ઈંગ્લેન્ડમાં ભારતીય મૂળના ખેલાડીએ મચાવી દીધી ધમાલ, ડેબ્યૂ મેચમાં જ જમાવી દીધી બેવડી સદી

ન્યૂઝીલેન્ડ (New Zealand) ના આ ક્રિકેટરે ભારત સામેની પોતાની ડેબ્યૂ ટેસ્ટમાં પણ કમાલ કર્યો હતો અને છેલ્લા બેટ્સમેન સાથે મળીને ટેસ્ટ મેચ ડ્રો કરવામાં સફળ રહ્યો હતો.

ઈંગ્લેન્ડમાં ભારતીય મૂળના ખેલાડીએ મચાવી દીધી ધમાલ, ડેબ્યૂ મેચમાં જ જમાવી દીધી બેવડી સદી
Rachin Ravindra એ કાઉન્ટી ક્રિકેટમાં આ પ્રદર્શન કર્યુ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 13, 2022 | 11:55 PM

ન્યુઝીલેન્ડની ક્રિકેટ ટીમ (New Zealand Cricket Team) આ દિવસોમાં ઈંગ્લેન્ડમાં છે. બંને ટીમો વચ્ચે ટેસ્ટ સિરીઝ ચાલી રહી છે, જેમાં ન્યૂઝીલેન્ડ 0-1 થી પાછળ છે. આ શ્રેણીમાં બહુ ઓછા કિવી ખેલાડીઓએ સારું પ્રદર્શન કર્યું છે, ખાસ કરીને ડેરીલ મિશેલ, જેણે સતત બે ઇનિંગ્સમાં સદી ફટકારી છે. તેની ઘણી ચર્ચા છે, પરંતુ કિવી ટીમ સિવાય, ઇંગ્લેન્ડમાં ન્યુઝીલેન્ડના બીજા ઘણા ખેલાડીઓ છે, જેઓ કાઉન્ટી ક્રિકેટ (County Cricket) માં પોતાનો હાથ અજમાવી રહ્યા છે અને સારું પ્રદર્શન કરી રહ્યા છે. આમાં એક ખેલાડી એવો પણ છે, જે ડેબ્યૂ મેચમાં માસ્ટર બની રહ્યો છે. ભારત સામે ટેસ્ટ ડેબ્યૂમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ હવે તેણે ઈંગ્લેન્ડમાં પણ ડેબ્યૂ કર્યું છે, તે પણ ઈંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સની ટીમમાંથી. આ ખેલાડી છે, રચિન રવિન્દ્ર (Rachin Ravindra).

ન્યુઝીલેન્ડનો ભારતીય મૂળનો 22 વર્ષીય સ્પિન ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર હાલમાં ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં રમી રહ્યો છે. રચિન પ્રથમ વખત કાઉન્ટી ક્રિકેટનો ભાગ બન્યો છે અને તેની શરૂઆત આશ્ચર્યજનક રહી છે. તે ઈંગ્લેન્ડના ટેસ્ટ કેપ્ટન બેન સ્ટોક્સની કાઉન્ટી ટીમ ડરહમ ક્રિકેટ ક્લબ તરફથી રમી રહ્યો છે અને રચિન રવિન્દ્રએ ડેબ્યૂ મેચમાં જ જબરદસ્ત બેવડી સદી ફટકારી હતી.

અંબાણી પરિવારની દીકરી ઈશા કરતાં મોંઘા ઘરેણા તો ઘરની વહુ પાસે છે, જાણો કેટલી છે કિંમત
IPL 2024 : MS ધોનીએ ઋતુરાજ ગાયકવાડને જ કેમ કેપ્ટન તરીકે પસંદ કર્યો? પોતે જ આપ્યો જવાબ
પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો

ઓપનિંગમાં આવી બેવડી સદી ફટકારી

22 વર્ષીય ડાબોડી ઓલરાઉન્ડર રચિને સોમવારે 13 જૂને 217 રનની શાનદાર ઇનિંગ રમીને તેની કાઉન્ટી કારકિર્દીની મજબૂત શરૂઆત કરી હતી. ન્યુઝીલેન્ડ માટે ક્રમ નીચે બેટિંગ કરનાર રચિને ડરહામ માટે ઓપનિંગ કર્યું અને રવિવારે મેચના પહેલા જ દિવસે સદી ફટકારી. બીજા દિવસે પણ તેની ધમાલ જારી રહી અને તેણે તેની સદીને બેવડી સદીમાં બદલીને તેણે રાહત લીધી. તેણે 318 બોલની ઈનિંગમાં 217 રન બનાવ્યા જેમાં 32 ચોગ્ગા સામેલ હતા. તેની ઈનિંગ્સને કારણે ડરહમે વોર્સેસ્ટરશાયર સામે 642 રનમાં પ્રથમ દાવ ડિકલેર કર્યો હતો.

ટેસ્ટ ડેબ્યૂમાં કર્યો હતો કમાલ

થોડાક સમય અગાઉ ન્યુઝીલેન્ડના ભારત પ્રવાસમાં રચિન રવિન્દ્રની સૌથી વધુ ચર્ચા થઈ હતી. તેણે ભારતના પ્રવાસમાં જ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેના નામને લઈને ઘણી ચર્ચા થઈ હતી કારણ કે તેના માતા-પિતાએ રાહુલ દ્રવિડ અને સચિન તેંડુલકરના નામ પર રચિનનું નામ રાખ્યું હતું. જો કે, તેણે તેના જોરદાર પ્રદર્શન સાથે નામના કારણે ચર્ચા બનાવી દીધી હતી. કાનપુર ટેસ્ટમાં ડેબ્યૂ કરી રહેલા રચિને છેલ્લા દિવસે આઠમા નંબર પર લગભગ દોઢ કલાક બેટિંગ કરી અને 11માં નંબરના બેટ્સમેન એજાઝ પટેલ સાથે ભાગીદારી કરીને ભારતને છેલ્લી વિકેટ મેળવવાથી અટકાવી અને મેચ ડ્રો કરવામાં સફળ રહ્યો.

Latest News Updates

NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
AIMIM અને છોટુ વસાવાની ઉમેદવારી ભાજપનો ચિંતાનો વિષય બનશે?
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
સુરતમાં રત્નકલાકારે હીરા બદલી લીધા પણ cctv એ ભાંડો ફોડ્યો
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
Breaking News : લોકસભાની ચૂંટણી બાદ મંત્રીમંડળમાં થઇ શકે છે વિસ્તરણ
g clip-path="url(#clip0_868_265)">