ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડનો ઐતિહાસિક નિર્ણય, મહિલા ક્રિકેટરોને પુરૂષ ખેલાડીઓની બરાબર મળશે પગાર

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડ (NZC) મહત્વનો નિર્ણય લીધો છે, મહિલા અને પુરુષ ક્રિકેટરોની સેલરી બરાબર હશે. કેપ્ટન કેન વિલિયમ્સન અને સોફી ડિવાઈને ઐતિહાસિક નિર્ણય લીધો છે, શું હવે બીસીસીઆઈ આટલું મોટું પગલું ભરશે?

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડનો ઐતિહાસિક નિર્ણય, મહિલા ક્રિકેટરોને પુરૂષ ખેલાડીઓની બરાબર મળશે પગાર
ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડનો ઐતિહાસિક નિર્ણય મહિલા ક્રિકેટરોને પુરૂષ ખેલાડીઓની બરાબર પગાર મળશેImage Credit source: NZC TWITTER
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2022 | 5:10 PM

New Zealand Cricket: ન્યુઝીલેન્ડ ક્રિકેટર (NZC) અને players association વચ્ચે પાંચ વર્ષનો કરાર પછી વિશ્વ ક્રિકેટમાં પહેલી વખત દેશના પુરુષ અને મહિલા ક્રિકેટરો તમામ ફોર્મેટ અને સ્પર્ધામાં સરખો પગાર મળશે. ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના કાર્યકારી અધિકારી ડેવિડ વાઈટે જણાવ્યું કે હું આ મહ્તવના કરાર સુધી પહોંચવા માટેની ભૂમિકા માટે players association અને ખેલાડીઓને શુભકામના પાઠવવા માંગુ છે, તેમણે કહ્યું કે આ રમત સૌથી મહત્વપૂર્ણ કરાર છે જે (NZC) ખેલાડીઓનું સંગઠન અને આપણા ખેલાડી માટે બંધનકર્તા રહેશે અને ક્રિકેટમાં ફંડ, પ્રગતિ અને વિકાસનો પાયો નાખશે, NZC 6 મોટા સંઘો અને New Zealand Cricket Players Association વચ્ચે ઐતિહાસિક કરાર હેઠળ ન્યુઝીલેન્ડ મહિલા ક્રિકેટ ટીમ અને ઘરેલું મહિલા ખેલાડીઓને તમામ ફોર્મેટ અને સ્પર્ધાઓમાં પુરૂષો જેટલી જ મેચ ફી મળશે.

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડનો ઐતિહાસિક નિર્ણય

ન્યુઝીલેન્ડ ક્રિકેટ બોર્ડના નિવેદન અનુસાર ટોપ રેન્કિંગ વ્હાઈટ ફર્ન વર્ષની ઓછામાં ઓછી 1,63,246 ન્યુઝીલેન્ડ ડોલર મળશે. આ રકમ પહેલા 83,432 ન્યુઝીલેન્ડ ડોલર હતી. નવમાં રેન્કિંગની ખેલાડીને એક લાખ 48,946 ન્યુઝીલેન્ડ ડોલર અને 17માં નંબરની ખેલાડીને 1,42,346 ન્યુઝીલેન્ડ ડોલર સુધી મળશે.

દરેક એસોશિએશન ટોપ રેન્કના ખેલાડીઓને વધુ પૈસા આપશે

દરેક મુખ્ય ફેડરેશનની ટોપ રેન્કિંગ મહિલા ડોમેસ્ટિક પ્લેયરને વધુમાં વધુ 19,146 ન્યુઝીલેન્ડ ડોલર, છઠ્ઠા રેન્કની પ્લેયરને 18,646 ન્યુઝીલેન્ડ ડોલર અને 12માં રેન્કની પ્લેયરને 18,146 ન્યુઝીલેન્ડ ડોલર મળશે. મહિલા ખેલાડીઓની સંખ્યા 54થી વધારીને 72 કરવામાં આવશે, જ્યારે પુરૂષ ખેલાડીઓને વધુ મેચ રમવા અને તાલીમ અને રમવામાં વધુ સમય પસાર કરવા માટે વધુ રિટેનર રકમ મળશે.

પ્રેગનેન્સીમાં પપૈયુ ખાવાથી મીસકેરેજ થઇ શકે ? જાણો શું કહે છે ડોક્ટર્સ
નહાતી વખતે કાનમાં પાણી ભરાઈ જાય તો કેવી રીતે કરશો દૂર? જાણો અહીં
એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?

ન્યુઝીલેન્ડ ક્રિકેટમાં આવશે ક્રાંતિકારી બદલાવ

ન્યુઝીલેન્ડ ક્રિકેટના ઈતિહાસના આ નિર્ણય પછી મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન સોફી ડિવાઈને કહ્યું કે આ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ મહિલા ખેલાડી માટે સારું છે, તેમણે પુરુષ ક્રિકેટની બરાબરી માન્યતા મળી રહી છે, પુરુષ ટીમની કેપ્ટન કેન વિલિયમસને કહ્યું આ આ એક મોટું પગલું છે અને તે યુવા મહિલાઓ અને છોકરીઓને રમતગમત તરફ આકર્ષિત કરશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">