પાકિસ્તાનની આબરુ ‘પ્રકાશે’ બચાવી, 9 વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ સમાપ્ત જાહેર કરાતા કરાચી ટેસ્ટ ડ્રો

પાકિસ્તાનનો એક બાદ એક ટેસ્ટ મેચમાં ઘર આંગણે હારનો સિલસિલો માંડ અટક્યો છે, જોકે હજુ પાકિસ્તાનના ખાતામાં જીત લખાઈ નથી. ન્યુઝીલેન્ડ અને પાકિસ્તાન વચ્ચેની ટેસ્ટ શ્રેણીની બંને મેચ ડ્રો રહી હતી.

પાકિસ્તાનની આબરુ 'પ્રકાશે' બચાવી, 9 વિકેટ ગુમાવી દીધી હતી અને મેચ સમાપ્ત જાહેર કરાતા કરાચી ટેસ્ટ ડ્રો
Pakistan vs New Zealand Karachi Test Draw
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 06, 2023 | 8:49 PM

ન્યુઝીલેન્ડ ક્રિકેટ ટીમ હાલમાં પાકિસ્તાન પ્રવાસે છે. જ્યા પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે 2 મેચોની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. જે સિરીઝ પરિણામ વિના જ સમાપ્ત થઈ ચુકી છે. બીજી ટેસ્ટ મેચ કરાચીમાં રમાઈ હતી. જેમાં ટોસ જીતીને ન્યુઝીલેન્ડની ટીમે પ્રથમ બેટિંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. ન્યુઝીલેન્ડે પ્રથમ ઈનીંગમાં 449 રન ડેવેન કોન્વેની સદીની મદદથી નોંધાવ્યા હતા. જ્યારે બીજી ઈનીંગમાં 277 રન નોંધાવી કિવી ટીમના કેપ્ટન ટિમ સાઉથીએ 5 વિકેટ પર દાવ ડિક્લેર કર્યો હતો. જવાબમાં અંતિમ ઈનીંગમાં પાકિસ્તાને 304 રન 9 વિકેટના નુક્સાને નોંધાવ્યા હતા.

જોકે અંતિમ દિવસની રમતને 3 ઓવર પહેલા જ સમાપ્ત ઘોષિત કરી દેવામાં આવી હતી. ઓછા સૂર્યપ્રકાશને લઈ અંપાયરોએ વહેલા જ દિવસનો અંત જાહેર કર્યો હતો. આ સાથે જ પાંચ દિવસની રમત પણ સમાપ્ત થઈ જતા કરાચી ટેસ્ટ ડ્રો રહી ગઈ હતી. જોકે આ ત્રણ ઓવર થઈ શકી હોત તો મેચનુ પરિણામ શક્ય બની શકવાની સંભાવના હતી. જેમાં પાકિસ્તાન હારથી માત્ર 1 જ વિકેટ દૂર રહ્યુ હતુ. જે ટીલી તેના માથે લાગતી રહી ગઈ હતી.

પાકિસ્તાન પર હારનુ તોળાયુ હતુ સંકટ

અંતિમ દિવસે પાકિસ્તાનની જીત માટે 319 લક્ષ્ય મળ્યું હતું. જેની સામે પાકિસ્તાનની ટીમ નવ વિકેટ ગુમાવી 304 રન બનાવ્યા હતા. અંતિમ ક્રમે આવેલા બંને પૂંછડીયા બેટ્સમેનો ક્રિઝ પર હતા અને તેઓનો શિકાર કરવા ટિમ સાઉથીએ તમામ પહેરો ગોઠવી દીધો હતો. બેટ્સમેનની ચોતરફ ફિલ્ડરોની કિલ્લેબંધીએ પાકિસ્તાનની ધડકન વધારી દીધી હતી. કારણ કે દરેક બોલે મેચ હારવાનો ખતરો તોળાઈ રહ્યો હતો. પરંતુ અંપાયરોએ મેદાનમાં પ્રકાશ માપવાનુ મિટર ચાલુ કરતા જ જાણે કે પાકિસ્તાનને હારના ખતરાની ઘાત ટળી ગયાનો અહેસાસ થઈ ગયો હતો.

IPL 2024 વચ્ચે પ્રીટિ ઝિન્ટાનું બોલિવુડમાં ધમાકેદાર કમબેક, તસવીરો આવી સામે
હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું

જ્યારે મેચ સમાપ્તિની ઘોષણા કરી હતી તે સમયે પાકિસ્તાનને 15 ની જરૂરિયાત હતી, જે આંકડો એ સમયે પહાડ સમાન લાગી રહ્યો હતો. પાકિસ્તાનની આબરૂ ફરી એકવાર ધૂળમાં મળી જ રહી હતી અને મેચ ત્રણ ઓવર પહેલા જ સમાપ્ત થઈ ગઈ. આમ સળંગ ચાર હાર બાદ સળંગ બીજી ટેસ્ટ મેચમાં હાર અને જીત બંને પાકિસ્તાનને નસીબ નહોતી થઈ શકી અને મેચ ડ્રો રહી હતી.

સરફરાઝની સદી

રાહતના અંત પહેલા સરફરાઝે સદી નોંધાવી હતી. આ ટેસ્ટ શ્રેણીમાંથી ચાર વર્ષ બાદ પાકિસ્તાની ટીમમાં વાપસી કરનાર સરફરાઝે પ્રથમ ત્રણ દાવમાં સતત અડધી સદી ફટકાર્યા બાદ આ ઇનિંગમાં જબરદસ્ત બેટિંગ કરી અને અંતે પાકિસ્તાનની ધરતી પર પોતાની પ્રથમ ટેસ્ટ સદી પૂરી કરી. સરફરાઝની આ ચોથી સદી હતી જે 8 વર્ષ બાદ આવી હતી.

સરફરાઝની નજર પાકિસ્તાન માટે મેચ જીતવા માટે હતી, પરંતુ ન્યૂઝીલેન્ડે કેપ્ટન ટિમ સાઉથી અને માઈકલ બ્રેસવેલના દમ પર વાપસી કરી અને છેલ્લી ઓવરમાં વધુ 4 વિકેટ ઝડપી. જોકે અંતે પરિણામ ડ્રો રહ્યું હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">