IPL ની પ્રગતિ જોઈને ગભરાઈ ગયું પાકિસ્તાન, કામ બગાડવા માટે પૂરી તાકાતથી તૈયારી કરી રહ્યું છે

Cricket : બીસીસીઆઈ (BCCI) ના સચિવ જય શાહે (Jay Shah) કહ્યું હતું કે 2024 થી 2031 સુધીના FTP ચક્રમાં IPL માટે અઢી મહિનાની વિન્ડો હશે. જેથી વિશ્વના તમામ ટોચના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો આ લીગમાં રમી શકે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હવે આ મુદ્દે બાકીના બોર્ડ સાથે વાત કરશે.

IPL ની પ્રગતિ જોઈને ગભરાઈ ગયું પાકિસ્તાન, કામ બગાડવા માટે પૂરી તાકાતથી તૈયારી કરી રહ્યું છે
Ramiz Raja (PC: AFP)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 16, 2022 | 7:12 AM

બીસીસીઆઈ (BCCI) એ ભૂતકાળમાં ક્રિકેટની દુનિયાને પોતાની શક્તિ બતાવી છે. બીસીસીઆઈએ આઈપીએલના મીડિયા રાઈટ્સ (IPL Media Rights) 48,390 કરોડ રૂપિયામાં વેચ્યા. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ BCCI અને IPL ની સફળતાથી નાખુશ હોય એવું લાગી રહ્યું છે. આઈસીસીના નવા ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP) કેલેન્ડરમાં આઈપીએલને અઢી મહિનાની વિન્ડો આપવાના પ્રસ્તાવ પર બોર્ડ હવે બાકીના બોર્ડ સાથે વાત કરવાની તૈયારી કરી રહ્યું છે. પીસીબીનું માનવું છે કે અઢી મહિનાની વિન્ડોની ઘણી આંતરરાષ્ટ્રીય શ્રેણીઓ પર વિપરીત અસર પડશે. પીટીઆઈ સાથે વાત કરતા બીસીસીઆઈના સચિવ જય શાહે (Jay Shah) કહ્યું હતું કે 2024 થી 2031 સુધીના FTP ચક્રમાં IPL માટે અઢી મહિનાની વિન્ડો હશે. જેથી વિશ્વના તમામ ટોચના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરો આ લીગમાં રમી શકે.

IPL માં અઢી મહિનાના સમય પર પાકિસ્તાન ક્રિકેટ ચર્ચા કરશે

BCCI સેક્રેટરીએ કહ્યું કે, અમે આ અંગે અન્ય બોર્ડ અને ICC સાથે પણ વાત કરી છે. સાથે જ પાકિસ્તાન બોર્ડ (Pakistan Cricket Board) નું માનવું છે કે આ મુદ્દે ચર્ચા કરવાની જરૂર છે. PCBના એક સૂત્રના જણાવ્યા અનુસાર ICC બોર્ડની બેઠક જુલાઈમાં બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સ દરમિયાન યોજાશે અને તે જ સમયે આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. પીસીબીના અધિકારીએ કહ્યું કે ક્રિકેટમાં પૈસા આવે છે તે સારું છે. પરંતુ દર વર્ષે IPL માટે ટોચના ક્રિકેટરોને બુક કરવાની બીસીસીઆઈની યોજનાની આંતરરાષ્ટ્રીય શ્રેણી પર વિપરીત અસર પડશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેના ક્રિકેટ સંબંધોની વાત કરીએ તો બંને વચ્ચે લાંબા સમયથી કોઈ દ્વિપક્ષીય શ્રેણી રમાઈ નથી. ભારત અને પાકિસ્તાન માત્ર ICC ટૂર્નામેન્ટમાં જ એકબીજાનો સામનો કરે છે.

આજનું રાશિફળ તારીખ : 23-04-2024
500 કરોડની આ આલીશાન હોટલમાં અનંત રાધિકા કરશે લગ્ન !
અંબાણી પરિવારમાં હાઇટમાં સૌથી ઊંચું કોણ? જાણો મુકેશ અંબાણીની ઊંચાઈ કેટલી
New Tax Regime માં પણ બચાવી શકો છો આવકવેરો, જાણી લો આખું ગણિત
IPL મેચ પહેલા રોહિત શર્મા સાથે વિદેશી કોચે કર્યું આવું કામ, કેમેરા મેન પણ શરમાયો, જુઓ Video
ગરમીમાં લૂ લાગે કે લૂ લાગવાના સંકેત દેખાય કે તરત જ કરી લેજો આ કામ, જલદી મળશે રાહત

આવનારી 5 IPL માં 410 મેચ રમાશે

2023 અને 2027 ની વચ્ચે BCCI એ IPL ના મીડિયા અધિકારો 48,390 કરોડ રૂપિયામાં વેચ્યા. ભારતીય ઉપખંડ માટેના ટીવી રાઇટ્સ ડિઝની સ્ટાર દ્વારા રૂ. 23,575 કરોડમાં ખરીદવામાં આવ્યા હતા. જ્યારે ડિજિટલ રાઇટ્સ વાયાકોમ 18ને રૂ. 20,500 કરોડમાં ખરિદ્યા હતા. વાયકોમે રૂ. 2,991 કરોડમાં બિન-વિશિષ્ટ અધિકારોનું સી પેકેજ પણ ખરીદ્યું હતું. A અને B પેકેજમાં આગામી 5 વર્ષ માટે 410 મેચો (2023 અને 2024માં 74-74 મેચો, 2025 અને 2026માં 84-84 મેચો અને 2027માં 94 મેચો) નો સમાવેશ થાય છે.

Latest News Updates

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
વડોદરાના પૂર્વ વિસ્તારના લોકોને નહી મળે પાણી, જાણો કેમ?
g clip-path="url(#clip0_868_265)">