ન્યૂઝીલેન્ડના આ ક્રિકેટરે તોડ્યો 73 વર્ષ જૂનો રેકોર્ડ, ઈંગ્લેન્ડની ધરતી પર રચ્યો ઈતિહાસ

Cricket : ન્યૂઝીલેન્ડના (New Zealand Cricket) બેટ્સમેન ડેરેલ મિશેલે (Daryl Mitchell) ઈંગ્લેન્ડ સામેની ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની 5 ઈનિંગ્સમાં અત્યાર સુધીમાં 482 રન બનાવ્યા છે. આ દરમિયાન તેની એવરેજ 120.50 હતી...

ન્યૂઝીલેન્ડના આ ક્રિકેટરે તોડ્યો 73 વર્ષ જૂનો રેકોર્ડ, ઈંગ્લેન્ડની ધરતી પર રચ્યો ઈતિહાસ
New Zealand Cricket (PC: Twitter)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2022 | 9:25 AM

ન્યુઝીલેન્ડ ક્રિકેટ (New Zealand Cricket) ટીમ આ દિવસોમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે. બંને ટીમો વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની છેલ્લી મેચ લીડ્ઝમાં રમાઈ રહી છે. આ સિરીઝમાં ન્યૂઝીલેન્ડના સ્ટાર ખેલાડી ડેરેલ મિશેલે (Daryl Mitchell) પોતાની બેટિંગથી કમાલ કરી બતાવ્યું અને ઈંગ્લેન્ડની સામે તેના ઘરે ઈતિહાસ રચ્યો. વાત એવી છે કે 31 વર્ષીય ડેરેલ મિશેલ અત્યાર સુધી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની 5 ઇનિંગ્સમાં 482 રન બનાવી ચુક્યો છે. આ દરમિયાન તેની એવરેજ 120.50 રહી છે. મિશેલે આ શ્રેણીમાં ત્રણ સદી અને એક અડધી સદી ફટકારી છે.

આ રીતે ડેરેલ મિશેલે બનાવ્યો મોટો રેકોર્ડ

આ રીતે મિશેલે 73 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. વાત એવી છે કે લાંબા સમય બાદ ડેરેલ મિશેલ ન્યૂઝીલેન્ડ તરફથી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં 400 કે તેથી વધુ રન બનાવનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ 1949માં ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓ માર્ટિન ડોનેલી અને બર્ટ સટક્લિફે બનાવ્યો હતો.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

1949 માં રમાયેલી સીરિઝમાં શું થયું હતું.?

1949માં ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ચાર મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ હતી. તે શ્રેણીમાં માર્ટિન ડોનેલીએ 6 ઇનિંગ્સમાં 462 રન અને બર્ટ સટક્લિફે 7 ઇનિંગ્સમાં 451 રન બનાવ્યા હતા. તે શ્રેણીમાં બર્ટ સટક્લિફે એક સદી અને ચાર અડધી સદી ફટકારી હતી. ત્યાર બાદ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. એટલે કે શ્રેણીનું પરિણામ આવી શક્યું ન હતું.

એક ટેસ્ટ સીરિઝમાં ઇંગ્લેન્ડ સામે સૌથી વધુ રન બનાવનાર ન્યુઝીલેન્ડના ખેલાડીઓઃ

– ડેરેલ મિછેલઃ 482 રન (2022) – માર્ટિન ડોનેલીઃ 462 રન (1949) – બર્ટ સટક્લિફઃ 423 રન (1949) – માર્ટિ ક્રોઃ 380 રન (1994)

ન્યુઝીલેન્ડની ત્રીજી ટેસ્ટમાં મજબુત પકડ

હાલમાં ઇંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડ સામેની શરૂઆતની બંને ટેસ્ટ મેચમાં જીત મેળવી છે. આ રીતે ઇંગ્લેન્ડ ટીમે શ્રેણી પહેલાથી જ 2-0 થી અજેય લીડ મેળવી ચૂકી છે. કિવી ટીમ હવે ત્રીજી મેચ જીતીને પોતાની લાજ બચાવવાનો પ્રયાસ કરી રહી છે. 23 જૂનથી રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ દાવમાં 329 રન બનાવ્યા છે. જ્યારે બીજા દિવસે ઇંગ્લેન્ડની ટીમે તેની પ્રથમ 6 વિકેટ 55 રનમાં ગુમાવી દીધી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">