Ranji Trophy: પૃથ્વી શો રણજી ટ્રોફીમાં મુંબઇની ટીમની આગેવાની સંભાળશે, અર્જૂન તેંડુલકર નો ટીમમાં સમાવેશ

13 મી જાન્યુઆરીથી રણજી ટ્રોફી (Ranji Trophy) ની શરુઆત થનાર છે. આ માટે ટીમોની ઘોષણા કરવામાં આવી રહી છે.

Ranji Trophy: પૃથ્વી શો રણજી ટ્રોફીમાં મુંબઇની ટીમની આગેવાની સંભાળશે, અર્જૂન તેંડુલકર નો ટીમમાં સમાવેશ
Arjun Tendulkar-Prithvi Shaw
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 29, 2021 | 11:36 PM

રણજી ટ્રોફી (Ranji Trophy) માટે ની આગામી સિઝનને લઇને ટીમોના એલાન કરવામાં આવ્યા છે. જેમાં મુંબઇ (Mumbai) એ પણ પોતાની ટીમ જાહેર કરી છે. પૃથ્વી શો (Prithvi Shaw) ની કેપ્ટનશિપમાં મુંબઇની ટીમ રણજી ટ્રોફીના મેદાનમાં ઉતરશે. ટીમમાં સચિન તેંડુલકર (Sachin Tendulkar) નો પુત્ર અર્જૂન તેંડુંલકર (Arjun Tendulkar) ને પણ પસંદ કરવામાં આવ્યો છે. તેને પ્રથમ વાર મુંબઇએ રણજી ટીમમાં સામેલ કર્યો છે. તેને શરુઆતની બે મેચો માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.

બુધવારે મુંબઇએ ટીમનુ એલાન કર્યુ હતુ. મુંબઇના ટીમ સિલેક્ટર સલિલ અકોલાએ પૃથ્વી શોની કેપ્ટનશિપ ધરાવતી રણજી ટ્રોફી માટેની ટીમ પસંદ કરી હતી. અંકોલાએ મીડિયા રિપોર્ટમાં કહ્યુ હતુ કે, પૃથ્વી શો એક બ્રિલીયન્ટ કેપ્ટન છે અને સાથે જ તે શાનદાર ઓપનર બેટ્સમેન છે, આના થી વધારે બીજુ શુ જોઇએ. યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ, મીડલ ઓર્ડર સરફરાજ ખાન, અરમાન જાફર અને આકર્ષિત ગોમેલને 20 સભ્યોની જાહેર કરાયેલી ટીમમાં સ્થાન અપાયુ છે.

આ બધામાં સચિન પુત્ર અર્જૂન સૌથી વધુ ચર્ચાનુ કારણ રહ્યો છે. ટીમ સિલેક્ટર સલિલ અંકોલા અને સચિન બંનેએ એક સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટની સફર શરુ કરી હતી. સલિલ બાદમાં ક્રિકેટ થી દૂર થઇને સિલ્વર અને ગોલ્ડન સ્ક્રિનમા ભવિષ્ય અજમાવવાનો પ્રયાસ કરવા લાગ્યો હતો. અર્જૂન તેંડુલકર આ પેલા સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં મુંબઇની ટીમ વતી રમી ચુક્યો છે.

સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં
ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરશો તો ડિહાઇડ્રેશનનો શિકાર નહીં બનો
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

મીડિયા રિપોર્ટનુસાર સચિન તેંડુલકરના પુત્રએ પોતાની પસંદગી રણજી ટ્રોફી માટે કરવામા આવતા ખુશી વ્યક્ત કરી હતી. તેણે ક્હ્યુ હતુ કે, પ્રતિષ્ઠીત ટ્રોફી માટે મુંબઇની ટીમનુ પ્રતિનિધીત્વ કરવા માટે પસંદ થવુ એ સન્માનની વાત છે. આ મારા માટે સપનુ સાચુ ઠરવા સમાન છે. હું ટીમ માટે પોતાનુ સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા માટે ખૂબજ ઉત્સુક્તાથી રાહ જોઇ રહ્યો છું.

મુંબઇ એલીટ ગ્રુપ-સીમાં સામેલ

બે વર્ષ બાદ રણજી ટ્રોફીની શરુઆત હવે 13 જાન્યુઆરીથી કરાનાર છે. આ પહેલા તમામ ટીમના ખેલાડીઓ 5 દિવસના ક્વોરન્ટાઇનમાં રહેશે. એટલે કે આગામી છઠ્ઠી જાન્યુઆરી થી 10 મી જાન્યુઆરી સુધી ક્વોરન્ટાઇન સમય પસાર કરવામાં આવશે. એલીટ-સી ગ્રુપમાં મુંબઇ ઉપરાંત, કર્ણાટક, દિલ્હી, હૈદરાબાદ, મહારાષ્ટ્ર અને ઉત્તરાખંડની ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ગ્રપ સીની તમામ મેચ કોલાકાતામાં રમાનાર છે. મુંબઇની ટીમ તેની પ્રથમ મેચ 13 મી જાન્યુઆરીએ મહારાષ્ટ્ર સામે રમશે.

આ પણ વાંચોઃ  IND VS SA: વિરાટ કોહલી એ એક ના એક જ ભૂલને 11 મી વાર કરી, જેને લઇને જ તે શતકથી દૂર થવા લાગ્યો!

આ પણ વાંચોઃ IPL 2022: અમદાવાદની ટીમનો કોણ હોઇ શકે છે કેપ્ટન, કેએલ રાહુલ કે શ્રેયસ ઐય્યર ? જાણો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">