતી. બંન્ને ટીમો વચ્ચે આ મેચ ચેન્નાઈના ચેપક મેદાન પર રમાઈ હતી. રણજી ટ્રોફી બાદ કેટલાક ખેલાડીઓ આઈપીએલ તેમજ ત્યારબાદ જૂનમાં થનારા ટી 20 વર્લ્ડકપમાં સામેલ થશે. રણજી ટ્રોફીમાં તમામ લોકોની નજર અજિકંય રહાણે અને ચેતેશ્વર પુજારા પર ટકેલી છે. ત્યારે સીનિયર ખેલાડીઓ ટીમમાં સ્થાન બનાવવા માટે પણ પ્રયત્ન કરશે.
આ પણ વાંચો : રોડ અકસ્માતમાં પિતાનું મોત, હવે ક્રિકેટના મેદાનમાં આવીને બાળકોએ જીત્યા દિલ, જુઓ વીડિયો