IPL Auction 2021: ગુજરાતનો આ ખેલાડી 1.2 કરોડમાં વેચાયો છતાં ઘરમાં છે શોકનો માહોલ, શું છે કારણ?

IPL Auction 2021માં ગુજરાતના ભાવનગરના ખેલાડી ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સે 1.2 કરોડની બોલી લગાવીને ખરીદી લીધો છે, સામાન્ય પરિવારમાં જન્મેલા ચેતને અહીં સુધી પહોંચવા ઘણા સંઘર્ષો કર્યા છે.

IPL Auction 2021: ગુજરાતનો આ ખેલાડી 1.2 કરોડમાં વેચાયો છતાં ઘરમાં છે શોકનો માહોલ, શું છે કારણ?
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Feb 18, 2021 | 9:26 PM

IPL Auction 2021માં ગુજરાતના ભાવનગરના ખેલાડી ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલ્સે 1.2 કરોડની બોલી લગાવીને ખરીદી લીધો છે, સામાન્ય પરિવારમાં જન્મેલા ચેતને અહીં સુધી પહોંચવા ઘણા સંઘર્ષો કર્યા છે. વર્ષોની મહેનત બાદ જ્યારે હવે તેને સફળતા મળવા લાગી છે, તેવા સમયમાં તેના ઘરમાં ખુશીની જગ્યાએ શોકનો માહોલ છે તેનું કારણ છે કે ચેતનના નાના ભાઈએ ગત 14 ફેબ્રુઆરીના રોજ આત્મહત્યા કરી લીધી હતી, જેના શોકમાંથી પરિવાર બહાર નથી આવી શક્તો, ચેતનના નાના ભાઈએ ક્યારે વિચાર્યુ પણ નહીં હોય કે તેના ગયા પછી તેનો મોટો ભાઈ આટલી મોટી સિદ્ધી પ્રાપ્ત કરશે.

ટીવી નાઈન સાથે ચેતનના પરિવારે વાત કરતા જણાવ્યું કે ચેતન ભણવામાં ખૂબ જ હોંશિયાર હતો, પરંતુ તે 12 ધોરણ પછી ભણી ન શક્યો. ક્રિકેટને લઈને તેની દિવાનગી એ હદ સુધી હતી કે મેચ રમવા માટે તે કેટલીક પરિક્ષાઓમાં ગેરહાજર પણ રહ્યો હતો. ચેતને ડિસ્ટ્રિકટ મેચ માટે બોર્ડની એક્ઝામ પણ સ્કિપ કરી હતી અને ડ્રોપ આઉટ કર્યું હતું. તેની પ્રતિભા જોઈને ભાવસિંહજી ક્રિકેટ ક્લબે ચેતનની ફી માફ કરી હતી, એ ઘટના ચેતન કાયમ યાદ રાખતો હોવાનું તેના પિતા એ જણાવ્યું હતું.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

આ પણ વાંચો: IPL ઓકશનના આ છે Top 5 ખેલાડીઓ, જેમના પાછળ કરાઈ કૂલ 68.75 કરોડ રૂપિયાની રેલમછેલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">