NZ vs BAN: ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશની ટીમે DRS લેવામાં પણ કરી મોટી ભૂલ, જ્યારે રિવ્યૂ જોયો તો દુનિયા હસી પડી, જુઓ Video

આ ઘટના ન્યૂઝીલેન્ડ (New Zealand) ની બીજી ઇનિંગની 36મી ઓવરમાં બની હતી. તે સમયે તસ્કીન અહેમદ (Taskin Ahmed) બોલિંગ કરી રહ્યો હતો. બાંગ્લાદેશે આ મેચ વર્લ્ડ ચેમ્પિયનને તેના જ ઘરમાં હરાવીને જીતી લીધી હતી.

NZ vs BAN: ન્યુઝીલેન્ડ સામે બાંગ્લાદેશની ટીમે DRS લેવામાં પણ કરી મોટી ભૂલ, જ્યારે રિવ્યૂ જોયો તો દુનિયા હસી પડી, જુઓ Video
Ross Taylor Review
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 05, 2022 | 8:02 AM

બાંગ્લાદેશે (Bangladesh Cricket Team) વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડ (New Zealand Cricket Team) સામેની પ્રથમ ટેસ્ટમાં પોતાની પકડ મજબૂત કરી લીધી હતી. મેચના ચોથા દિવસે કિવી ટીમની હાલત ખરાબ હતી. પરંતુ આ દરમિયાન એક એવો પ્રસંગ આવ્યો જ્યારે બાંગ્લાદેશે ખૂબ જ ખરાબ નિર્ણય લીધો અને તેના કારણે તે ખૂબ હસી. બાંગ્લાદેશે કિવી બેટ્સમેન રોસ ટેલર (Ross Taylor) સામે એલબીડબલ્યુની અપીલ કરી હતી. બાંગ્લાદેશે આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી.

જ્યારે અમ્પાયરે ના પાડી તો DRS લેવામાં આવ્યું પરંતુ આ નિર્ણય ઘણો ખરાબ હતો. કારણ કે બોલ પેડથી અથડાઈને બેટ સાથે અથડાવા માટે તેની નજીક પણ ન હતો. આ રિવ્યુનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો વાયરલ થયો છે. બાંગ્લાદેશની શાનદાર રમતની સાથે સાથે તેના ડીઆરએસની પણ ઘણી ચર્ચા છે.

દરરોજ બાઇક ચલાવવાને કારણે શરીરમાં વધી શકે છે આ 6 સમસ્યાઓ
ઇલેક્ટ્રિક સ્કૂટર ખરીદવું હોય, તો આ છે 5 બેસ્ટ ઓપ્શન, કિંમત 80 હજારથી શરૂ
ચૂંટણીનો પ્રચાર કરતા કરતા મનસુખ માંડવિયાએ બેટ-બોલ પર અજમાવ્યો હાથ, જુઓ વીડિયો
રાજસ્થાન રોયલ્સનો 22 વર્ષનો ખેલાડી કરોડપતિ બની ગયો
અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ

આ ઘટના ન્યૂઝીલેન્ડની બીજી ઇનિંગની 36મી ઓવરમાં બની હતી. તે સમયે તસ્કીન અહેમદ (Taskin Ahmed) બોલિંગ કરી રહ્યો હતો. તેની ઓવરનો પાંચમો બોલ યોર્કર લેન્થ પર હતો અને રોસ ટેલરના બેટ પર વાગ્યો. પરંતુ બાંગ્લાદેશની ટીમને લાગ્યું કે બોલ પેડ પર વાગી ગયો છે. જોરદાર અપીલ કરવામાં આવી હતી. પરંતુ અમ્પાયરે અપીલ ફગાવી દીધી હતી.

બાંગ્લાદેશના કેપ્ટન મોમિનુલ હકે (Mominul Haque) તરત જ ડીઆરએસ લીધું અને થર્ડ અમ્પાયરની મદદ લીધી. પરંતુ અહીં પણ નિષ્ફળતા મળી હતી. રિપ્લે દર્શાવે છે કે યોર્કર બોલ રોસ ટેલરે બેટથી રોક્યો હતો. બોલ બેટની બરાબર વચ્ચોવચ વાગ્યો હતો અને પેડ પણ તેની પાસે ક્યાંય નહોતા. આ રિવ્યુ જોઈને દરેકને આશ્ચર્ય થયું. આ સાથે બાંગ્લાદેશનો ડીઆરએસનો ક્વોટા પણ પૂરો થઇ ગયો હતો.

આમ રહી ટેસ્ટ મેચ

મેચમાં આવતાં, ફાસ્ટ બોલર ઇબાદત હુસૈને ચાર વિકેટ લઈને બાંગ્લાદેશને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયન ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં ઐતિહાસિક જીતની નજીક પહોંચાડ્યું હતુ. બાંગ્લાદેશે તેની પ્રથમ ઇનિંગમાં 458 રન બનાવીને 130 રનની લીડ મેળવી હતી. આ પછી ઇબાદતે પોતાનો કમાલ દેખાડ્યો અને મેચના ચોથા દિવસના અંતે ન્યૂઝીલેન્ડનો બીજો દાવનો સ્કોર પાંચ વિકેટે 147 રન થઈ ગયો. પ્રથમ દાવમાં 328 રન બનાવનાર ન્યુઝીલેન્ડ જોકે 169 રનના સ્કોર પર જ સમેટાઇ ગયો હતો.

બાંગ્લાદેશે જીત માટે લીડને બાદ કરતા જરુરી ટાર્ગેટ ને માત્ર2 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધુ હતુ. કેપ્ટન અને રહિમે મેચ જીતવા દરમિયાન રમતમાં રહ્યા હતા. આમ બાંગ્લાદેશે ન્યુઝીલેન્ડ સામે ટેસ્ટ મેચ જીતીને પોતાની ટીમ માટે ઇતિહાસ રચી દીધો હતો. કારણ કે અત્યાર સુધીમાં ત્રણેય ફોર્મેટમાં ન્યુઝીલેન્ડમાં આ તેની માત્ર બીજી જીત હતી અને એ પણ ટેસ્ટ ચેમ્પિયન સામે તેના જ ઘરમાં જીત મેળવી હતી.

આ પણ વાંચોઃ IND vs SA: શાર્દુલ ઠાકુરની બોલીંગ જોઇને અશ્વિન દંગ રહી ગયો, આખરે પુછી લીધુ કે ‘તુમ આખિર હો કૌન ?’

આ પણ વાંચોઃ Ranji Trophy: કોરોનાને લઇ રણજી ટ્રોફી સહિત તમામ ઘરેલુ ક્રિકેટ ટૂર્નામેન્ટ ટાળી દેવાઇ, BCCI નો મોટો નિર્ણય

Latest News Updates

રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
રૂપાલાના નિવેદનથી થયેલા વિવાદમાં BJPના ક્ષત્રિય નેતાઓએ કેમ સેવ્યુ મૌન?
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
g clip-path="url(#clip0_868_265)">