IND vs PAK: લો બોલો, પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ કહ્યું, અમ્પાયરના કારણે અમે ભારત સામે હાર્યા !

ભારત સામે એશિયાકપની સુપર ફોરની મેચમાં પાકિસ્તાનના ઓપનર ફખર ઝમાનના આઉટ થવા પર સલમાન અલી આગાએ આશ્ચર્યજનક નિવેદન આપ્યું છે. પાકિસ્તાનના કેપ્ટનનું આ નિવેદન ભારત સામેની સુપર ફોર મેચના પરિણામ બાદ સામે આવ્યું છે, જે ફખર ઝમાનના આઉટ થવા સાથે જોડાયેલી હતી.

IND vs PAK: લો બોલો, પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ કહ્યું, અમ્પાયરના કારણે અમે ભારત સામે હાર્યા !
| Edited By: | Updated on: Sep 22, 2025 | 4:00 PM

ભારત વિરુદ્ધ પાકિસ્તાન: એશિયા કપ 2025માં સુપર ફોર મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું. પાકિસ્તાને ભારત સામેની મેચ માટે ટીમમાં ઘણા ફેરફાર કર્યા. સૌથી મોટો ફેરફાર તેમની ઓપનિંગ જોડીમાં જોવા મળ્યો. સાહિબજાદા ફરહાન અને ફખર ઝમાને પાકિસ્તાન માટે ઇનિંગ્સની શરૂઆત કરી હતી.

જો કે પાકિસ્તાનને ખેલેલો જુગાર એક તબક્કે સફળ સાબિત થઈને મજબૂત શરૂઆત રહી હતી. જોકે, ત્રીજી ઓવરમાં, ફખર ઝમાન હાર્દિક પંડ્યાની બોલિંગમાં વિકેટની પાછળ કેચ થઈ ગયો, જેનાથી પાકિસ્તાનને પહેલો ઝટકો લાગ્યો. ફખર ઝમાનના આઉટ થવા અંગે મેચ પછી પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાએ મૌન તોડ્યું હતું. પ્રેસ કોન્ફરન્સમાં તેણે કંઈક એવું કહ્યું કે, વધુ એક વિવાદ ઊભો થયો.

સલમાન આગાને અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો

ભારત સામે સુપર ફોર મેચ હાર્યા બાદ, યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં, પાકિસ્તાનના કેપ્ટન સલમાન આગાને, ઓપનર ફખર ઝમાનના આઉટ થવા અંગે પ્રશ્ન કરવામાં આવ્યો. જેના જવાબમાં, પાકિસ્તાની કેપ્ટને અમ્પાયરના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો. પાકિસ્તાની કેપ્ટન સલમાન આગાએ શું કહ્યું તેની ચર્ચા કરીએ તે પહેલાં, ચાલો સમજીએ કે મેદાન પર શું થયું હતું. ફખર ઝમાન કેવી રીતે આઉટ થયો?

ફખર ઝમાનનું શું થયું?

પાકિસ્તાનની ઇનિંગ્સની ત્રીજી ઓવર હતી. હાર્દિક પંડ્યાના ઓવરના ત્રીજો બોલ ફખર ઝમાનના બેટની ધાર વાગીને સીધો વિકેટ પાછળ ગયો, જેને ભારતના વિકેટકિપર સંજુ સેમસન આગળ પડીને કેચ કર્યો. સેમસને બોલને તેના ગ્લોવ્સમાં પકડતાની સાથે જ જોરદાર અપીલ કરી. ત્યારબાદ ફિલ્ડ અમ્પાયરે કેચ કાયદેસર છે કે નહીં તે નક્કી કરવા માટે થર્ડ અમ્પાયરનો સંપર્ક કર્યો. થર્ડ અમ્પાયરે દરેક ખૂણાથી ફૂટેજની તપાસ કરી અને ફખર ઝમાનને આઉટ જાહેર કર્યો. પાકિસ્તાની બેટ્સમેન ફકર ઝમાન થર્ડ અમ્પાયરના નિર્ણયથી આશ્ચર્યચકિત અને નાખુશ દેખાયો હતો તે કશુક બબડતો મેદાનની બાહર નીકળ્યો.

ફખર ઝમાનને આઉટ આપવો એ અમ્પાયરની ભૂલ !

ફખર ઝમાન સારા ફોર્મમાં દેખાઈ રહ્યો હતો. તેથી, તેનું આઉટ થવું પાકિસ્તાન માટે એક મોટો ફટકો હતો. મેચ પછી, સલમાન આગાને આ ઘટના વિશે પૂછવામાં આવ્યું, આ સમયે તેણે એવો જવાબ આપ્યો, “મારા માટે, બોલ જમીનને અડીને વિકેટકીપરના હાથમાં પડ્યો.” તેમણે એમ પણ કહ્યું કે, અમ્પાયરથી પણ ભૂલ થઈ શકે છે.

પાકિસ્તાન માટે આ એક જૂની સમસ્યા

એશિયા કપ 2025 માં આ બીજી વખત છે, જ્યારે પાકિસ્તાન આ રીતે પોતાની હારનો શોક વ્યક્ત કરતું જોવા મળ્યું છે. સુપર ફોર મેચમાં ત્રીજા અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉઠાવનાર પાકિસ્તાની ટીમે ગ્રુપ સ્ટેજની હાર બાદ મેચ રેફરીને હટાવવાની માંગ કરી હતી. સ્પષ્ટપણે, આ પાકિસ્તાન માટે એક જૂની સમસ્યા છે. ફખર ઝમાનના આઉટ થવાની વાત કરીએ તો, તે સ્પષ્ટપણે આઉટ હતો કારણ કે, બોલ જમીનને અડ્યો ન હતો પરંતુ સીધો જ વિકેટકીપર સંજુ સેમસનના હાથમાં પડ્યો હતો. તે સમયે સંજૂ સેમસનના ગ્લોજની આગળીઓ જમીન ઉપર હતી અને બોલ ગ્લોજની આંગણીઓમાં પડ્યો હતો.

એશિયા કપ એક મોટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટ છે, જેનું આયોજન એશિયન ક્રિકેટ કાઉન્સિલ દ્વારા કરવામાં આવે છે.  અહી ક્લિક કરો