Republic Day 2022: PM નરેન્દ્ર મોદીનો પત્ર ક્રિસ ગેઇલને મળતા જ આપ્યો જબરદસ્ત જવાબ, ‘યુનવિર્સ બોસ’ એ દિલ જીતી લેનારી પ્રતિક્રિયા આપી

Republic Day 2022: PM નરેન્દ્ર મોદીનો પત્ર ક્રિસ ગેઇલને મળતા જ આપ્યો જબરદસ્ત જવાબ, 'યુનવિર્સ બોસ' એ દિલ જીતી લેનારી પ્રતિક્રિયા આપી
PM મોદીએ ગણતંત્ર દિવસ નિમિત્તે ક્રિસ ગેઇલને મોકલ્યો હતો પત્ર

PM નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ 73માં ગણતંત્ર દિવસ (Republic Day 2022) નિમિત્તે ક્રિકેટરોને લખ્યો પત્ર, જેમાં ક્રિસ ગેઇલ (Chris Gayle) પણ સામેલ હતો, જાણો આ ક્રિકેટરની શું પ્રતિક્રિયા હતી?

TV9 GUJARATI

| Edited By: Avnish Goswami

Jan 26, 2022 | 5:54 PM

ભારતનો 73મો ગણતંત્ર દિવસ 2022 (Republic Day 2022) રહ્યો છે અને આ અવસર પર પીએમ નરેન્દ્ર મોદીએ દેશને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ એવા લોકોનો પણ આભાર માન્યો જેઓ વિદેશી છે પરંતુ તેમના દિલમાં ભારત વસે છે. હા, પીએમ મોદીએ ગણતંત્ર દિવસના અવસર પર બે મોટા ક્રિકેટરોને પત્ર લખીને ભારત સાથેના મજબૂત સંબંધોની પ્રશંસા કરી હતી. પીએમ મોદી (PM Narendra Modi) એ યુનિવર્સ બોસ તરીકે જાણીતા ક્રિસ ગેઇલ (Chris Gayle) ને એક પત્ર લખ્યો હતો, જ્યારે આવો જ પત્ર દક્ષિણ આફ્રિકાના પૂર્વ ક્રિકેટર અને મહાન ફિલ્ડર જોન્ટી રોડ્સને પણ લખ્યો હતો. પીએમ મોદીના આ પત્રથી બંને ક્રિકેટર્સ ખૂબ જ ખુશ હતા અને તેમણે સોશિયલ મીડિયા પર ફેન્સને આ અંગે જાણકારી આપી હતી.

પીએમ મોદી તરફથી મળેલા પત્ર વિશે માહિતી આપતા ક્રિસ ગેલે લખ્યું, ‘હું ભારતને 73માં ગણતંત્ર દિવસના અવસર પર અભિનંદન આપું છું. આજે સવારે જ્યારે હું જાગ્યો ત્યારે મને પીએમ મોદીનો એક વ્યક્તિગત સંદેશ મળ્યો જેમાં તેમણે મારા અને ભારતીય લોકો વચ્ચેના અંગત સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. યુનિવર્સ બોસ તરફથી અભિનંદન અને પ્રેમ.

જોન્ટી રોડ્સે પણ પીએમ મોદીનો આભાર માન્યો હતો

જોન્ટી રોડ્સે પીએમ મોદી તરફથી મળેલો પત્ર પણ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે શેર કર્યો છે. પીએમ મોદીનો આભાર માનતા જોન્ટીએ લખ્યું, ‘નરેન્દ્ર મોદીજી તમારા શબ્દો માટે આભાર. હું જ્યારે પણ ભારત આવ્યો છું ત્યારે ઘણું બધું શીખ્યો છું. મારો આખો પરિવાર ભારત સાથે ગણતંત્રની ઉજવણી કરી રહ્યો છે. ભારતીયોના અધિકારોનું રક્ષણ કરતા બંધારણના મહત્વને માન આપવું. તમને જણાવી દઈએ કે ‘જય હિંદ’ જોન્ટી રોડ્સ ભારતથી એટલા પ્રભાવિત છે કે તેણે પોતાની દીકરીનું નામ ઈન્ડિયા રાખ્યું છે. જોન્ટી ઘણીવાર ભારતમાં રહે છે. તે IPLમાં લાંબા સમય સુધી મુંબઈ ઈન્ડિયન્સ સાથે સંકળાયેલો હતો અને ત્યારબાદ તે પંજાબ કિંગ્સ સાથે પણ જોડાયો હતો.

દરમિયાન ક્રિસ ગેલે પણ IPLની દરેક સિઝનમાં ભારતીય ચાહકોનું દિલ જીત્યું છે. ગેલે ભારતીય ગાયકો સાથે વિડિયો ગીતો પણ કર્યા છે. જોકે, આ વખતે ક્રિસ ગેલે આઈપીએલની હરાજીમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ BPL 2022: હવે ડ્વેન બ્રાવો મેદાન પર પુષ્પા અવતારમાં, વિકેટ મળતા જ અલ્લૂ અર્જૂનના અંદાજમાં કર્યો ડાંસ, જુઓ Video

આ પણ વાંચોઃ  Sports: આ ભારતીય મહિલા ખેલાડીઓએ પહેરી છે વર્ધી, કોઇ SP તો કોઇ ASP, જાણો કોણ કોણ છે સામેલ આ લીસ્ટમાં

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati