Ramesh Powarએ ફરી BCCIનો વિશ્વાસ જીત્યો અને ભારતીય મહિલા ટીમના હેડ કોચનો કરાર વધુ એક વર્ષ લંબાવાયો

Ramesh Powarએ ફરી BCCIનો વિશ્વાસ જીત્યો અને ભારતીય મહિલા ટીમના હેડ કોચનો કરાર વધુ એક વર્ષ લંબાવાયો
Ramesh Powar (PC: ESPNCricInfo)

Women Cricket : રમેશ પવાર ત્રીજીવાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે કાર્યભાર સંભાળશે. તેનો એક વર્ષ માટે કરાર લંબાવાયો છે. જેથી રમેશ પોવાર કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય ટીમ સાથે બર્મિંગહામ જશે.

TV9 GUJARATI

| Edited By: Adhirajsinh jadeja

May 21, 2022 | 11:31 AM

ભૂતપૂર્વ ભારતીય સ્પિનર ​​અને ભારતીય મહિલા ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રમેશ પવાર (Ramesh Powar)નો કરાર વધુ એક વર્ષ માટે લંબાવવામાં આવ્યો હોવાનું કહેવાય છે. તમને જણાવી દઈએ કે ભારતીય મહિલા ટીમ સાથે રમેશ પાવારનો કરાર આ વર્ષે એપ્રિલમાં ICC મહિલા વર્લ્ડ કપ 2022 બાદ સમાપ્ત થઈ ગયો હતો. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ 2022 (Women Cricket World Cup 2022)ની સેમિ ફાઈનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી હતી. ત્યારબાદ રમેશ પવારનું મુખ્ય કોચ તરીકે યથાવત રાખવા પર શંકા હતી. પરંતુ હવે એવા અહેવાલો છે કે રમેશ પવારને ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. જે તેમનો ત્રીજો કાર્યકાળ હશે. તેણે સૌપ્રથમ વર્ષ 2018માં ડબલ્યુવી રમનનું સ્થાન લીધું હતું. ત્યારબાદ 2020માં તેમનો બીજો કાર્યકાળ શરૂ થયો હતો.

રમેશ પવાર ભારતીય મહિલા ક્રિકેટ ટીમના હેડ કોચ બન્યા રહેશે

આ દરમિયાન ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના એક અધિકારીએ હાલમાં જ ખુલાસો કર્યો હતો કે રમેશ પવાર આગામી એક વર્ષ માટે ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ તરીકે કાર્યભાર સંભાળશે. તેમનો કરાર એક વર્ષ લંબાવવામાં આવશે. જેનો અર્થ છે કે તે કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સાથે બર્મિંગહામ જશે.

અંગ્રેજી સમાચાર પત્ર હિન્દુસ્તાન ટાઈમ્સને બીસીસીઆઈના એક અધિકારીએ વાત કરતા કહ્યું હતું કે “રમેશ પવાર વધુ એક વર્ષ માટે ભારતીય મહિલા ટીમના કોચ તરીકે યથાવત રહેશે. હવે તે આગામી સમયમાં મહિલા ક્રિકેટરો સાથે મળીને કામ કરશે. રમેશ પવાર રાષ્ટ્રીય પસંદગીકારો અને નેશનલ ક્રિકેટ એકેડેમી (National Cricket Academy) સાથે સતત સંપર્કમાં છે. જેમની સાથે બર્મિંગહામમાં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સ 2022 માટે તેને કયા પ્રકારના ખેલાડીઓની જરૂર છે તે અંગે વાતચીત ચાલી રહી છે. જેથી બેંગલુરુમાં વિશેષ શિબિરનુંં આયોજન કરી શકાય છે.

તમને જણાવી દઈએ કે ભારતની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજ (Mithali Raj) અને ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) એ હજુ સુધી નિવૃત્તિ અંગે કોઈ નિર્ણય લીધો નથી. 2022 વર્લ્ડ કપ આ બંન્ને મહિલા દિગ્ગજ ખેલાડીઓ માટે છેલ્લી ટૂર્નામેન્ટ હતી તેવું ગણવામાં આવી રહ્યું હતું અને ત્યારબાદ તેમની નિવૃત્તિની જાહેરાત અપેક્ષિત હતી.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati