PAK VS WI: વેસ્ટઇન્ડિઝ સામે યોર્કર બોલે મચાવી ધમાલ, નિકોલ પૂરનને બોલ નજર જ આવ્યો, જુઓ Viral Video

Pakistan vs West Indies, 1st T20I: પાકિસ્તાની ઝડપી બોલર મોહમ્મદ વસીમ (Mohammad Wasim) જુનિયરે 4 વિકેટ લઈને વેસ્ટ ઈન્ડિઝને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધું

PAK VS WI: વેસ્ટઇન્ડિઝ સામે યોર્કર બોલે મચાવી ધમાલ, નિકોલ પૂરનને બોલ નજર જ આવ્યો, જુઓ Viral Video
Mohammad Wasim Jr-Nicholas Pooran
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 14, 2021 | 9:24 AM

કરાચી (Karachi) માં રમાયેલી પ્રથમ T20 મેચમાં, પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝ (Pakistan vs West Indies, 1st T20I) પર એકતરફી જીત મેળવી હતી. પાકિસ્તાને વેસ્ટ ઈન્ડિઝને 63 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાને 200 રન બનાવ્યા હતા જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 137 રનમાં સમેટાઈ ગઈ હતી. પાકિસ્તાનની જીતમાં મોહમ્મદ રિઝવાને ( Mohammad Rizwan) 78 અને હૈદર અલીએ 68 રન બનાવ્યા હતા.

મોહમ્મદ નવાઝે પણ 10 બોલમાં 30 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાનની જીતમાં 20 વર્ષીય ફાસ્ટ બોલરે પણ યોગદાન આપ્યું હતું. મોહમ્મદ વસીમ (Mohammad Wasim Jr) જુનિયરની વાત કરીએ, જેણે સૌથી વધુ 4 વિકેટ પોતાના નામે કરી.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

મોહમ્મદ વસીમ જુનિયરે 4 વિકેટ લીધી હતી પરંતુ તેના યોર્કર બોલે બધાના દિલ જીતી લીધા હતા. વસીમનો યોર્કર એટલો શાનદાર હતો કે, વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન નિકોલસ પૂરન (Nicholas Pooran) ને પણ તેની હવા લાગી નહોતી. આ બોલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને મોહમ્મદ વસીમની સ્પીડ અને સચોટ યોર્કરની ચારેબાજુ પ્રશંસા થઈ રહી છે.

મોહમ્મદ વસીમનો જબરદસ્ત યોર્કર

ચોથી ઓવરમાં મોહમ્મદ વસીમનો જબરદસ્ત યોર્કર જોવા મળ્યો હતો. વસીમે ઓફ-સ્ટમ્પની બહાર નિકોલસ પૂરનને યોર્કર ફેંક્યો અને જ્યારે તેનું બેટ નીચે આવ્યું, ત્યારે બોલ તેના સ્ટમ્પ તરફ ઉડી ગયો.

મોહમ્મદ વસીમ અહીંથી ન અટક્યો. આ જમણા હાથના ફાસ્ટ બોલરે ડેવોન થોમસને પણ યોર્કર પર આઉટ કર્યો હતો. તેની આગામી ઓવરના બીજા બોલ પર, વસીમે થોમસને ખૂબ જ ઝડપી ફુલ લેન્થ બોલ ફેંક્યો અને વિન્ડીઝના બેટ્સમેને પેડ પર બોલ ઉઠાવી લીધો. અમ્પાયરે તેને LBW કહ્યો. મોહમ્મદ નવાઝે પણ 19મી ઓવરમાં શેફર્ડને યોર્કર પર બોલ્ડ કર્યો હતો. શેફર્ડ 21 રને બોલ્ડ થયો હતો. મોહમ્મદ નવાઝે ઓશાને થોમસને પણ બોલ્ડ કર્યો હતો. વસીમે તેની તમામ ચાર વિકેટ બોલ્ડ તરીકે લીધી હતી.

મેન ઓફ ધ મેચ તરીકે હૈદર અલીની પસંદગી કરવામાં આવી હતી, જેણે 39 બોલમાં 68 રન બનાવ્યા હતા. હૈદર અલીએ 6 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી અડધી સદીની ઇનિંગ રમી હતી. હૈદર અલી સિવાય મોહમ્મદ રિઝવાને 78 રન બનાવ્યા હતા. પાકિસ્તાનનો કેપ્ટન બાબર આઝમ પહેલી જ ઓવરમાં 0 રને આઉટ થયો હતો.

આ પણ વાંચોઃ IND vs AFG: ટીમ ઇન્ડિયા માર્ચમાં રમશે વન ડે સિરીઝ, યુવા ખેલાડીઓને લાગશે લોટરી!

આ પણ વાંચોઃ ICC U19 World Cup: ઓસ્ટ્રેલિયાએ વિશ્વકપ 2022ને લઇ ટીમનુ કર્યુ એલાન, 15 ખેલાડીઓના નામ કર્યા જાહેર

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">