PAK vs NZ: પાકિસ્તાનને ઘર આંગણે ફરી ધૂળ ચાટવી પડી, અંતિમ મેચમાં હાર, ન્યુઝીલેન્ડે 2-1 થી ODI સિરીઝ જીતી

Pakistan Vs New Zealand 3rd ODI: પાકિસ્તાને ફરી એકવાર ઘર આંગણે સિરીઝમાં હાર થઈ છે. આ વખતે ન્યુઝીલેન્ડે વનડે સિરીઝમાં હાર આપી છે

PAK vs NZ: પાકિસ્તાનને ઘર આંગણે ફરી ધૂળ ચાટવી પડી, અંતિમ મેચમાં હાર, ન્યુઝીલેન્ડે 2-1 થી ODI સિરીઝ જીતી
New Zealand beats Pakistan in 3rd ODI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2023 | 11:12 PM

પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે કરાચીમાં 3 મેચોની વનડે સિરીઝ રમાઈ હતી. ત્રીજી અનેં અંતિમ વનડેમાં ન્યુઝીલેન્ડે 2 વિકેટે વિજય મેળવ્યો હતો. પ્રથમ વનડે માં ન્યુઝીલેન્ડ સામે પાકિસ્તાને જીત મેળવી હતી. ત્યારબાદ ન્યુઝીલેન્ડે પાકિસ્તાન સામે બીજી વનડેમાં 79 રને જીત મેળવી હતી. પાકિસ્તાની સુકાની બાબર આઝમે નેશનલ સ્ટેડિયમમાં રમાયેલી અંતિમ વનડેમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. ફખર ઝમાની સદી અને રિઝવાનની અડધી સદી વડે 281 રનનુ લક્ષ્ય 9 વિકેટના નુક્શાને 50 ઓવરમાં રાખ્યુ હતુ. જવાબમાં કિવી ટીમે સારી શરુઆત વડે જીતનો પાયો નાંખ્યો હતો.

શરુઆતથી જ મેચમાં પાકિસ્તાને પકડ ગુમાવી દીધી હતી અને ન્યુઝીલેન્ડની ટીમે ધૈર્યભરી રમત સાથે લક્ષ્યનો પિછો કરતા જીત મેળવી લીધી હતી. આ સાથે જ પાકિસ્તાનને તેની જ ધરતી પર ન્યુઝીલેન્ડ સિરીઝમાં હાર આપી હતી. અગાઉ પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાયેલી બંને ટેસ્ટમાં હારના સંક્ટ વચ્ચે મેચ ડ્રો રહી હતી. હવે વનડે સિરીઝ પણ ગૂમવતા ધૂળ ચાટવા સમાન સ્થિતી થઈ છે.

કોન્વે અને વિલિયસને જીતનો પાયો રચ્યો

ઓપનીંગ જોડીએ સારી શરુઆત આપવાના પ્રયાસ સાથે લક્ષ્યનો પિછો કરવા ઈનીંગનો પ્રારંભ કર્યો હતો. જોકે ફિન એલનના રુપમાં કિવી ટીમે પ્રથમ ઝટકો નવમી ઓવરમાં સહન કર્યો હતો. એ વખતે ટીમ 43 રનના સ્કોર પર હતી. એલને 25 બોલનો સામનો કરીને 25 રન નોંઘાવ્યા હતા. ત્યારબાદ સુકાની કેન વિલિયમસન અને ડેવેન કોન્વેએ રમતને સંભાળી હતી. બંનેએ અડધી સદી ફટકારી હતી. 108 રનના સ્કોર પર કોન્વેએ વિકેટ ગુમાવી હતી. કોન્વેએ 65 બોલનો સામનો કરીને 52 રન નોંધાવ્યા હતા.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

સુકાની વિલિયમસનને સાથ આપવા માટે ડેરેલ મિશેલ આવ્યો હતો. તેણે 36 બોલમાં 31 રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ વિલિયમસન 68 બોલમાં 53 રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી. પાકિસ્તાનને એક સમયે લાગી રહ્યુ હતુ કે આટલે થી મેચ પર હવે પકડ મેળી શકાશે. જોકે તેમના સપના અધૂરા રહ્યા હતા.

ફિલિપ્સની અણનમ ઈનીંગ રંગ લાવી

અંતમાં મદાર ગ્લેન ફિલિપ્સ પર રહ્યો હતો. તેણે લક્ષ્ય પાર કરવા સુધી ક્રિઝ પર પગ જમાવી રાખ્યો હતો. ફિલિપ્સે આક્રમક બેટિંગ કરીને પાકિસ્તાની બોલરોને પરેશાન કરી દીધા હતા. 8માં ક્રમે બેટિંગ કરવા આવીને તેણે 42 બોલમાં 63 રન નોંધાવ્યા હતા. જે દરમિયાન તેણે 4 છગ્ગા અને 4 ચોગ્ગા નોંધાવ્યા હતા.

ફિલિપ્સની અણનમ ઈનીંગ રંગ લાવી

અંતમાં મદાર ગ્લેન ફિલિપ્સ પર રહ્યો હતો. તેણે લક્ષ્ય પાર કરવા સુધી ક્રિઝ પર પગ જમાવી રાખ્યો હતો. ફિલિપ્સે આક્રમક બેટિંગ કરીને પાકિસ્તાની બોલરોને પરેશાન કરી દીધા હતા. 8માં ક્રમે બેટિંગ કરવા આવીને તેણે 42 બોલમાં 63 રન નોંધાવ્યા હતા. જે દરમિયાન તેણે 4 છગ્ગા અને 4 ચોગ્ગા નોંધાવ્યા હતા. ટોમ લાથમે 16 અને મિશેલ બ્રેસવેલે 7 રનનુ યોગદાન આપ્યુ હતુ. ભારત પ્રવાસ વખતે ટી20 ટીમનુ સુકાન સંભાળવાની જવાબદારી જેને સોંપવામાં આવી છે તે, મિશેલ સેન્ટનરે 17 બોલમાં 15 રન નોંધાવ્યા હતા. ઈશ શોઢી શૂન્ય રને અને ટિમ સાઉથી અણનમ રહ્યો હતો.

Latest News Updates

Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
g clip-path="url(#clip0_868_265)">