MS Dhoni એ પત્નિ સાક્ષીને આ ખાસ ભેટ આપી, સાક્ષીએ તસ્વીર શેર કરી વ્યક્ત કરી ખુશી

ધોની (MS Dhoni) પુત્રી જીવા અને પત્નિ સાક્ષીને માટે ક્વોલિટી સમય વિતાવતો હોય છે. સાક્ષી (Sakshi Dhoni) પણ પોતાના પરીવારની ખુશીઓની પળોને સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.

MS Dhoni એ પત્નિ સાક્ષીને આ ખાસ ભેટ આપી, સાક્ષીએ તસ્વીર શેર કરી વ્યક્ત કરી ખુશી
MS Dhoni-Sakshi Dhoni
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 05, 2021 | 12:25 PM

પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની (Mahendra Singh Dhoni) નિવૃત્તી બાદ પરિવારને ક્વોલીટી સમય ફાળવી રહ્યો છે. જેની તસ્વીરો પણ અવનાર નવાર સાક્ષી ધોની (Sakshi Dhoni) સોશિયલ મીડિયા પર શેર કરતી રહી છે. 4 જૂલાઇએ મહેન્દ્રસિંહ ધોની અને સાક્ષીના લગ્નને 11 વર્ષ પૂર્ણ થયા. ધોનીએ લગ્નની વર્ષગાંઠ નિમીત્તે એક ખાસ ગીફ્ટ આપી હતી. તે ગીફ્ટ એક કારના સ્વરુપમાં છે. જોકે તે કાર કોઇ ચમચમાતી કાર નથી છતાં પણ ખૂબ કિંમત છે.

સાક્ષી ધોનીએ દર વખતની માફક જ આ ખાસ ગીફ્ટની તસ્વીર ઇન્સ્ટા સ્ટોરી દ્વારા શેર કરી હતી. જેને લઇને ધોનીના ચાહકોને પોતાના હિરોની લગ્નની વર્ષગાંઠની ખાસ ઉજવણી વાકેફ થવાયુ હતું. ધોનીએ પત્નિ સાક્ષીને માટે ખાસ કાર ગીફ્ટ કરી હતી. જે કાર કોઇ લક્ઝુરિયર્સ કે આજના જમાની આલીશાન ચમચમાતી કાર નથી. આમ છતાં પણ તે બેહદ કિંમતી કારોની શ્રેણીમાં સામેલ છે. સાથે જ આ કારનો ખાસ ચાહક વર્ગ છે, એટલે કે ‘ઉંચે લોગો’ ની પસંદગી માનવામાં આવે છે.

કારની ગીફ્ટ મળવાને લઇને સાક્ષી એ પતિ ધોનીનો આભાર માન્યો હતો. તેણે લખ્યુ હતું કે, લગ્નની વર્ષગાંઠ નિમિત્તે ભેટના માટે આભાર. સાક્ષીને ધોની એ આપેલી કાર એ વિન્ટેજ કાર છે. ફોક્સવેગનની વિન્ટેજ કાર એક હર્બી કાર છે, જે હવે ધોની અને સાક્ષીના બંગલાના કાર પાર્કિંગને શોભાવશે.

હેલિકોપ્ટર 1 લીટર ઈંધણમાં કેટલી માઈલેજ આપે, ઊડે છે આ ખાસ ઈંધણ વડે
જાણો પરસેવો થવો તમારા સ્વાસ્થ્ય સારો છે કે ખરાબ !
IPL 2024માં કોમેન્ટ્રી બોક્સમાં ધૂમ મચાવનાર નવજોત સિંહ સિંધુની દીકરી છે ગ્લેમરસ
આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
MS Dhoni gave this special gift to his wife Sakshi, Sakshi shared the picture and expressed her happiness

Dhoni Gift Car

ધોની આમ તો મેદાન અને મેદાન બહાર ખૂબ જ ચોંકાવતા નિર્ણયો લેતો રહ્યો છે. એટલે કે આશ્વર્યમાં મુકનારા નિર્ણયો લેતો હોય છે. ધોની એ આવી જ રીતે 2010 માં લગ્ન કરી લીધા હતા અને બાદમાં તેની જાણકારી આપી હતી. જે સમાચાર તે વખતે લોકોને ખૂબ જ આશ્વર્ય સર્જનારા હતા. ધોની લગ્ન પહેલા સાક્ષીને ડેટ કરી રહ્યો હતો અને તે વાત પણ છુપાવવામાં સફળ રહ્યો હતો.

IPL માં ટીમ ધોની

ધોની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તી ગત વર્ષ 15 ઓગષ્ટે લીધી હતી. જોકે તેણે IPL ટૂર્નામેન્ટમાં રમત જારી રાખી હતી. જોકે IPL 2020 ની સિઝન તેના માટે ખૂબ નિરાશાજનક નિવડી હતી. ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) IPL 2020 ની પ્લેઓફમાં સામેલ થઇ શકી નહોતી. આમ IPL માં ચેન્નાઇની ટીમ માટે પ્રથમ વખત બન્યુ હતું. જોકે ચાલુ વર્ષની IPL 2021 સિઝન CSK માટે ફરી એકવાર પહેલા જેવી રહી છે. ટીમે ટૂર્નામેન્ટ સ્થગીત થવા સુધીમાં સારો દેખાવ કર્યો હતો.

આ પણ વાંચોઃ Cricket: સસ્પેન્ડ કરવામાં આવેલા મહંમદ અઝહરુદ્દીનને લોકપાલ દ્રારા મળી રાહત, HCA અધ્યક્ષ પદે યથાવત

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">