Rahul Dravid Car Accident : રાહુલ દ્રવિડની કારનો અકસ્માત, લોડિંગ ઓટો સાથે ટકરાઇ કાર, જુઓ વીડિયો

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. રાહુલ દ્રવિડની કાર એક લોડિંગ ઓટો સાથે ટક્કર થઇ હતી. આ ઘટના બેંગલુરુના કનિંગહામ રોડની હોવાનું જાણવા મળી રહ્યું છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Rahul Dravid Car Accident : રાહુલ દ્રવિડની કારનો અકસ્માત, લોડિંગ ઓટો સાથે ટકરાઇ કાર, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Feb 05, 2025 | 9:06 AM

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર અકસ્માત થયાના સમાચાર સામે આવ્યા છે. રાહુલ દ્રવિડની કાર એક લોડિંગ ઓટો સાથે ટક્કર થઇ હતી. આ ઘટના બેંગલુરુના કનિંગહામ રોડની હોવાનું જાણવા મળી રહ્યું છે, જેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. સદનસીબે, તે એક નાની ટક્કર હતી અને કોઈને ઈજા થઈ ન હતી. પરંતુ ટક્કર બાદ રાહુલ દ્રવિડ અને ઓટો ડ્રાઈવર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ, જેના કારણે ભારતના ભૂતપૂર્વ મુખ્ય કોચ ચર્ચામાં આવ્યા છે.

રાહુલ દ્રવિડની કારને લોડિંગ ઓટોએ ટક્કર મારી

આ ઘટના 4 ફેબ્રુઆરી મંગળવારના રોજ બની હોવાની માહિતી છે. રાહુલ દ્રવિડ પોતાની કારમાં ઇન્ડિયન એક્સપ્રેસ સર્કલથી હાઇ ગ્રાઉન્ડ તરફ જઈ રહ્યા હતા. પછી એક લોડિંગ ઓટોએ દ્રવિડની કારને પાછળથી ટક્કર મારી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમા જોવા મળી રહ્યુ છે કે રાહુલ દ્રવિડ ટક્કર બાદ કારમાંથી નીચે ઉતર્યા અને તેને ધ્યાનથી જોઇ હતી. આ ઘટના દરમિયાન, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને કાર્ગો ઓટો ડ્રાઈવર વચ્ચે ઝઘડો થયો હતો. દ્રવિડ ડ્રાઇવરને કહેતો જોવા મળે છે કે ટક્કર પછી તેની કારમાં ખાડો પડી ગયો છે. જોકે, આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

Pill Line Meaning : દવાની ગોળી વચ્ચે આવતી લાઇનને શું કહેવાય ? જાણી ને ચોંકી જશો
સ્મૃતિ મંધાના વેલેન્ટાઈન ડે પર કોની સાથે ડેટ પર જશે?
Miraculous mantra : કપાળ પર ચંદનનું તિલક લગાવતી વખતે કયો મંત્ર બોલવામાં આવે છે?
RCB કેપ્ટન રજત પાટીદાર પત્નીને દુનિયાથી છુપાવીને કેમ રાખે છે?
પાકિસ્તાનમાં હિન્દુઓના મૃતદેહોની અંતિમવિધિ કેવી રીતે થાય ?
Vastu Tips : લગ્ન વાળા ઘરમાં ભૂલથી આ વસ્તુઓ રાખી તો થશે નુકસાન !

દ્રવિડના કોચિંગ હેઠળ ભારતે T20 વર્લ્ડ કપ જીત્યો

2012માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા દ્રવિડે 2021માં ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો અને ગયા વર્ષે ટીમ ઈન્ડિયાને 2024નો T20 વર્લ્ડ કપ જીતવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ 11 વર્ષ લાંબા આઈસીસી ટ્રોફીના દુકાળનો અંત લાવ્યો. દ્રવિડનો કાર્યકાળ પૂરો થયા પછી, ભારતના ભૂતપૂર્વ બેટ્સમેન ગૌતમ ગંભીરે ભારતીય ટીમના નવા મુખ્ય કોચ તરીકેનો કાર્યભાર સંભાળ્યો.

તમને જણાવી દઈએ કે, રાહુલ દ્રવિડ હવે IPL 2025 માં જોવા મળશે. રાજસ્થાન રોયલ્સે આગામી સિઝન પહેલા તેમને પોતાનો મુખ્ય કોચ બનાવ્યો છે. તમને જણાવી દઈએ કે, રાહુલ દ્રવિડ આઈપીએલમાં આ ટીમ માટે રમી ચૂક્યો છે અને કોચિંગ સ્ટાફનો પણ ભાગ રહી ચૂક્યો છે. તે ફરી એકવાર આ ટીમની જર્સીમાં જોવા મળશે. જો આપણે તેમના કરિયરની વાત કરીએ તો, દ્રવિડે ટીમ ઈન્ડિયા માટે ૧૬૪ ટેસ્ટ, ૩૪૪ વનડે અને ૧ ટી૨૦ મેચ રમી હતી. આ સમયગાળા દરમિયાન, તેણે 24208 રન બનાવ્યા.

g clip-path="url(#clip0_868_265)">